Thursday, April 25, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટતૌકીરે રાજ બનીને હિંદુ યુવતી સાથે લગ્ન કર્યાં, ઓળખ છતી થતાં ધર્માંતરણ...

    તૌકીરે રાજ બનીને હિંદુ યુવતી સાથે લગ્ન કર્યાં, ઓળખ છતી થતાં ધર્માંતરણ માટે કર્યું દબાણ: પૂજાપાઠ કરતાં રોકી નમાઝ પઢવા પણ કહ્યું

    રહેણીકહેણી જોઈને યુવતીને શંકા ગઈ હતી, પરંતુ ત્યારબાદ પણ રાજે કંઈ જણાવ્યું ન હતું. થોડા સમય બાદ આસપાસના લોકો પાસેથી યુવતીને જાણવા મળ્યું કે જેને તે રાજ સમજીને પરણી છે તે ખરેખર તૌકીર છે.

    - Advertisement -

    બિહારના કટિહારમાંથી એક લવજેહાદ કેસ સામે આવ્યો છે. અહીં એક મુસ્લિમ યુવકે હિંદુ યુવતી સાથે ઓળખ છુપાવીને લગ્ન કરી લીધા બાદ ધર્મપરિવર્તન કરી રહ્યો હોવાનું અહેવાલો જણાવી રહ્યા છે. આરોપીએ પીડિતા સાથે ફેસબુકના માધ્યમથી મિત્રતા કરી હતી. 

    આરોપી તૌકીર અને પીડિતાનાં લગ્ન છ વર્ષ પહેલાં થયાં હતાં. તેમની એક 11 વર્ષની પુત્રી પણ છે. અસલિયત છતી થઇ ગયા બાદ મહિલા તલાક લેવા માંગે છે, પરંતુ તૌકીર તેને છોડવા માટે તૈયાર નથી. એટલું જ નહીં પરંતુ તે તેને અને તેના પરિવારને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી રહ્યો છે. આખરે મહિલા પોલીસના શરણે ગઈ છે. 

    29 વર્ષીય યુવતીએ જણાવ્યું કે, 2015માં ફેસબુક મારફતે તેની તૌકીર સાથે ઓળખાણ થઇ હતી. તેણે રાજ રાજપૂત નામથી આઈડી બનાવી હતી અને યુવતીને પણ નામ રાજ જ જણાવ્યું હતું. ત્યારબાદ બંનેએ એકબીજાના નંબરની પણ આપલે કરી હતી અને બંને મળતાં પણ હતાં. 

    - Advertisement -

    એક વર્ષ બાદ 2016માં બંનેની સગાઈ થઇ હતી, પરંતુ યુવકના પરિવારમાંથી કોઈ આવ્યું ન હતું. ત્યારબાદ બંનેએ કોર્ટમાં લગ્ન કરી લીધાં હતાં. લગ્ન બાદ તે યુવતીને તેની બહેનના ઘરે લઇ ગયો હતો, પરંતુ તેને બહાર નીકળવા દેતો ન હતો. 

    ત્યાં થોડા સમય રહ્યા બાદ તેમની રહેણીકહેણી જોઈને યુવતીને શંકા ગઈ હતી, પરંતુ ત્યારબાદ પણ રાજે કંઈ જણાવ્યું ન હતું. થોડા સમય બાદ આસપાસના લોકો પાસેથી યુવતીને જાણવા મળ્યું કે જેને તે રાજ સમજીને પરણી છે તે ખરેખર તૌકીર છે. એટલું જ નહીં, પરંતુ તે પહેલેથી જ પરણિત છે અને એક 11 વર્ષની પુત્રી પણ છે. 

    યુવતીએ આ બાબતે પૂછતાં આરોપીએ ધમકી આપી હતી અને કહ્યું કે, જો તે ચૂપચાપ તેની સાથે નહીં રહે અને છોડવાના પ્રયત્નો કરશે તો તે તેને મારી નાંખશે. યુવતીએ એમ પણ જણાવ્યું કે, ત્યારબાદ તે ધર્મ પરિવર્તન કરી લેવા માટે દબાણ કરવા લાગ્યો હતો અને પૂજા-પાઠ કરવાનો પણ ઈનકાર કરતો હતો. એટલું જ નહીં પરંતુ નમાઝ પઢવા માટે અને મુસ્લિમ મહિલાઓની જેમ કપડાં પહેરવા માટે મજબુર કરતો હતો. 

    ત્યારબાદ તૌકીર દુબઇ ભાગી ગયો હતો. ફરિયાદ છે કે તે ત્યાંથી પણ સતત યુવતીને ધમકાવી રહ્યો છે. બીજી તરફ, યુવતીએ તૌકીરના પરિજનો પર પણ મારપીટનો અને ઘરમાં બળજબરીથી કેદ કરી રાખવાનો આરોપ લગાવ્યો હતો અને કહ્યું કે તેમણે તેનો મોબાઈલ ફોન પણ લઇ લીધો હતો. આખરે તે ઘરેથી ભાગી આવી હતી અને ફરિયાદ નોંધાવી હતી. 

    લવજેહાદ અને ધર્મપરિવર્તન કેસ મામલે પોલીસે ફરિયાદને આધારે કેસ દાખલ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં