ચૂંટણી જાહેર થઈ ત્યારથી લઈને આજ સુધી પીએમ મોદીએ લગભગ 206 જેટલી રેલીઓ અને રોડ શો કર્યા છે, જેમાંથી મોટાભાગની રેલીઓ છે. આ સિવાય તેમણે અનેક મીડિયા સંસ્થાઓને ઈન્ટરવ્યુ પણ આપ્યા છે.
આ ચૂંટણી દરમિયાન વડાપ્રધાન મોદીએ ન્યૂઝ એજન્સીઓ, ટીવી ન્યૂઝ ચેનલો, અખબારો વગેરેને 80 જેટલાં ઈન્ટરવ્યુ આપ્યાં છે. જેમાં તમામ ભાષાનાં પ્રકાશનો આવી ગયાં. તેમણે હિન્દી, અંગ્રેજી, ગુજરાતી, મરાઠી, આસામી, દક્ષિણ ભારતની ભાષાઓ તમામ ભાષાનાં પ્રકાશનો સાથે આ ચૂંટણી દરમિયાન વાતચીત કરી અને પ્રશ્નોના જવાબો આપ્યા.
In the Lok Sabha Election 2024 campaign, PM Modi conducted 206 rallies, events, and roadshows while also participating in 80 interviews pic.twitter.com/zaKykr6j1U
— IANS (@ians_india) May 30, 2024
આ લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન મોદીએ તમિલનાડુના કન્યાકુમારીથી જાહેરસભાઓની શરૂઆત કરી હતી. 16 માર્ચ, 2024ના રોજ તેમણે કન્યાકુમારીમાં વિશાળ રેલીને સંબોધિત કરી હતી. જ્યારે તેમની અંતિમ સભા પંજાબના હોશિયારપુરમાં થઈ. પંજાબની તમામ 13 લોકસભા બેઠકો પર અંતિમ તબક્કામાં 1 જૂને મતદાન હાથ ધરવામાં આવશે.
પ્રચાર પૂર્ણ કર્યા બાદ હવે પીએમ મોદી ફરી કન્યાકુમારી પહોંચ્યા છે, જ્યાં 2 દિવસ ધ્યાન-સાધના કરશે. તેઓ કન્યાકુમારી સ્થિત વિવેકાનંદ રૉક મેમોરિયલ પહોંચી રહ્યા છે. આ એ જ સ્થાન છે જ્યાં માતા પાર્વતીએ તપસ્યા કરી હતી અને અહીં જ સ્વામી વિવેકાનંદને જ્ઞાનની પ્રાપ્તિ થઈ હતી. તેઓ અહીં 2 દિવસ રોકાશે અને 1 જૂનના રોજ પરત ફરશે.
નોંધવું જોઈએ કે દર ચૂંટણીમાં પ્રચાર પૂર્ણ કર્યા બાદ પીએમ મોદી આવી આધ્યાત્મિક યાત્રા કરતા રહ્યા છે. વર્ષ 2019માં તેઓ કેદારનાથ પહોંચ્યા હતા અને ધ્યાન ધર્યું હતું. હવે આ વખતે તેઓ કન્યાકુમારી પહોંચ્યા છે.
Tamil Nadu | Prime Minister Narendra Modi arrives in Kanniyakumari where he will meditate from 30th May evening to 1st June evening.
— ANI (@ANI) May 30, 2024
PM Modi will meditate day and night at the same place where Swami Vivekanand did meditation, at the Dhyan Mandapam.
(File pic) pic.twitter.com/btMbJilVm9
દોઢ મહિના કરતાં વધુ સમય ચાલેલી લોકસભા ચૂંટણી હવે અંત તરફ છે. 6 તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે અને અંતિમ તબક્કા માટે 1 જૂનના રોજ બાકીની બેઠકો પર મતદાન થશે. 4 જૂનના રોજ પરિણામ જાહેર થશે અને નક્કી થઈ જશે કે દેશની કમાન આગામી 5 વર્ષ માટે કોના હાથમાં રહેશે.