Thursday, May 16, 2024
More
    હોમપેજદેશફારૂખે કાપ્યો હતો ભાજપ કાર્યકર્તાનો હાથ, હવે ઘર પર ફેરવી દેવાયું બુલડોઝર:...

    ફારૂખે કાપ્યો હતો ભાજપ કાર્યકર્તાનો હાથ, હવે ઘર પર ફેરવી દેવાયું બુલડોઝર: મધ્ય પ્રદેશ CM મોહન યાદવના આદેશ પર કાર્યવાહી, ઉજ્જૈનમાં માંસ વેચતી દુકાનો પર પણ એક્શન

    આ આદેશ બાદ ગુરૂવારે મધ્ય પ્રદેશ સરકાર દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી અને આરોપીનું ઘર બુલડોઝર વડે જમીનદોસ્ત કરી દેવામાં આવ્યું. આ કાર્યવાહીની ચર્ચા મધ્ય પ્રદેશ જ નહીં, પણ દેશભરમાં થઈ રહી છે.

    - Advertisement -

    મધ્ય પ્રદેશના નવા મુખ્યમંત્રી બન્યા બાદ ડૉ. મોહન યાદવ ચર્ચામાં છે. શપથ લેતાંની સાથે જ તેમણે એક પછી એક નિર્ણયો લેવાના શરૂ કરી દીધા છે. ગુરૂવારે (14 ડિસેમ્બર, 2023) તેમણે ઉજ્જૈન સ્થિત મહાકાલ મંદિરની આસપાસના વિસ્તારમાં સરકારની મંજૂરી વગર ચાલતી માંસની દુકાનો બંધ કરાવી દીધી હતી, તો અમુક દુકાનો ધ્વસ્ત કરવામાં પણ આવી. આ સિવાય ભાજપ કાર્યકર્તા પર હુમલો કરવાના એક કેસના આરોપી ફારૂકના ઘર ઉપર પણ બુલડોઝર ફેરવવાના આદેશ આપવામાં આવ્યા હતા. 

    આ આદેશ બાદ ગુરૂવારે મધ્યપ્રદેશ સરકાર દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી અને આરોપીનું ઘર બુલડોઝર વડે જમીનદોસ્ત કરી દેવામાં આવ્યું. આ કાર્યવાહીની ચર્ચા મધ્ય પ્રદેશ જ નહીં, પણ દેશભરમાં થઈ રહી છે. મોહન યાદવ સરકારે આ કાર્યવાહી રાષ્ટ્રીય સુરક્ષા કાનૂન હેઠળ કરી હોવાનું જણાવવામાં આવ્યું છે.

    ઉલ્લેખનીય છે કે ચૂંટણી પહેલાં ભોપાલમાં એક ઘટના ઘટી હતી. જેમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા દેવેન્દ્ર સિંઘ ઠાકુર પર 5 ડિસેમ્બરના રોજ કેટલાક અસામાજિક તત્વોએ હુમલો કરી દીધો હતો. જેમાં હુમલાખોરો દ્વારા દેવેન્દ્ર સિંઘના હાથની હથેળી કાપી નાખવામાં આવી હતી. આ હુમલામાં BJP કાર્યકર્તા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઇ ગયા હતા. આ ઘટના બાદ ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા કૈલાશ વિજયવર્ગીય દેવેન્દ્ર સિંઘને મળવા હોસ્પિટલ પણ પહોચ્યા હતા અને કડક કાર્યવાહીનું આશ્વાસન પણ આપ્યું હતું. પછીથી આ કેસમાં પોલીસે ફારુખ રાઈન સાથે બીજા 4 ઈસમો અસલમ, શાહરુખ, બિલાલ અને સમીરની ધરપકડ કરી લીધી હતી.

    - Advertisement -

    આ ઘટનાની જાણકારી મળતાં જ મુખ્યમંત્રી મોહન યાદવે મામલામાં કાર્યવાહી કરવા માટેના આદેશ આપ્યા હતા. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે આ ઘટનામાં દેવેન્દ્ર સિંઘ ઉપર રાજનીતિક વિરોધીઓ દ્વારા હુમલો કરવામાં આવો હતો. ઘટનાની ગંભીરતાને સમજી મુખ્યમંત્રી મોહન યાદવ દ્વારા આરોપીઓનાં ગેરકાયદેસર મકાનો વિરુદ્ધ કાર્યવાહી કરવાના આદેશ અપાયા હતા. ત્યારબાદ કાર્યવાહી કરતાં ગુરૂવારે સ્થાનિક તંત્રે ફારૂખનું ભોપાલ જનતા કોલોની સ્થિત મકાન તોડી પાડ્યું હતું.

    મુખ્યમંત્રી બન્યા બાદ મોહન યાદવ એક પછી એક નિર્ણયો કરી રહ્યા છે. અગાઉ તેમણે બુધવારે (13 ડિસેમ્બર, 2023) શપથ લેતાંની સાથે જ પહેલો આદેશ ધાર્મિક, મઝહબી અને જાહેર સ્થળો પર લાઉડસ્પીકરોના અનિયંત્રિત ઉપયોગ પર પ્રતિબંધ લગાવવાનો આપ્યો હતો. આ સિવાય ખુલ્લામાં માંસના વેચાણ પર પણ તેમણે પ્રતિબંધ મૂકી દીધો હતો. હવે અગાઉની સરકારનાં કામોને આગળ વધારતાં તેમણે બુલડોઝર એક્શન પણ શરૂ કરી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં