Saturday, September 7, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટમધ્યપ્રદેશના મંદસૌરમાં મોહમ્મદ નિસારે ઇસ્લામ છોડીને સનાતન સ્વીકાર્યો, બન્યા સોનુ સિંહ: હિંદુ...

    મધ્યપ્રદેશના મંદસૌરમાં મોહમ્મદ નિસારે ઇસ્લામ છોડીને સનાતન સ્વીકાર્યો, બન્યા સોનુ સિંહ: હિંદુ યુવતી સાથે સાત ફેરા લીધા

    હિંદુ ધર્મ સ્વીકારનાર યુવાને કહ્યું કે, "મને નમાઝ કેવી રીતે પઢવી તે આવડતું નથી અને મેં કુરાન પણ વાંચી નથી. મારા આ નિર્ણયથી કોઈએ નારાજ થવાની જરૂર નથી. ભારતનો કાયદો મને ગમે તે ધર્મનું પાલન કરવાની છૂટ આપે છે."

    - Advertisement -

    મધ્યપ્રદેશના મંદસૌરમાં મોહમ્મદ નિસારે ઇસ્લામ છોડીને સનાતન સ્વીકાર્યો હોવાનો મામલો સામે આવ્યો છે. 4 મહિનામાં જિલ્લામાં આ ત્રીજો કિસ્સો છે જ્યારે કોઈ મુસ્લિમ વ્યક્તિએ સનાતન ધર્મ અપનાવ્યો હોય. આ વખતે મંદસૌરના ધામનારમાં રહેતો મોહમ્મદ નિસાર હિંદુ ધર્મ અપનાવીને સોનુ સિંહ બન્યો છે. શુક્રવારે ગાયત્રી મંદિરમાં મોહમ્મદ નિસારે ઇસ્લામનો ત્યાગ કર્યો અને હિંદુ ધર્મ અપનાવ્યો હતો. આ સાથે જ તેણે હિંદુ રિવાજ પ્રમાણે હિંદુ યુવતી સાથે લગ્ન પણ કર્યા હતા.

    દૈનિક ભાસ્કરના અહેવાલ મુજબ 8 વર્ષ પહેલાં ઉજ્જૈનમાં મોહમ્મદ નિસારની મુલાકાત રાની સાથે થઈ હતી. ત્યારબાદ બંને પ્રેમમાં પડ્યા અને લગ્ન કરી લીધાં હતાં. તેમને પાંચ વર્ષનો પુત્ર પણ છે. નિસાર મોહમ્મદથી સોનુ સિંહમાં બનવા પાછળનું કારણ જણાવતાં તેમણે કહ્યું હતું કે તેમનો ઝુકાવ શરૂઆતથી જ હિંદુ ધર્મ તરફ હતો. એક હિંદુ યુવતી સાથે લગ્ન કર્યા પછી તેમણે ઘરે પૂજા કરવાનું શરૂ કર્યું હતું, પરંતુ સનાતન ધર્મમાં પાછા ફરતા ડરતા હતા. આ દરમિયાન ઝફર શેખ માંથીથી ચૈતન્ય સિંહ બનેલા વ્યક્તિ વિશે માહિતી મળી હતી.

    આ પછી તે ચૈતન્ય સિંહને મળ્યા અને કાયદો અને વ્યવસ્થાની સાથે સનાતન ધર્મ અપનાવવાની વાત કરી. ત્યારબાદ શુક્રવારે શહેરના ગાયત્રી મંદિરમાં રાની અને નીસારે હિંદુ રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. આ સાથે કાયદાની સાથે સનાતન ધર્મ અપનાવ્યો. નિસાર શહેરમાં જ જ્વેલરીની દુકાન ચલાવે છે. રાની પણ તેની સાથે દુકાન પર બેસે છે.

    - Advertisement -

    સોનુ સિંહે જણાવ્યું કે “હું મારું જીવન હિંદુની જેમ જીવી રહ્યો છું. હવે હું સંપૂર્ણપણે સનાતન ધર્મ અપનાવીને હિંદુ રીતિ-રિવાજ પ્રમાણે લગ્ન કરવા માંગતો હતો. મારા દાદાનું નામ ચાંદ સિંહ હતું. અમારા પૂર્વજો હિન્દુ હતા, મે મારું નામ નામ નિસારથી બદલીને સોનુ સિંહ રાખ્યું અને હિંદુ ધર્મ અપનાવ્યો. મને નમાઝ કેવી રીતે પઢવી તે આવડતું નથી અને મેં કુરાન પણ વાંચી નથી. મને હિંદુની જેમ જીવવું ગમે છે, તેથી જ હું તિલક લગાવું છું. મારા આ નિર્ણયથી કોઈએ નારાજ થવાની જરૂર નથી. ભારતનો કાયદો મને ગમે તે ધર્મનું પાલન કરવાની છૂટ આપે છે.”

    સોનુ સિંહ કહે છે કે મેં ઘણા સમય પહેલા સનાતનને અપનાવ્યું હોત, પરંતુ હિંમત આપનાર કોઈ નહોતું. મેં ચૈતન્ય સિંહ જી રાજપૂત વિશે સાંભળ્યું, પછી તેમનો સંપર્ક કર્યો અને મારા મનની વાત કહી. તેણે મને હિંમત આપી. હવે મેં સનાતન ધર્મ અપનાવ્યો છે. રાની અને મારા આઠ વર્ષ પહેલા લવ મેરેજ થયા હતા. મારી ઈચ્છા હિંદુ રીતિ-રિવાજ પ્રમાણે લગ્ન કરવાની હતી, તે પણ પૂરી થઈ. હવે હું સંતુષ્ટ છું.”

    ઉલ્લેખનીય છે કે મંદસૌરમાં ચાર મહિનામાં ત્રીજા મુસ્લિમ વ્યક્તિએ સનાતન ધર્મ સ્વીકાર્યો છે. અગાઉ 27 મેના રોજ શેખ ઝફર કુરેશી હિંદુ ધર્મ અપનાવીને ચૈતન્ય સિંહ રાજપૂત બન્યા હતા. આ પછી જોધપુરની ઇકરા 9 સપ્ટેમ્બરે સનાતન ધર્મ અપનાવીને ઇશિકા બની હતી. હવે નિસાર મોહમ્મદ સોનુ સિંહ બની ગયા છે. ઝફર શેખ ચૈતન્ય સિંહ બન્યા પછી તેમણે પછીના બંને ઘટનાઓમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં