Friday, November 22, 2024
More
    હોમપેજક્રાઈમબાબા સિદ્દીકી બાદ હવે મુનવ્વર ફારૂકી લોરેન્સ બિશ્નોઈ ગેંગનો નેક્સ્ટ ટાર્ગેટ- અહેવાલોમાં...

    બાબા સિદ્દીકી બાદ હવે મુનવ્વર ફારૂકી લોરેન્સ બિશ્નોઈ ગેંગનો નેક્સ્ટ ટાર્ગેટ- અહેવાલોમાં દાવો: સપ્ટેમ્બરમાં થવાનું હતું કામતમામ, સદનસીબે બચી ગયો હિંદુદ્વેષી ફારૂકી

    મુનવ્વર ફારૂકીની કથિત કોમેડી ધાર્મિક વ્યંગથી ભરેલી અને હિંદુ દેવી દેવતાઓ તથા સમુદાયોનો મજાક ઉડાવતી હતી. તે વારંવાર હિંદુ દેવી-દેવતાઓ અંગે એલફેલ બોલતો હોય છે અને પછી માફી માંગી પતાવટ કરી દેતો હોય છે અને થોડા સમય પછી ફરીથી એ જ કૃત્યો ચાલુ કરી દેતો હોય છે.

    - Advertisement -

    લોરેન્સ બિશ્નોઈ ગેંગના (Lawrence Bishnoi Gang) લોકો વર્તમાનમાં Big Boss 17ના વિજેતા અને પોતાની જાતને કોમેડિયન ગણાવતા મુનવ્વર ફારૂકીને (Munawar Faruqui) ટાર્ગેટ કરી રહ્યા હોવાનું સામે આવ્યું હતું. બાબા સિદ્દીકીના (Baba Siddique) હાઈ-પ્રોફાઈલ મર્ડર પછી, મુનવ્વર ફારૂકી ગેંગના હિટ લિસ્ટમાં હોવાનું બહાર આવ્યું છે. મુનવ્વર ફારૂકી હિંદુ દેવી-દેવતાઓ, હિંદુ સંસ્કૃતિ અને હિંદુ સમુદાયો વિષે અભદ્ર ભાષા ઉપયોગ કરવા માટે કુખ્યાત છે. અહેવાલો અનુસાર મુનવ્વરને સપ્ટેમ્બરમાં પણ ટાર્ગેટ કરવામાં આવ્યો હતો પણ તેમાં તે બચી ગયો હતો.

    અહેવાલ અનુસાર લોરેન્સ બિશ્નોઈ ગેંગની તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે સપ્ટેમ્બરમાં બે કથિત શૂટરોએ દિલ્હીમાં એક કાર્યક્રમ દરમિયાન મુનવ્વર ફારૂકીને નિશાન બનાવ્યો હતો. આ લોકો એ જ ફ્લાઈટમાં મુસાફરી કરી રહ્યા હતા જેમાં ફારૂકી બેઠેલો હતો. બાદમાં દક્ષિણ દિલ્હીની સૂર્યા હોટલમાં રોકાયા હતા, જ્યાં ફારૂકી પણ રોકાયો હતો. મુનવ્વરના સદનસીબે પોલીસે શૂટર અંગે માહિતી મળી જતા ફારૂકી બચી ગયો હતો.

    મુનવ્વર ફારૂકીની કથિત કોમેડી ધાર્મિક વ્યંગથી ભરેલી અને હિંદુ દેવી દેવતાઓ તથા સમુદાયોનો મજાક ઉડાવતી હતી. તે વારંવાર હિંદુ દેવી-દેવતાઓ અંગે એલફેલ બોલતો હોય છે અને પછી માફી માંગી પતાવટ કરી દેતો હોય છે અને થોડા સમય પછી ફરીથી એ જ કૃત્યો ચાલુ કરી દેતો હોય છે. આ જ બધી બાબતો તેની હાલની પરિસ્થિતિ માટે જવાબદાર છે.

    - Advertisement -

    અહેવાલો અનુસાર તેની કોમેડી પરના બિશ્નોઈ ગેંગના અસંતોષના પગલે તેને નિશાન બનાવ્યા હોવાનું કહેવાય છે. દિલ્હી પોલીસના અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે તેઓ બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલા ધમકીના નેટવર્કની સક્રિયપણે તપાસ કરી રહ્યા છે અને ફારુકીને અગાઉ મળેલી ધમકીઓને કારણે તે હિટ લિસ્ટમાં હોઈ શકે છે.

    ઉલ્લેખનીય છે કે મુનવ્વરને મુંબઈ લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેને મુંબઈ પોલીસની સુરક્ષા હેઠળ રાખવામાં આવ્યો છે. સુરક્ષા એજન્સીઓના જણાવ્યા અનુસાર, આ ઘટનાને અંજામ આપીને લોરેન્સ બિશ્નોઈ પોતાને ‘હિંદુ અંડરવર્લ્ડ ડોન’ તરીકે રજૂ કરવા માંગતો હતો. માહિતી અનુસાર મુનવ્વર હજુ પણ જોખમમાં છે અને તેથી મુંબઈ પોલીસે તેને સુરક્ષા પૂરી પાડી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં