Tuesday, September 10, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટમહીસાગર: લુણાવાડાના મૌલવીએ છત્તીસગઢમાં લાખોનું બેંક ફ્રોડ આચર્યું, બસ્તર પોલીસ ટ્રાન્સફર વોરંટ...

    મહીસાગર: લુણાવાડાના મૌલવીએ છત્તીસગઢમાં લાખોનું બેંક ફ્રોડ આચર્યું, બસ્તર પોલીસ ટ્રાન્સફર વોરંટ મેળવી આરોપી રશીદ ખેરુને લઈ રવાના થઈ

    મૌલવી રશીદ ખેરું રહેમાન વિરુદ્ધ છત્તીસગઢ રાજ્યના બસ્તર જિલ્લાના બોધઘાટ પોલીસ સ્ટેશનમાં ઓનલાઈન છેતરપીંડીની કલમ 420 અને આઇટી એકટ 66 ડી મુજબ ફરિયાદ નોંધાઇ હતી. જે બાદ છત્તીસગઢ પોલીસ મૌલવી રશીદ ખેરું રહેમાનનું પગેરું શોધતી ગુજરાતના મહીસાગર જિલ્લામાં આવી પહોંચી હતી.

    - Advertisement -

    મહીસાગર જીલ્લાના લુણાવાડાના મૌલવીએ છત્તીસગઢમાં લાખોનું બેંક ફ્રોડ આચર્યું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. રશીદ ખેરુ રહેમાન નામના લુણાવાડાનો આ મૌલવી ડમી બેંક એકાઉન્ટ બનાવી ઘરે બેઠા બેઠા છત્તીસગઢમાં ઓનલાઈન ઠગાઈ કરી લાખો રૂપિયા ચાંઉ કરી ગયો હતો. જે બાદ છત્તીસગઢ પોલીસે મૌલવી રશીદ ખેરુ રહેમાનનું પગેરુ શોધી લેતા બસ્તર પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

    મળતા અહેવાલો અનુસાર લુણાવાડાના મૌલવીએ છત્તીસગઢમાં લાખોનું બેંક ફ્રોડ કરવાની આ ફરીયાદ ગત વર્ષ 2022માં દાખલ કરવામાં આવી હતી. જેમાં મૌલવી રશીદ ખેરુ રહેમાન વિરુદ્ધ છત્તીસગઢ રાજ્યના બસ્તર જિલ્લાના બોધઘાટ પોલીસ સ્ટેશનમાં ઓનલાઈન છેતરપીંડીની કલમ 420 અને આઇટી એકટ 66 ડી મુજબ ફરિયાદ નોંધાઇ હતી. જે બાદ છત્તીસગઢ પોલીસ મૌલવી રશીદ ખેરુ રહેમાનનું પગેરું શોધતી ગુજરાતના મહીસાગર જિલ્લામાં આવી પહોંચી હતી. જ્યાં તેમણે સ્થાનિક પોલીસને સાથે રાખી લુણાવાડામાંથી ફ્રોડ આચરનાર મૌલવીને ઝડપી પડ્યો હતો.

    આરોપીની ધરપકડ બાદ પોલીસ દ્વારા તેનો મેડીકલ ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. ત્યાર બાદ તેને મહીસાગર જિલ્લા ન્યાયાલયમાં હાજર કરવામાં આવ્યો હતો. જે બાદ ન્યાયાલય દ્વારા મૌલવી રશીદ ખેરુ રહેમાનના 11 એપ્રિલ સુધીના ટ્રાન્સફર રિમાન્ડ મજુર કરવામાં આવતા છત્તીસગઢ પોલીસ આરોપીને લઈ બસ્તરના બોધઘાટ જવા રવાના થઈ હતી. ઝડપાયેલો આરોપી મૌલવી છે, તેણે લુણાવાડામાં બેઠા બેઠા છત્તીસગઢના બસ્તરમાં 2 લાખ 40 હજારની ઓનલાઈન છેતરપીંડી આચરી હતી.

    - Advertisement -

    આ ઘટના બાદ મહીસાગર જિલ્લાના DYSP પી.એસ વલવીએ જણાવ્યું હતું કે, “લુણાવાડામાં જ રહેતા મૌલવી રશીદ ખેરુ રહેમાને ખોટા બેંક એકાઉન્ટ બનાવીને કમીશન આપવાના બહાને છત્તીસગઢના બસ્તર જિલ્લાના કેટલાક લોકો સાથે 2 લાખ 40 હજારથી વધુની છેતરપીંડી આચરી હતી. જે બાદ બસ્તર જિલ્લાના બોધઘાટ પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર નરેન્દ્ર યાદવ તપાસ માટે આવ્યાં હતા અને પોલીસની મદદ માંગી હતી. જે બાદ લુણાવાડા પોલીસના સહયોગથી આરોપીને ઝડપી લેવામાં સફળતા મળી હતી.

    હાલ આરોપી મૌલવી રશીદ ખેરુ રહેમાન અનસ વિરુદ્ધ કલમ 420 અને આઇટી એકટ 66 ડી સહીત ધારાધોરણસર ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. હાલ આરોપીના ટ્રાન્સફર રિમાન્ડ મેળવી છત્તીસગઢ પોલીસ તેને લઈ રવાના થઇ ચુકી છે.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં