Monday, April 29, 2024
More
    હોમપેજદેશપોલીસ મથકની બહાર મુસ્લિમ ટોળું, ‘સર તન સે જુદા’ની ધમકી…. SHO આનંદ...

    પોલીસ મથકની બહાર મુસ્લિમ ટોળું, ‘સર તન સે જુદા’ની ધમકી…. SHO આનંદ સિંઘે એકલા હાથે ભીડી બાથ: સોશિયલ મીડિયા પર ગણાવાયા- રિયલ સિંઘમ 

    SHO આનંદ સિંહ ઠાકુર ચેતવણી આપતા કહે છે, કે “હું એકલો આવ્યો છું. હું એકલો અહીં ઉભો રહું છું. મને હાથ લગાવીને દેખાડે કોઈ. હું જ્યારે કહું છું કે અમે પગલાં લઈશું, ત્યારે હાથ કાપવાની વાતનો શું મતલબ છે?”

    - Advertisement -

    મધ્યપ્રદેશના દમોહમાં કટ્ટરપંથી મુસ્લિમોના ટોળાએ ચાર હિંદુ યુવકોના હાથ, પગ અને માથા કાપી નાખવાની ધમકી આપી હતી. MP પોલીસ સામે મુસ્લિમો દ્વારા આ ધમકી આપવામાં આવી હતી. આ ઉપરાંત હાજર પોલીસકર્મીઓ સાથે પણ ટોળાએ ગેરવર્તણૂક કરી હતી, અને ભારે હોબાળો મચાવ્યો હતો. હવે આ મામલે પોલીસે મુસ્લિમ ટોળા સામે કાર્યવાહી કરતા ફરિયાદ દાખલ કરી છે. આ ઘટનાનો એક વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં SHO આનંદ સિંઘ ઠાકુર સેંકડો કટ્ટરપંથીઓની ભીડ વચ્ચે જઈને એકદમ નીડરતાથી ચેતવણી આપતા નજરે ચડે છે.

    આ સમગ્ર મામલો મધ્યપ્રદેશના દમોહનો છે, જ્યાં રવિવારે (3 ફેબ્રુઆરી 2024) ચાર હિંદુ યુવકોનો અંસાર ખાન નામના મુસ્લિમ દરજી સાથે ઝઘડો થઇ ગયો હતો. આ વિવાદ જોઈને ત્યાના એક ઈમામ હાફિઝ રિઝવાન ખાન પણ ત્યાં પહોંચ્યા હતા. માહિતી પ્રમાણે, યુવકના કપડા સમયસર સિવાયા ન હતા એટલે, તેઓની વચ્ચે ઝઘડો થયો હતો.

    જે પછી વિવાદ વધતા તેઓ મારામારીમાં પર ઉતરી આવ્યા હતા. આ સાથે એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, આ વિવાદ દરમિયાન દરજી અન્સાર ખાનની સાથે ઇમામ હાફિઝ રિઝવાન ખાનને પણ માર મારવામાં આવ્યો હતો. મુસ્લિમ પક્ષે હિંદુ યુવકો પર ઈમામની બાઇક તોડવાનો પણ આરોપ લગાવ્યો હતો. જે મામલે દરજી અને ઈમામે નજીકના પોલીસ સ્ટેશનમાં આ બાબતની જાણ કરી હતી.

    - Advertisement -

    ફરિયાદ મળ્યા બાદ પોલીસે એફઆઈઆર નોંધી વધુ તપાસ શરૂ કરી હતી. પોલીસ યુવાનો સામે કાર્યવાહી કરી રહી હતી, ત્યાં સુધીમાં ઇમામને માર માર્યાની અફવા સમગ્ર શહેરમાં ફેલાઇ ગઇ હતી. આ પછી કોતવાલી પોલીસ સ્ટેશનની બહાર સેંકડો મુસ્લિમોની ભીડ એકઠી થઈ ગઈ હતી. ભેગી થયેલી ભીડે પોલીસ પર 24 કલાકમાં હિંદુ યુવકોની ધરપકડ કરવા દબાણ કરવાનું શરૂ કર્યું. આ દરમિયાન મુસ્લિમોના ટોળાએ હાજર પોલીસ અને હિંદુઓને ધમકાવવાનું શરૂ કર્યું હતું.

    આ દરમિયાન એક મુસ્લિમ વ્યક્તિ અકરમ રાઈન ત્યાં લાઉડસ્પીકર લગાવીને મુસ્લિમોને ઉશ્કેરવાનું શરૂ કર્યું, તેણે કહ્યું કે, જો પોલીસ હિંદુ યુવકો વિરુદ્ધ કાર્યવાહી નહીં કરે તો મુસ્લિમો જાતે જ તેમના હાથ-પગ કાપી નાખશે. રાઈને હિંદુ યુવકોના ‘સર તન સે જુદા’ની ધમકી પણ આપી હતી. આ દરમિયાન ત્યાં હાજર ભીડે પણ અલ્લાહ-હુ-અકબર અને નારા-એ-તકબીર જેવા વાંધાજનક નારા લગાવવાનું શરૂ કર્યું. આ દરમિયાન રાઈનના ભડકાઉ નિવેદનથી ઉશ્કેરાયેલાં મુસ્લિમોએ SHO સાથે ધક્કામૂકી કરવાની કોશિશ કરી. પરંતુ SHO આનંદ સિંઘ ઠાકુરના કડક અને નિર્ભીક રૂપને જોઇને ભીડ તેમની ઉપર હાવી થઈ શકી નહતી.

    જ્યારે મુસ્લિમોનું ટોળું પોલીસ સ્ટેશને પહોંચે છે, અને હાથ અને પગ કાપી નાખવાની ધમકી આપે છે, ત્યારે SHO આનંદ સિંહ ઠાકુર એકલા હાથે તેઓની સામે બાથ ભીડતા ઉશ્કેરાયેલા ટોળામાં પ્રવેશ કરે છે, અને ચેતવણી આપતા કહે છે, કે “હું એકલો આવ્યો છું. હું એકલો અહીં ઉભો રહું છું. મને હાથ લગાવીને દેખાડે કોઈ. હું જ્યારે કહું છું કે અમે પગલાં લઈશું, ત્યારે હાથ કાપવાની વાતનો શું મતલબ છે?”

    SHO આનંદ સિંઘ ઠાકુર ભેગી થયેલી ભીડને શાંતિ રાખવા સમજાવે છે અને હાથ-પગ કાપી નાખવાની ધમકી આપતા, હોબાળો મચાવનારા મુસ્લિમોને ચેતવણી પણ આપે છે. આ સમગ્ર ઘટનાના અનેક વિડીયો સામે આવ્યા છે. ત્યારે SHO આનંદ સિંઘ ઠાકુરની બહાદુરીના સોશિયલ મીડિયા પર ખૂબ વખાણ થઈ રહ્યા છે. તેમને રિયલ સિંઘમ કહેવામાં આવી રહ્યા છે.

    દમોહ કોતવાલી સ્ટેશનના SHO આનંદ સિંઘ ઠાકુરે કહ્યું કે અકરમ રાઈન વિરુદ્ધ આર્મ્સ એક્ટ સહિત ઘણા કેસ નોંધાયેલા છે. તેણે માઈક દ્વારા ભડકાઉ ભાષણ આપ્યા બાદ પોલીસે તેની સામે ભારતીય દંડ સંહિતાની કલમ 153A, 141, 147 હેઠળ કેસ નોંધ્યો છે. SHOએ કહ્યું કે, જ્યારે પોલીસે અકરમની ધરપકડ કરી ત્યારે તેની પાસેથી એક પિસ્તોલ પણ જપ્ત કરવામાં આવી હતી.  

    આ સમગ્ર વિવાદમાં પોલીસે 4 FIR નોંધી છે. જે હિંદુ યુવકો પર દરજી અને ઈમામને માર મારવાનો આરોપ છે તેમની વિરુદ્ધ પણ કેસ નોંધવામાં આવ્યો છે. આ સાથે પોલીસે હોબાળો મચાવનાર મુસ્લિમ ટોળાના 40 અજ્ઞાત લોકો સામે પણ કેસ નોંધ્યો છે. પોલીસે હાથ-પગ કાપી નાખવાની ધમકી આપનાર અકરમ રાઈનની પણ ધરપકડ કરી છે.

    અકરમ પર રાસુકા લાદવામાં આવ્યા છે. આ ઉપરાંત પોલીસે આરીફ, રશીદ, સમીર અને મોહમ્મદ ઇન્તશારની પણ ધરપકડ કરી છે. ફૂટેજના આધારે દમોહમાં તોફાન અને હોબાળો મચાવનારાઓની ઓળખ કરવામાં આવી રહી છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે પણ આ મામલાની નોંધ લીધી છે, અને ઘટનાની મેજિસ્ટ્રેટ તપાસના આદેશ આપ્યા છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં