Thursday, April 25, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટલખનૌમાં બિલ્ડીંગ ધરાશાયી થવાના કેસમાં સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય શાહિદ મંજૂરનો પુત્ર નવાઝિશ...

    લખનૌમાં બિલ્ડીંગ ધરાશાયી થવાના કેસમાં સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય શાહિદ મંજૂરનો પુત્ર નવાઝિશ કસ્ટડીમાં: અલાયા એપાર્ટમેન્ટમાં હતો ભાગીદાર

    મેરઠના સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય શાહિદ મંજૂરના પુત્ર નવાઝિશ શાહિદને SOG ટીમે કસ્ટડીમાં લીધો હતો અને મંગળવારે મોડી રાત્રે મેરઠથી લખનૌ લઈ જવામાં આવ્યો હતો. નવાજીશનું નામ આ પહેલા પણ ઘણા વિવાદોમાં આવી ચુક્યું છે.

    - Advertisement -

    ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાજધાની લખનૌના વઝીર હસન રોડ પર બહુમાળી ઈમારત અલાયા એપાર્ટમેન્ટ ધરાશાયી થવાની ઘટનાની નોંધ લીધી છે. એકબાજુ બચાવ કામગીરી ચાલી રહી છે ત્યારે આ દુર્ઘટના માટે જવાબદાર લોકો સામે પણ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ કેસમાં સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય શાહિદ મંજૂરના પુત્ર નવાઝિશને પોલીસે મેરઠથી નવાઝિશમાં લીધો છે. મોડી રાત્રે પૂછપરછ બાદ નવાઝિશને લખનૌ મોકલી દેવામાં આવ્યો હતો.

    અહેવાલો મુજબ, અલાયા એપાર્ટમેન્ટ યઝદાન બિલ્ડરે બનાવ્યું હતું અને બિલ્ડિંગની જમીનનો કરાર નવાઝિશના નામે છે. એસપી સિટી પિયુષ સિંહે પુષ્ટિ કરી કે નવાઝિશને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. બીજી તરફ ડીજીપી ડીએસ ચૌહાણે જણાવ્યું કે “આ કેસમાં હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. નવાઝિશને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. અત્યારે અમારું સંપૂર્ણ ધ્યાન બચાવ કામગીરી પર છે. આ મામલે હવે એફઆઈઆર દાખલ કરવામાં આવશે. તપાસમાં જે પણ દોષિત હશે તેને બક્ષવામાં આવશે નહીં.”

    મહત્વની વાત એ છે કે ઈમારતનું નામ પણ નવાઝિશની પુત્રી જલયાના નામ પરથી રાખવામાં આવ્યું છે. એટલું જ નહીં, શહીદ મંજૂરની પુત્રી પણ આ જ બિલ્ડિંગમાં રહેતી હતી. હાલમાં પોલીસે બિલ્ડીંગના બાંધકામ અને તેની સાથે જોડાયેલા લોકોને નોટિસ ફટકારી છે અને કહ્યું છે કે તેઓ શહેર છોડીને નહીં જાય.

    - Advertisement -

    નોંધનીય છે કે રવિવારે સાંજે લગભગ 6.30 વાગ્યે, અલાયા એપાર્ટમેન્ટ તૂટી પડ્યું હતું. અકસ્માત થયો ત્યારે એપાર્ટમેન્ટમાં 7 પરિવારોના 20 જેટલા લોકો હાજર હતા. અત્યાર સુધીમાં 14 લોકોને બચાવીને બહાર કાઢવામાં આવ્યા છે. કાટમાળ નીચે દટાયેલા બેથી ત્રણ લોકોનું લોકેશન ટ્રેસ કરવામાં આવ્યું છે. આ આશ્ચર્યની વાત છે કે અત્યાર સુધી કોઈનું મૃત્યુ થયું નથી.

    ધારાસભ્ય શાહિદ મંજૂરનું નિવેદન

    2003માં નવાઝિશ અને તારિકના નામે ચારસો ગજ જમીન ખરીદી હતી. જેમાં 100 યાર્ડમાં રોડ બનાવવામાં આવ્યો હતો અને બાકીના ભાગમાં એપાર્ટમેન્ટ બનાવવામાં આવ્યું હતું જેમાં 12 ફ્લેટ છે.

    ધારાસભ્ય શાહિદ મંજૂરે આ વિષયમાં કહ્યું, “2005માં, ફ્લેટ તૈયાર કરીને 10 લોકોને વેચવામાં આવ્યા હતા, અમારી પાસે બે છે. મારી દીકરી તેમાં રહેતી હતી. ચાલુ સમારકામ અને બાંધકામના કામને કારણે તે થોડા સમય પહેલા અહીંથી શિફ્ટ થઈ ગઈ હતી. એપાર્ટમેન્ટના બાંધકામની જવાબદારી બિલ્ડરની હતી. અમે જ જમીનના માલિક છીએ.”

    આ વિષયમાં હાલ પોલીસ તપાસ ચાલી રહી છે. સાથે જ ઘટનાસ્થળ પર બચાવ કાર્ય પણ ચાલી રહ્યું છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં