Friday, October 4, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટNCERTએ જે મુઘલ ઈતિહાસને હટાવ્યો, તે કેરળની વામપંથી સરકાર પોતાના વિદ્યાર્થીઓને ભણાવશે:...

    NCERTએ જે મુઘલ ઈતિહાસને હટાવ્યો, તે કેરળની વામપંથી સરકાર પોતાના વિદ્યાર્થીઓને ભણાવશે: તેના માટે અલગથી છપાવશે પુસ્તકો

    જયારે CPM પશ્ચિમ બંગાળની સત્તામાં હતી ત્યારે તેણે મુઘલો દ્વારા હિંદુઓ પર કરવામાં આવેલા અત્યાચારોની ઘટના પુસ્તકોમાંથી દુર કરાવ્યા હતા.

    - Advertisement -

    નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશન રીસર્ચ એન્ડ ટર્નીંગ એટલેકે NCERTએ તાજેતરમાં ઈતિહાસ, નાગરિક શાસ્ત્ર અને હિન્દીના પાઠ્યક્રમમાં થોડા ફેરફાર કર્યા હતા. તેવામાં બીજી તરફ કેરળની સરકારે આ ફેરફારો સ્વીકારવાની ના પાડી દીધી છે. કેરળની સ્ટેટ કાઉન્સિલ ઓફ એજ્યુકેશન રીસર્ચ એન્ડ ટ્રેનીંગ એટલે કે SCERTએ નિર્ણય લીધો છે કે NCERT દ્વારા જે સામગ્રી હટાવવામાં આવી છે તેને રાજ્ય સરકારના શાળાકીય પાઠ્યપુસ્તકોમાં ઉમેરવામાં આવશે. તો અહી પ્રશ્ન ઉભો તે થાય કે શું કેરળમાં વામપંથી સરકાર અલગ પુસ્તકો છપાવીને મુઘલોનો ઈતિહાસ ભણાવશે?

    મંગળવાર 25 એપ્રિલ 2023ના રોજ કેરળના શિક્ષણ વિભાગની એક બેઠક આયોજિત કરવામાં આવી હતી. આ બેઠકમાં NCERT દ્વારા હટાવવામાં આવેલા પાઠ્યક્રમો સામેલ કરવા માટેની ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં કેરળ શિક્ષા બોર્ડે હટાવવામાં આવેલા ભાગોને પાઠ્યક્રમમાં સામેલ કરવાનો નિર્ણય લીધો હતો. શિક્ષણ વિભાગે રાજ્ય સરકાર પાસે આ નિર્ણયના અમલીકરણ માટે પરવાનગી માંગી છે. સરકાર તરફથી પરવાનગી મળતાની સાથે જ પાઠ્યક્રમમાંથી દુર કરવામાં આવેલા પાઠ કેરળની શાળાઓમાં ભણાવવામાં આવશે.

    કેરળના શિક્ષણમંત્રીએ પહેલા જ જાહેર કરી દીધું હતું કે NCERT દ્વારા હટાવવામાં આવેલા પાઠોને ફરી પાઠ્યક્રમમાં ઉમેરશે. કેરળમાં સરકાર માત્ર મુઘલોનો ઈતિહાસ ભણાવશે એવું નથી, પરંતુ તેઓ ગુજરાત રમખાણ અને ડાર્વિનના વિકાસવાદની થીયરીને પણ પોતાના પાઠ્યક્રમમાં ઉમેરવા માંગે છે.

    - Advertisement -

    કેરળ સરકારની મંજુરી મળ્યા બાદ તરત જ આ વિવાદિત વિષયો આખા રાજ્યની શાળાઓમાં ભણાવવામાં આવશે. જેના માટે વિદ્યાર્થીઓને કેરળમાં છાપવામાં આવેલી સપ્લીમેન્ટરી પુસ્તકો ઉપલબ્ધ કરાવવામાં આવશે. જે NCERTના પુસ્તકોથી અલગ રીતે શાળાઓમાં ભણાવવામાં આવશે.

    ઉલ્લેખનીય છે કે NCERTએ ધોરણ 10, 11 અને 12માંના ઈતિહાસ, નાગરિક શાસ્ત્ર અને હિન્દીના પુસ્તકોમાં ફેરફાર કર્યા છે. ઈતિહાસના પુસ્તકોમાંથી મુઘલ ઈતિહાસ સાથે સંકળાયેલી માહિતીઓ હટાવવામાં આવી છે. ગુજરાત રમખાણો અને ડાર્વિનના વિકાસવાદના સિદ્ધાંતો પણ હટાવવામાં આવ્યાં છે. આ સાથે જ હિન્દી પાઠ્યક્રમમાંથી કેટલીક કવિતાઓ સાથે કેટલાક ફકરાઓ પણ દુર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પાઠ્યક્રમમાં જે પણ બદલાવ કરવામાં આવ્યો છે, તેને ચાલુ શૈક્ષણિક સત્ર એટલે કે 2023-24થી જ લાગુ કરી દેવામાં આવ્યો છે.

    માઓવાદી સરકારે હટાવી હતી ‘મુઘલોની વાસ્તવિકતા’

    આશ્ચર્ય પમાડે તેવી બાબત તો તે છે કે જયારે CPM પશ્ચિમ બંગાળની સત્તામાં હતી ત્યારે તેણે મુઘલો દ્વારા હિંદુઓ પર કરવામાં આવેલા અત્યાચારોની ઘટના પુસ્તકોમાંથી દુર કરાવ્યા હતા. જેના માટે એક આદેશ પણ જાહેર કરાવવામાં આવ્યો હતો. આ આદેશમાં સ્પષ્ટ શબ્દોમાં લખ્યું હતું કે, “મુસ્લિમ શાસકોની ક્યારેય આલોચના ન થવી જોઈએ, મુસ્લિમ શાસકો અને આક્રમણકારીઓ દ્વારા કરવામાં આવેલા મંદિરોના વિનાશનો ઉલ્લેખ પણ ન કરવો જોઈએ.”

    ત્યારે હવે એ જ ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી (માર્ક્સવાદી)એ રાજ્યસભા સાંસદ બિનય વિશ્વમે કેન્દ્ર સરકારને એક પત્ર લખ્યો છે, આ પત્રમાં તેમણે નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશન રીસર્ચ એન્ડ ટ્રેનીંગ (NCERT)ના પુસ્તકોમાંથી મુઘલો વિશેની જાણકારી દુર કરવાને લઈને ચિંતા વ્યક્ત કરી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં