Saturday, October 5, 2024
More
    હોમપેજગુજરાતલોકસભા સામાન્ય ચૂંટણી: મત ગણતરીને લઈને અમદાવાદ પોલીસ સજ્જ, પોલીસ કમિશનરનું જાહેરનામુ,...

    લોકસભા સામાન્ય ચૂંટણી: મત ગણતરીને લઈને અમદાવાદ પોલીસ સજ્જ, પોલીસ કમિશનરનું જાહેરનામુ, જાણો કયા રસ્તાઓ રહેશે બંધ

    સેક્ટર 1 પોલીસ કમિશનર નીરજ કુમાર બડગુજરે જણાવ્યું હતું કે, "બંને મત ગણતરી કેન્દ્રો પર એક-એક ડીસીપી, એસીપી, પીઆઈ તેમજ પોલીસ કર્મચારીઓના કાફલો મળીને 12 જેટલા કર્મચારીઓ સુરક્ષામાં ખડે પગે રહેશે. કેન્દ્રોની બહારના રોડથી લઈને કેન્દ્રના ગેટ સુધી પોલીસ રહેશે. ગેટની અંદર એસઆરપી જવાનો સુરક્ષા જોશે."

    - Advertisement -

    લોકસભાની ચૂંટણીના તમામ તબક્કાઓ પૂર્ણ થઇ ચુક્યા છે. ચૂંટણી પંચ દ્વારા મત ગણતરી કરવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તેવામાં અમદાવાદમાં પણ ગુજરાત કૉલેજ અને એલ.ડી એન્જિનિયરીંગ કૉલેજ ખાતે મત ગણતરી કેન્દ્ર બનાવવામાં આવ્યા છે. અમદાવાદમાં થનાર મત ગણતરીને લઈને પોલીસ સજ્જ છે. શહેરના પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડીને સુરક્ષા તૈયારીઓ માટે સૂચનો આપી દીધા છે.

    મળતી માહિતી અનુસાર સેક્ટર 1 પોલીસ કમિશનર નીરજ કુમાર બડગુજરે જણાવ્યું હતું કે, “બંને મત ગણતરી કેન્દ્રો પર એક-એક ડીસીપી, એસીપી, પીઆઈ તેમજ પોલીસ કર્મચારીઓના કાફલો મળીને 12 જેટલા કર્મચારીઓ સુરક્ષામાં ખડે પગે રહેશે. કેન્દ્રોની બહારના રોડથી લઈને કેન્દ્રના ગેટ સુધી પોલીસ રહેશે. ગેટની અંદર એસઆરપી જવાનો સુરક્ષા જોશે. સાથે જ મત ગણતરી થશે તે કક્ષની અંદર અને બહાર હથિયારબંધ BSF તેમજ સેન્ટ્રલ એજન્સીના જવાનો સુરક્ષા આપશે.”

    બીજી તરફ મત ગણતરીને લઈને અમદાવાદમાં કેટલાક રસ્તાઓ બંધ કરવાના આદેશ પણ આપી દેવામાં આવ્યા છે. પ્રાથમિક માહિતી અનુસાર ગુજરાત કૉલેજ અને એલડી એન્જી. કૉલેજમાં 4 જૂનના રોજ મત ગણતરી થવાની છે જેને લઈને બંને કેન્દ્રોના 100 મીટરના દાયરામાં સામાન્ય લોકોના પ્રવેશને પ્રતિબંધિત કરી દેવામાં આવ્યો છે. સાથે જ કોમર્સ કૉલેજ બિલ્ડીંગથી ગુજરાત કૉલેજ કેમ્પસ, એલીસબ્રીજ ઇન્દર રેસી. થી ગુજરાત કૉલેજ થઈ નાનાલાલ ઓવર બ્રીજ સુધીના માર્ગ પર વાહનોની અવર-જવર પણ પ્રતિબંધિત કરવામાં આવી છે.

    - Advertisement -

    ગુજરાતમાં મત ગણતરીને લઈને ત્રણ સ્તરમાં સુરક્ષા કવચ

    ઉલ્લેખનીય છે કે ગણતરી કેન્દ્રો પર ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પોલીસ મહાનિદેશક (કાયદો અને વ્યવસ્થા) શમશેર સિંઘ અને લોકસભા સામાન્ય ચૂંટણી-2024ના પોલીસ નોડલ અધિકારી દ્વારા તમામ પોલીસ કમિશનર્સ, રેન્જ આઈજી તથા પોલીસ અધિક્ષકોને ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવા સૂચના આપવામાં આવી છે. આ માટે એક પત્ર જાહેર કરીને માહિતી આપવામાં આવી છે.

    પત્રમાં જણાવ્યા અનુસાર મતગણતરી કેન્દ્ર ખાતેના હોલમાં કાઉન્ટિંગ સુપરવાઈઝર, કાઉન્ટિંગ આસિસ્ટન્ટ્સ, માઈક્રો-ઑબ્ઝર્વર્સ, ECI દ્વારા અધિકૃત વ્યક્તિઓ, ચૂંટણીના સંબંધમાં ફરજ પરના સાર્વજનિક સેવકો, ઉમેદવારો, ચૂંટણી એજન્ટો અને મતગણતરી એજન્ટોને પ્રવેશ મળી રહે તે માટે નિયમોનુસાર કાર્યવાહી કરવા તથા અન્ય કોઈપણ અનધિકૃત વ્યક્તિને મતગણતરી સ્થળે પ્રવેશવાની મંજૂરી નહી આપવા જણાવવામાં આવેલ છે. સાથે જ મત ગણતરી કેન્દ્રો પર મોબાઈલ/આઈ-પેડ, લેપટોપ, સ્માર્ટ વોચ અને અન્ય સ્માર્ટ ઈલેક્ટ્રોનિક ઉપકરણો અથવા કોઈપણ રેકોર્ડીંગ ઉપકરણો પ્રતિબંધિત કરવામાં આવ્યા છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં