Wednesday, April 17, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટફિલ્મના પોસ્ટરમાં મા કાળીનું અપમાન કરનાર ફિલ્મમેકરે હવે શિવ-પાર્વતીની મજાક ઉડાવી, વિદેશી...

  ફિલ્મના પોસ્ટરમાં મા કાળીનું અપમાન કરનાર ફિલ્મમેકરે હવે શિવ-પાર્વતીની મજાક ઉડાવી, વિદેશી મીડિયાને કહ્યું- ભારત નફરતનું મશીન બની ચુક્યું છે

  લીનાએ 2 જુલાઈએ ટ્વિટર પર ફિલ્મ 'કાલી'નું પોસ્ટર રિલીઝ કર્યું હતું. જેમાં ‘કાલી’ બનેલી અભિનેત્રીને સિગારેટ પીતી બતાવવામાં આવી હતી. આ સાથે એક હાથમાં ત્રિશૂળ અને બીજા હાથમાં LGBTQ ધ્વજ હતો.

  - Advertisement -

  પોતાની ડોક્યુમેન્ટ્રી ફિલ્મના પોસ્ટરમાં મા કાળીને સિગરેટ પીતાં બતાવ્યા બાદ ફિલ્મનિર્માતા લીના મણિમેકલઈએ એક નવું ટ્વિટ કર્યું છે. જેમાં ભગવાન શિવ અને દેવી પાર્વતીની મજાક ઉડાવી છે. જે તસ્વીર ટ્વિટ કરવામાં આવી છે તેમાં શિવ-પાર્વતીની વેશભૂષામાં માણસોને ધુમ્રપાન કરતા દર્શાવવામાં આવ્યા છે. 

  લીનાએ 2 જુલાઈએ ટ્વિટર પર ફિલ્મ ‘કાલી’નું પોસ્ટર રિલીઝ કર્યું હતું. જેમાં ‘કાલી’ બનેલી અભિનેત્રીને સિગારેટ પીતી બતાવવામાં આવી હતી. આ સાથે એક હાથમાં ત્રિશૂળ અને બીજા હાથમાં LGBTQ ધ્વજ હતો. વિવાદ બાદ નિર્માતા લીનાએ માફી માંગવાનો ઇનકાર કરી દીધો હતો તો બીજી તરફ તેના પ્રદર્શન માટે આગ ખાન મ્યુઝિયમે માફી માંગી લીધી હતી.

  એક તરફ લીના સોશિયલ મીડિયામાં હિંદુઓ અને તેમના આરાધ્યો વિશે સતત ઝેર ફેલાવી રહ્યાં છે, તો બીજી તરફ તેમણે પોતાને અસુરક્ષિત ગણાવીને આંતરરાષ્ટ્રીય મીડિયામાં ભારત વિરોધી પ્રચાર પણ શરૂ કરી દીધો છે. તેમણે ગાર્ડિયનને ઇન્ટરવ્યૂ આપતા ભારત નફરતની મશીન બની ગયું હોવાનું કહ્યું હતું. 

  - Advertisement -

  અહેવાલમાં જણાવાયું છે કે દક્ષિણ ભારતના તમિલનાડુના મદુરાઈમાં જન્મેલાં લીના મણિમેકલઈનો ઉછેર એક હિંદુ તરીકે થયો હતો. પણ હવે તેઓ નાસ્તિક છે. ‘કાલી’ હિંદુ ધર્મ પ્રત્યે અપમાનજનક હોવાનો તેમણે ઇનકાર કરી દીધો છે. સાથે જ તેમણે સાંસ્કૃતિક અને અભિવ્યક્તિની સ્વતંત્રતાને ટાંકીને સેન્સરશિપ પર પણ વાંધો ઉઠાવ્યો છે.

  આ રિપોર્ટમાં લીનાને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, “હું જે રાજ્યમાંથી આવું છું ત્યાં કાલીને મૂર્તિપૂજક દેવી માનવામાં આવે છે. તેઓ બકરીના લોહીમાં રાંધેલું માંસ ખાય છે. શરાબ પીએ છે. બીડી (સિગારેટ) પીએ છે અને જંગલી નૃત્ય કરે છે. આ એ કાલી છે જેને મેં ફિલ્મ માટે અપનાવી છે.”

  લીનાએ દાવો કર્યો કે તેમણે ‘કાલી’નું પોસ્ટર શૅર કર્યા બાદ તેમને, તેમના પરિવારને અને સહકર્મીઓને 2 લાખથી વધુ અકાઉન્ટથી ઓનલાઇન ધમકી મળી હતી. આ માટે તેમણે દક્ષિણપંથી હિંદુ સમૂહોને જવાબદાર ઠેરવીને કહ્યું કે, “મને મારી સંસ્કૃતિ, પરંપરા અને ગ્રંથોને કટ્ટરપંથી તત્વો પાસેથી પરત લેવાનો પૂરેપૂરો અધિકાર છે. આ ટ્રોલ્સનો ધર્મ કે આસ્થા સાથે કોઈ સબંધ નથી.” સાથે તેમણે એમ પણ કહ્યું કે, ભારત સૌથી મોટી લોકશાહીથી હવે નફરતનું મશીન બની ગયું છે. જેથી તેઓ સુરક્ષિત અનુભવી રહ્યાં નથી.

  બીજી તરફ, લીના મણિમેકલઈએ કરેલા તાજેતરના ભગવાન શિવ અને દેવી પાર્વતીની મજાક ઉડાવતા ટ્વિટને લઈને નેટીઝન્સે નારાજગી વ્યક્ત કરી છે. ભાજપના નેતા શહજાદ પૂનાવાલાએ કહ્યું કે, આ કોઈ રચનાત્મક અભિવ્યક્તિ નથી, પરંતુ જાણી જોઈને ઉશ્કેરણીનો મામલો છે. તેમણે કહ્યું કે હિંદુઓને અપશબ્દો કહેવા-ધર્મનિરપેક્ષતા? હિંદુ ધર્મનું અપમાન – શું ઉદારવાદ છે? બીજેપી નેતાએ કહ્યું કે લીનાનું મનોબળ માત્ર એટલા માટે વધી રહ્યું છે કારણ કે તેઓ જાણે છે કે ડાબેરી પક્ષો, કોંગ્રેસ, ટીએમસી તેમને ટેકો આપશે.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં