Tuesday, June 25, 2024
More
  હોમપેજદેશસીધી પેશાબકાંડ બાદ કાર્ટૂન પોસ્ટ કરીને RSSનું અપમાન કરવાનો આરોપ, ગાયક નેહા...

  સીધી પેશાબકાંડ બાદ કાર્ટૂન પોસ્ટ કરીને RSSનું અપમાન કરવાનો આરોપ, ગાયક નેહા સિંઘ રાઠોડ સામે દાખલ થયેલી FIR રદ કરવાનો મધ્ય પ્રદેશ હાઈકોર્ટનો ઇનકાર

  FIR રદ કરવા માટે ગાયકે મધ્ય પ્રદેશ હાઇકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. પરંતુ તાજેતરના એક આદેશમાં કોર્ટે ગુનો રદ કરવાની ના પાડી દીધી છે. હાઇકોર્ટ જજ ગુરપાલ સિંઘ અહલુવાલિયાએ પ્રશ્ન કર્યો કે આખરે નેહા સિંઘે પોતાના ટ્વિટમાં એક ચોક્કસ વિચારધારાના પોશાકને (RSS ગણવેશ) જોડવાની શું જરૂર હતી?

  - Advertisement -

  પોતાનાં નિવેદનો અને સોશિયલ મીડિયા પોસ્ટના કારણે ચર્ચામાં રહેતી ભોજપુરી ગાયક નેહા સિંઘ રાઠોડ સામે મધ્ય પ્રદેશમાં થયેલી એક FIR રદ કરવાનો હાઈકોર્ટે ઈનકાર કરી દીધો છે. નેહાએ 2023માં સીધીમાં થયેલા પેશાબ કાંડ બાદ X પર એક કાર્ટૂન પોસ્ટ કર્યું હતું, જેમાં RSSના ગણવેશને પણ દર્શાવવામાં આવ્યો હતો, જ્યારે હકીકતે આ ઘટના સાથે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને કશું લાગતું-વળગતું ન હતું. આ હરકત બાદ નેહા સિંઘ સામે ભોપાલના હબીબગંજ પોલીસ મથકે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. 

  આ FIR રદ કરવા માટે ગાયકે મધ્ય પ્રદેશ હાઇકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. પરંતુ તાજેતરના એક આદેશમાં કોર્ટે ગુનો રદ કરવાની ના પાડી દીધી છે. હાઇકોર્ટ જજ ગુરપાલ સિંઘ અહલુવાલિયાએ પ્રશ્ન કર્યો કે આખરે નેહા સિંઘે પોતાના ટ્વિટમાં એક ચોક્કસ વિચારધારાના પોશાકને (RSS ગણવેશ) જોડવાની શું જરૂર હતી? જ્યારે જે ઘટના બની તેમાં આરોપીએ એવો પોશાક પહેર્યો જ ન હતો. 

  કોર્ટે અગત્યની ટિપ્પણી કરતાં કહ્યું કે, “અરજદાર દ્વારા ટ્વિટર અને ઈન્સ્ટાગ્રામ પર મૂકવામાં આવેલ કાર્ટૂન જે ઘટના હકીકતે બની છે તેની સાથે મેળ ખાતું નથી અને ઘણી બધી ચીજો આરોપીએ પોતાની રીતે જ ઉમેરી દીધી હતી. જેથી કોર્ટ એવો મત ધરાવે છે કે આ મામલામાં એવું ન કહી શકાય કે અરજદારે પોતાના અભિવ્યક્તિની સ્વતંત્રતાના મૂળભૂત અધિકારોનો ઉપયોગ કરીને કાર્ટૂન અપલોડ કર્યું હતું.”

  - Advertisement -

  જજે કહ્યું કે, “આર્ટિસ્ટને વ્યંગ અને કટાક્ થકી ટીકા કરવાની સ્વતંત્રતા હોવી જ જોઈએ પણ કોઈ ચોક્કસ પોશાકને કાર્ટૂનમાં ઉમેરવો એ માત્ર કટાક્ષ ગણી શકાય નહીં. સાથે એમ પણ કહ્યું કે, અભિવ્યક્તિની સ્વતંત્રતા એ અબાધિત અને બિનશરતી અધિકાર નથી અને તેની પણ અમુક મર્યાદાઓ હોય છે. 

  કોર્ટે આદેશમાં કહ્યું કે, “એક ચોક્કસ ડ્રેસ ઉમેરવાનો અર્થ એ થયો કે અરજદાર એવું દર્શાવવા માંગતા હતા કે ગુનો એક ચોક્કસ વિચારધારા ધરાવતા વ્યક્તિ દ્વારા આચરવામાં આવ્યો છે. જેથી આ શાંતિભંગ કરવાના અને દુશ્મનાવટ સર્જવાના ઈરાદે થયું હોય એમ સ્પષ્ટ લાગે છે.” 

  ઉલ્લેખનીય છે કે ગત જુલાઈ મહિનામાં મધ્ય પ્રદેશના સીધીનો એક વિડીયો વાયરલ થયો હતો જેમાં એક પ્રવેશ શુક્લા નામનો વ્યક્તિ એક દલિત વ્યક્તિ પર પેશાબ કરતો જોવા મળ્યો હતો. આ ઘટના સામે આવ્યા બાદ દેશભરમાં ખૂબ ટીકા થઈ હતી અને પ્રવેશની ધરપકડ પણ કરી લેવામાં આવી હતી અને સંપત્તિ પર બુલડોઝર પણ ફેરવવામાં આવ્યું હતું. 

  આ ઘટના બાદ નેહા સિંઘ રાઠોડે એક પોસ્ટ કરીને કાર્ટૂન પોસ્ટ કર્યું હતું. જેમાં એક સફેદ શર્ટ પહેરેલા વ્યક્તિને એક અન્ય વ્યક્તિ પર પેશાબ કરતો બતાવવામાં આવ્યો હતો. જ્યારે બાજુમાં ખાખી રંગનું પાટલૂન પડેલું બતાવાયું હતું. નોંધનીય છે કે ખાખી એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો ગણવેશ છે. જ્યારે આ ઘટનામાં RSSને કશું જ સંબંધ ન હતો. ત્યારબાદ નેહા સામે ભોપાલમાં સંઘને બદનામ કરવા અને સમાજમાં દુશ્મનાવટ ફેલાવવાના આરોપસર FIR નોંધવામાં આવી હતી. 

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં