Saturday, September 14, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ'હાલ અહીંયા હિંદુઓ ફક્ત ડરેલા છે એમ કહેવું કદાચ પૂરતું નહીં ગણાય':...

    ‘હાલ અહીંયા હિંદુઓ ફક્ત ડરેલા છે એમ કહેવું કદાચ પૂરતું નહીં ગણાય’: યુકેના લેસ્ટર રમખાણોના સાક્ષીએ જણાવી જમીની વાસ્તવિકતા

    ઇંગ્લેન્ડના લેસ્ટરમાં હિંદુ મુસ્લિમ રમખાણોની ભયાનકતા અહીં વસેલા એક ગુજરાતી મહિલાએ એક ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં વર્ણવી હતી. આ બાબતે સ્થાનિક મિડિયાનું કવરેજ કેવી રીતે હિંદુ વિરોધી રહ્યું હતું તે પણ તેમણે જણાવ્યું હતું.

    - Advertisement -

    તાજેતરમાં પૂર્વ લેસ્ટરમાં એક હિંદુ મંદિરમાં તોડફોડ કરવામાં આવી હતી અને મુસ્લિમ કટ્ટરપંથીઓ દ્વારા તેની બહારનો ભગવો ધ્વજ નીચે ઉતારવામાં આવ્યો હતો, જેના કારણે યુકે શહેરમાં રમખાણો અને હિંસા ભડકી હતી. આ વિષયમાં એક સ્થાનિક અને ભારતીય વંશના રહેવાસીએ મીડિયા સાથે હાલની વાસ્તવિકતા વિષે વિસ્તારથી વાત કરી છે.

    યુકે શહેરમાં હિંદુ મંદિર પર થયેલા હુમલાના પ્રત્યક્ષદર્શી દિશિતા સોલંકીએ ઈન્ડિયા ટુડે ટીવીને જણાવ્યું હતું કે, ‘લેસ્ટર અત્યારે રહેવા માટે એક ડરામણી જગ્યા બની ગઈ છે.’

    “આ ક્ષણે તે મુખ્યત્વે લેસ્ટરમાં થઈ રહ્યું છે. નોટિંગહામ અને બર્મિંગહામ જેવા અન્ય શહેરો પણ છે જેને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. મારા સંબંધીઓ ઘણા શહેરોમાં રહે છે. મને તે બધાના સંદેશા આવ્યા છે કે અન્ય શહેરોમાં પણ અમુક ખાસ વિસ્તારોમાં આવું થઇ રહ્યું છે. તેથી, ડરવું એ હકીકતને અન્યાય કરવા જેવું છે. જો તમારા ઘર પર હુમલો થાય જ્યારે કોઈ તમારો દરવાજો ખખડાવશે અને લોકો શેરીઓમાં અલ્લાહ-હુ-અકબરની બૂમો પાડતા ફરતા હોય, તો તમે ગભરાઈ જશો. કોઈપણ ડરશે,” સોલંકીએ કહ્યું.

    - Advertisement -

    “મને પ્રમાણિક રીતે લાગે છે કે, અત્યાર સુધી રિપોર્ટિંગ અત્યંત અન્યાયી રહ્યું છે. જો હું એમ કહી શકું તો તે ખૂબ જ હિંદુ વિરોધી રહ્યો છે. અહેવાલોમાં એવું દર્શાવવામાં આવ્યું છે કે જાણે હિંદુઓ જ હુમલો કરી રહ્યા છે. હું જમીન પર છું. મેં મારી પોતાની આંખે જોયું છે. હું છેલ્લા બે-ત્રણ દિવસથી સમુદાયને ટેકો આપવા આસપાસ જઈ રહી છું, રિપોર્ટિંગ સંપૂર્ણપણે હિંદુ વિરોધી છે અને તે આ રમખાણોનું બિલકુલ વાજબી પ્રતિનિધિત્વ નથી,” શું યુકે શહેરમાં હિંસામાં મીડિયા તેમના કવરેજમાં ન્યાયી છે એવો પ્રશ્ન પૂછવા પર તેમણે જણાવ્યું.

    હિન્દૂ મંદિર પર હુમલો અને તોડફોડ

    પૂર્વ લેસ્ટરમાં એક હિંદુ મંદિરમાં તોડફોડ કરવામાં આવી હતી અને તેની બહારનો ભગવો ધ્વજ અજાણ્યા લોકો દ્વારા નીચે ઉતારવામાં આવ્યો હતો, જેના કારણે યુકે શહેરમાં રમખાણો અને હિંસા ફાટી નીકળી હતી. આ ઘટનાનો વીડિયો ઓનલાઈન સામે આવ્યા બાદ લેસ્ટરશાયર પોલીસે તપાસ શરૂ કરી છે.

    વીડિયોમાં, એક વ્યક્તિ, કાળા વસ્ત્રો પહેરેલો, લોકોના જૂથ દ્વારા લગાવાતા નારાઓ વચ્ચે, મંદિરની ટોચ પર ચઢી અને ભગવો ધ્વજ નીચે ખેંચતો જોવા મળે છે.

    “અમે જાણીએ છીએ કે મેલ્ટન રોડ પર ધાર્મિક ઈમારતની બહાર એક વ્યક્તિ ધ્વજ નીચે ખેંચતો દર્શાવતો વિડિયો ફરતો થયો છે. જ્યારે અધિકારીઓ નજીકના જાહેર અવ્યવસ્થા સાથે કામ કરી રહ્યા હતા ત્યારે આ બન્યું હોવાનું જણાય છે. અમે હિંસા અથવા અવ્યવસ્થાને સહન કરતા નથી અને ઘટનાની તપાસ કરી રહ્યા છીએ,” લેસ્ટરશાયર પોલીસે આ બાબતની નોંધ લેતા જણાવ્યું હતું.

    આ મહિને ભારત-પાકિસ્તાન એશિયા કપની મેચ બાદ હિંદુ અને મુસ્લિમ જૂથો વચ્ચે સાંપ્રદાયિક તણાવ ફાટી નીકળ્યો હોવાથી તોડફોડની ઘટના બની હતી.

    અત્યાર સુધીમાં, પોલીસે 15 લોકોની ધરપકડ કરી છે, જેમાં એક હિંસક અવ્યવસ્થા માટે અને એક ધારદાર હથિયાર રાખવા બાબતે છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં