Wednesday, November 13, 2024
More
    હોમપેજદુનિયાહવે પાકિસ્તાનમાં આઝમ ચીમાનો વારો આવ્યો: 26/11 હુમલાના ષડ્યંત્રકારીઓમાંના એક LeT આતંકવાદીનું...

    હવે પાકિસ્તાનમાં આઝમ ચીમાનો વારો આવ્યો: 26/11 હુમલાના ષડ્યંત્રકારીઓમાંના એક LeT આતંકવાદીનું મોત, 2006ના મુંબઈ ટ્રેન બ્લાસ્ટમાં પણ સામેલ હતો

    ચીમાના મોતના સમાચાર સામે આવતાં જ ભારતીય એજન્સીઓના એ દાવાને બળ મળ્યું છે કે, પાકિસ્તાને ઘણા બધા આતંકવાદીઓને પનાહ આપી છે. જોકે, ઈસ્લામાબાદ આતંકીઓની હાજરી મામલે સતત ઇનકાર કરી રહ્યું હતું.

    - Advertisement -

    આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાના (LeT) ગુપ્તચર વડા આઝમ ચીમાનું પાકિસ્તાનના ફૈઝલાબાદમાં મોત થયું છે. તેની ઉંમર 70 વર્ષ હતી. મૃત્યુ કારણ હાર્ટ એટેક હોવાનું કહેવાય રહ્યું છે. ચીમા મુંબઈમાં થયેલા 26/11 હુમલાનું કાવતરું ઘડનારા આતંકવાદીઓ પૈકીનો એક હતો. એ સિવાય 2006માં મુંબઈ ટ્રેન બૉમ્બ વિસ્ફોટ ઉપરાંત ભારતમાં થયેલા અન્ય કેટલાક આતંકવાદી હુમલામાં પણ તે સંડોવાયેલો હતો. ચીમાનું મોત એવા સમયે થયું છે, જ્યારે પાકિસ્તાનમાં છેલ્લા કેટલાક મહિનાઓમાં લશ્કર-એ-તૈયબાના ઘણા આતંકીઓ રહસ્યમય રીતે મોતને ભેટી ચૂક્યા છે.

    પાકિસ્તાને લશ્કર-એ-તૈયબાના અનેક આતંકીઓની હત્યા પાછળ ભારતીય એજન્સીઓનો હાથ હોવાનો આરોપ લગાવ્યો છે. જોકે, ભારતે આ આરોપોને સંપૂર્ણપણે ફગાવી દીધા હતા. હજુ આ મુદ્દો ચાલી જ રહ્યો હતો કે, પાકિસ્તાનમાં 26/11 હુમલામાં ભાગ ભજવનારો આતંકવાદી આઝમ ચીમા મોતને ભેટી ગયો. તેના મોતના સમાચારથી પાકિસ્તાનના જેહાદી વર્તુળોમાં ફરી નવી અટકળો ચાલુ થઈ ગઈ છે. જોકે, ચીમાની મોત હાર્ટ એટેકથી થઈ હોવાનું સામે આવ્યું છે.

    પાકિસ્તાનના દાવાઓની ખુલી પોલ

    આતંકી ચીમા 26/11ના આતંકવાદી હુમલા અને જુલાઈ, 2006ના મુંબઈ ટ્રેન બૉમ્બ ધડાકા સહિત ભારત થયેલા અનેક આતંકવાદી હુમલાઓનો માસ્ટરમાઈન્ડ હતો. ચીમાના મોતના સમાચાર સામે આવતાં જ ભારતીય એજન્સીઓના એ દાવાને બળ મળ્યું છે કે, પાકિસ્તાને ઘણા બધા આતંકવાદીઓને પનાહ આપી છે. જોકે, ઈસ્લામાબાદ આતંકીઓની હાજરી મામલે સતત ઇનકાર કરી રહ્યું હતું. પરંતુ લશ્કરના આ આતંકીની મોતથી તેની પોલ ખુલી ગઈ છે.

    - Advertisement -

    નોંધનીય છે કે, ચીમા પંજાબી ભાષા બોલતો હતો અને લશ્કર-એ-તૈયબાનો આતંકવાદી હતો. તેણે 2000ના દશકનું શરૂઆતી જીવન પાકિસ્તાનના બહાવલપુરમાં વિતાવ્યું હતું. તે તેની બેગમ અને તેના બે બાળકો સાથે ત્યાં રહેતો હતો. તે અવારનવાર તેના 6 બોડીગાર્ડ સાથે લેન્ડ ક્રૂઝરમાં ફરતો જોવા મળ્યો હતો. તે ઘણીવાર કરાંચી જતો હતો અને લાહોર તાલીમ શિબિરની મુલાકાત પણ લેતો હતો.

    ઉલ્લેખનીય છે કે, 11 જુલાઈ, 2006ના રોજ મુંબઈના વેસ્ટર્ન સબર્બન વિસ્તારમાં ટ્રેનના સાત કોચમાં શ્રેણીબદ્ધ બ્લાસ્ટ થયા હતા. જેમાં 189 મુસાફરોના મોત થયા હતા અને 824 લોકો ઘાયલ થયા હતા. આ વિસ્ફોટ સાંજે 6:24થી 6:35 વચ્ચે થયા હતા. આ તે સમય હતો જ્યારે લાખો મુસાફરો મુંબઈની લોકલ ટ્રેનોમાં કામ કરીને ઘરે પરત ફરી રહ્યા હતા. આ હુમલાનો માસ્ટરમાઈન્ડ ચીમા હતો. એ સિવાય મુંબઈમાં થયેલા 26/11 હુમલાના ષડયંત્રમાં પણ તેણે ભૂમિકા ભજવી હતી. લશ્કર-એ-તૈયબાએ કરેલા આ હુમલામાં 166 લોકોનાં મોત થયાં હતાં. મોતને ભેટનારા નિર્દોષ લોકોમાં અમેરિકા અને બ્રિટનના નાગરિકો પણ સામેલ હતા.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં