Tuesday, May 7, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટલખનૌ: ‘ટીલે વાલી મસ્જિદ’ કેસમાં મુસ્લિમ પક્ષને મોટો ફટકો, કોર્ટે અરજી ફગાવી;...

    લખનૌ: ‘ટીલે વાલી મસ્જિદ’ કેસમાં મુસ્લિમ પક્ષને મોટો ફટકો, કોર્ટે અરજી ફગાવી; હિંદુ પક્ષની અરજી પર સુનાવણી માટે માર્ગ મોકળો બન્યો

    લખનૌમાં લક્ષ્મણ ટીલા પર બનાવવામાં આવેલી મસ્જિદ પર વાંધો ઉઠાવીને હિંદુ પક્ષ દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે આ સ્થાન પર ટીલેશ્વર મંદિર હતું

    - Advertisement -

    ઉત્તર પ્રદેશના લખનૌમાં લક્ષ્મણ ટીલા ખાતે આવેલી ‘ટીલે વાલી મસ્જિદ’ વિવાદ પણ હવે કોર્ટમાં પહોંચ્યો છે. શિવાલય પર બનાવવામાં આવેલા આ મસ્જિદના ઢાંચામાં પૂજા કરવા માટે હિંદુઓ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને કોર્ટે સુનાવણી યોગ્ય માની છે અને મુસ્લિમ પક્ષની દલીલો ફગાવી દીધી છે. 

    લખનૌમાં લક્ષ્મણ ટીલા પર બનાવવામાં આવેલી મસ્જિદ પર વાંધો ઉઠાવીને હિંદુ પક્ષ દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે આ સ્થાન પર ટીલેશ્વર મંદિર હતું, જેના ઉપર આ મસ્જિદનો ઢાંચો તૈયાર કરવામાં આવ્યો છે. હિંદુ પક્ષે તેવો પણ દાવો કર્યો હતો કે હિંદુ શિવાલયમાં તોડફોડ કરીને તેને ગંભીર નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું.

    લાંબા ચાલેલા વિવાદ બાદ હિંદુ પક્ષે મસ્જિદની અંદર આવેલા મૂળભૂત મંદિર પર માલિકીનો અને પૂજા અર્ચના કરવા દેવા માટેનો દાવો માંડ્યો હતો. તો મુસ્લિમ પક્ષે આ અરજીને સુનાવણી યોગ્ય ન હોવાની દલીલ કરી હતી. જોકે સિવિલ જજે મુસ્લિમ પક્ષની દલીલો ન સાંભળતા કહ્યું હતું કે, હિંદુ પક્ષની યાચિકા સુનાવણી યોગ્ય છે.

    - Advertisement -

    ત્યારબાદ સિવિલ જજના આ નિર્ણય પર મુસ્લિમ પક્ષે એડીજે કોર્ટમાં રિવિઝન પીટીશન દાખલ કરાવીને પડકાર ફેંક્યો હતો. જેના પર આજે મુસ્લિમ પક્ષની અરજીને ઉપલી અદાલતે ફગાવીને મોટો ઝાટકો આપ્યો હતો. જેથી હવે હિંદુ પક્ષની અરજી પર સુનાવણી કરી શકાશે.

    નોંધનીય છે કે હિંદુ પક્ષનું કહેવું છે કે જે લક્ષ્મણ ટીલા પર હાલ ‘ટીલે વાલી મસ્જિદ’ સ્થિત છે ત્યાં મૂળ રૂપે ભગવાન શિવનું ટીલેશ્વર મહાદેવ મંદિર હતું. જ્યાં હિંદુ પક્ષે પૂજા અર્ચના અને અન્ય ધાર્મિક વિધિ વિધાન કરવા માટે અરજી દાખલ કરી હતી. જેના વિરુદ્ધમાં ટીલેવાલી મસ્જિદના ઈમામે કોર્ટમાં અરજી આપી હતી કે વર્ષ 1991ના પ્લેસ ઓફ વર્શીપ એક્ટના અનુસંધાનમાં આ મામલો સુનાવણી કરવા યોગ્ય નથી. પરંતુ આજે કોર્ટે મસ્જિદના ઈમામ દ્વારા દાખલ કરેલી આ અરજી ફગાવી દીધી હતી. ત્યારબાદ હવે હિંદુ પક્ષની અરજી પર સુનાવણી થવાનો રસ્તો મોકળો બની ગયો છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં