Wednesday, May 1, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટલખનૌમાં લવ જેહાદ: ધર્માંતરણ અને નિકાહની ના પાડતા સુફિયાને નિધિને ચોથા માળથી...

    લખનૌમાં લવ જેહાદ: ધર્માંતરણ અને નિકાહની ના પાડતા સુફિયાને નિધિને ચોથા માળથી ફેંકી: ફરિયાદ દાખલ પણ હત્યારો ફરાર

    આ દરમિયાન સુફિયાને પહેલાતો તેમને ધમકીઓ આપી અને પછી નિધિને ધાબા પરથી ધક્કો મારી દીધો હતો. આ પછી તેને હોસ્પિટલ લઈ જવામાં આવી પણ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.

    - Advertisement -

    આફતાબે કરેલી શ્રદ્ધા વોકરની હત્યાની અરેરાટીમાંથી હજુ આખો દેશ બહાર આવે એ પહેલા જ લખનૌથી બીજી એક આવી જ ઘટના સામે આવી છે, જેમાં કટ્ટરવાદી મુસ્લિમ યુવક દ્વારા 19 વર્ષીય નિધિ નામની હિંદુ યુવતીની હત્યા કરવામાં આવી છે, વાસ્તવમાં ધર્માંતરણ અને નિકાહની ના પાડતા સુફિયાને નિધિને ચોથા માળથી ફેંકી દીધી હતી, જમીન પર પટકાતાની સાથે જ લોહીના ખાબોચિયામાં તડફડીને મોતને ભેટી હતી.

    મળતા અહેવાલો અનુસાર આ ઘટના દક્ષિણ લખનૌના દુબગ્ગા પોલીસ સ્ટેશન વિસ્તારની છે. નિધિનો પરિવાર અહીં ડુડા કોલોનીના બ્લોક 41માં રહે છે. હાઈસ્કૂલ સુધી ભણેલી નિધિ બ્યુટી પાર્લરનું કામ શીખી રહી હતી. સુફિયાન પણ તેના પરિવાર સાથે બાજુના બ્લોક નંબર 40માં રહે છે. તે ઘણાં લાંબા સમયથી નિધિની પાછળ હતો.

    સુફિયાન નિધિ પર ધર્મ પરિવર્તન અને નિકાહ કરવા માટે દબાણ કરતો હતો. તેના ત્રાસથી કંટાળીને નિધિના પરિવારે નિધિને થોડો સમય તેના મોસાળમાં પણ મોકલી દીધી હતી. નિધિ લાંબા સમય બાદ ઘરે પાર્ટ ફરતા સુફિયાને ફરી એજ માંગણીઓ કરી હતી, આ વખતે પણ ધર્માંતરણ અને નિકાહની ના પાડતા સુફિયાને નિધિને ચોથા માળથી ફેંકી દીધી હતી.

    - Advertisement -

    સુફિયાન નો પરિવાર પણ શામેલ

    આ ઘટના બાદ નિધિની માતાનું કહેવું છે કે સુફિયાન તેની દીકરીનો વીડિયો બનાવીને તેને માનસિક ટોર્ચર કરતો હતો. જ્યારે તેમણે આ અંગે સુફિયાનની અમ્મીને ફરિયાદ કરી તો તેમણે કથિત રીતે તેને બંનેના નિકાહ કરવી દેવાનું કહ્યું હતું. રિપોર્ટ અનુસાર પીડિતાની માતાની ફરિયાદ પર સુફિયાન વિરુદ્ધ હત્યા અને ધર્માંતરણની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

    શું હતી આખી ઘટના

    સુફિયાન પર મૃતક યુવતીનો વીડિયો વાયરલ કરવાની ધમકી આપવાનો આરોપ છે. કહેવામાં આવી રહ્યું છે કે સુફીયાન નિધિને છેલ્લા 15 દિવસથી માનસિક ત્રાસ આપતો હતો. આ દરમિયાન તે નિધિ પર ધર્મ પરિવર્તન કરીને મુસ્લિમ બની જવા માટે દબાણ કરી રહ્યો હતો. આનાથી કંટાળીને નિધિની માતાએ મંગળવારે તેમના ભાઈને ફોન કર્યો હતો. તેઓ સુફીયાનના ઘરે જઈ રહ્યા હતા. આ દરમિયાન સુફિયાને પહેલાતો તેમને ધમકીઓ આપી અને પછી નિધિને ધાબા પરથી ધક્કો મારી દીધો હતો. આ પછી તેને હોસ્પિટલ લઈ જવામાં આવી પણ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. આ દરમિયાન સુફિયાન ત્યાંથી ફરાર થઇ ગયો હતો. દિલ્હી શ્રદ્ધાની હત્યા બાદ લખનૌની આ ઘટનાથી ફરી એક વાર દેશમાં ચર્ચાનો માહોલ બનાવ્યો છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં