Friday, March 29, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઆતંકીઓના કેમ્પમાં ઘૂસ્યા, ધર્માંતરણ માટે તૈયારી બતાવી…: HuTના આતંકીઓને પકડવા માટે એમપી...

    આતંકીઓના કેમ્પમાં ઘૂસ્યા, ધર્માંતરણ માટે તૈયારી બતાવી…: HuTના આતંકીઓને પકડવા માટે એમપી એટીએસના અધિકારીઓએ રૉ-આઈબી જેવું ઓપરેશન પાર પાડ્યું  

    MP પોલીસના એક કોન્સ્ટેબલે HUTની પોલ ખોલવા અને આતંક ફેલાવવાનાં કાવતરાંને ખુલ્લાં પાડવા ખૂબ અગત્યની ભૂમિકા ભજવી હતી.

    - Advertisement -

    તાજેતરમાં મધ્ય પ્રદેશ ATSએ હિજ્બ ઉત્ તહરીર (HuT) નામના આતંકવાદી સંગઠનના 16 આતંકીઓને ઝડપી લીધા હતા. તેમની ધરપકડ બાદ એક પછી એક નવા ખુલાસા થઇ રહ્યા છે. હવે આ આતંકીઓને પકડવા પાછળની કહાની વિશે જાણકારી બહાર આવી છે. જેમાં જાણવા મળ્યું છે કે કઈ રીતે આતંકવાદીઓને પકડવા માટે ATSના એક કર્મચારી મહિનાઓ સુધી આતંકીઓના કેમ્પમાં જ રહ્યા હતા. દેશની સુરક્ષા એજન્સીઓ રૉ અને આઈબી જે રીતે ઓપરેશનો પાર પાડે છે એ જ રીતે એમપી એટીએસે આ ઓપરેશનને અંજામ આપ્યો હતો.

    મધ્ય પ્રદેશ પોલીસના એક કોન્સ્ટેબલે આતંકી સંગઠન HuT સાથે સંકળાયેલા આતંકીઓને પકડવા અને તેમનાં આતંક ફેલાવવાનાં કાવતરાંને ખુલ્લાં પાડવા ખૂબ અગત્યની ભૂમિકા ભજવી હતી. તેમણે લગભગ 4 મહિના સુધી આ સંગઠનમાં રહીને અત્યંત હોંશિયારીથી તેની તમામ માહિતી ભેગી કરી, જેના કારણે આ આખું ઓપરેશન સફળતાપૂર્વક પાર પડ્યું.

    ATSની યોજના મુજબ તેમના એક કર્મચારી આ આતંકવાદી સંગઠનના શંકાસ્પદ લોકો પર સતત નજર રાખી રહ્યા હતા. દરરોજ સવારે જીમ જતા એક શંકાસ્પદ HUT સભ્ય સાથે મિત્રતા કેળવવા ATSના આ કોન્સ્ટેબલ પોતે પણ જીમ જવા લાગ્યા. જ્યાં તેમણે આતંકવાદી જૂથના સભ્ય સાથે વાતચીત કરીને તેને એવો ભરોસામાં લીધો કે તે કટ્ટરપંથી આ કોન્સ્ટેબલને પોતાના જૂથમાં સામેલ કરવા તત્પર થઈ ગયો. સૌપ્રથમ તો આ બાહોશ કોન્સ્ટેબલે HUTના સભ્યો સાથે ગાઢ મિત્રતા કેળવી, જે બાદ તેમણે પોતે શિક્ષિત હોવાનું અને ખાનગી કામ કરતા હોવાનું જણાવ્યું, ધીમે-ધીમે આ કોન્સ્ટેબલે આ જૂથમાં એવું સ્થાન લઈ લીધું કે તે તમામના ભરોસાપાત્ર બની ગયા અને ઓપરેશનનો પ્રથમ તબક્કો પૂર્ણ થયો.

    - Advertisement -

    થોડા સમય બાદ ભરોસો મજબૂત કરવા કોન્સ્ટેબલે પોતે હિંદુમાંથી મુસ્લિમ બનવાની ઈચ્છા જાહેર કરી, જે બાદ તેમને HUTની ગુપ્ત બેઠકોમાં પણ સામેલ કરવામાં આવ્યા અને કટ્ટરપંથના ઝેરથી ભરપુર પુસ્તકો પણ વાંચવા માટે આપવામાં આવ્યાં. કોન્સ્ટેબલ પણ પીઢ અભિનેતા માફક કટ્ટરતાની બોલી બોલવા લાગ્યા, કહેવા લાગ્યા કે તેમને ઈસ્લામ ગમે છે અને જાતિવાદના કારણે પોતે ધર્માંતરણ કરવા માંગે છે. આ બધા વચ્ચે આ કોન્સ્ટેબલ ATSને તમામ મહત્વપૂર્ણ જાણકારીઓ પહોંચાડતા રહ્યા. ATSએ તમામ મહત્વપૂર્ણ જાણકારીઓ ભેગી કરી અને જરૂરી ઈનપુટ મળતાની સાથે જ હિઝ્બ-ઉત-તહરીરના 16 આતંકવાદીઓને અલગ-અલગ જગ્યા પરથી ઝડપી લેવામાં આવ્યા.

    ઉલ્લેખનીય છે કે હિઝ્બ-ઉત-તહરીરના 16 સભ્યોની મધ્યપ્રદેશ ATSએ ભોપાલ, છીંદવાડ, અને હૈદરાબાદથી ધરપકડ કરી હતી. હાલ આ તમામ લોકો જેલના સળિયા પાછળ છે, ગત ગુરુવાર (25 મે 2023)થી NIA આ આખા મામલાની તપાસ કરી રહી છે. ઝડપાયેલા આ 16 HUT સભ્યોમાંથી 8 જણા તેવા છે જે પહેલાં હિંદુ હતા અને તેમનું બ્રેઈનવૉશ કરીને તેમને મુસ્લિમ બનાવવામાં આવ્યા હતા. કેટલાકે તો હિંદુ યુવતીઓ સાથે લગ્ન કરી તેમનું પણ ધર્મપરિવર્તન કરાવડાવ્યું હતું. આ આખી કટ્ટરપંથી ગેંગનો આકા સલીમ હૈદરાબાદમાં ઓવૈસીનું પ્રભુત્વ ધરાવતી કોલેજમાં પ્રોફેસર હતો. સલીમ પોતે પહેલાં હિંદુ હતો અને બાદમાં તેની પત્ની અને બાળકો સાથે મુસ્લિમ બની ગયો હતો.

    સૌરભમાંથી સલીમ બનેલા આરોપીના પિતાએ આ મામલે જણાવ્યું હતું કે, તે PHD કર્યા બાદ જે કોલેજમાં ભણાવવા જતો હતો, ત્યાંના જ કમાલ નામના પ્રોફેસરે તેનું બ્રેઈનવૉશ કરી તેને મુસ્લિમ બનાવ્યો હતો. તેના ધર્માંતરણમાં ઝાકીર નાઈકનું પણ નામ સામે આવ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે HUTને ભારતની બહાર બેઠેલા તેના આકાઓ ઓપરેટ કરી રહ્યા હતા.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં