Monday, October 7, 2024
More
    હોમપેજદેશલાલકૃષ્ણ અડવાણીને અપાશે સર્વોચ્ચ નાગરિક સન્માન: 'ભારત રત્ન'થી સન્માનિત કરાશે, PM મોદીનું...

    લાલકૃષ્ણ અડવાણીને અપાશે સર્વોચ્ચ નાગરિક સન્માન: ‘ભારત રત્ન’થી સન્માનિત કરાશે, PM મોદીનું એલાન

    PM મોદીએ લખ્યું, “જણાવતાં આનંદ થાય છે કે લાલકૃષ્ણ અડવાણીજીને ‘ભારત રત્ન’થી નવાજવામાં આવશે. મેં તેમની સાથે વાત કરી અને આ સન્માન બદલ શુભકામનાઓ પણ પાઠવી. તેઓ આપણા સમયના સૌથી સન્માનિત રાજનેતાઓ પૈકીના એક છે અને ભારતના વિકાસમાં તેમનું યોગદાન અવિસ્મરણીય છે.

    - Advertisement -

    ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા, પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીને ‘ભારત રત્ન’ આપવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ જાણકારી આપી છે. 

    PM મોદીએ લખ્યું, “જણાવતાં આનંદ થાય છે કે લાલકૃષ્ણ અડવાણીજીને ‘ભારત રત્ન’થી નવાજવામાં આવશે. મેં તેમની સાથે વાત કરી અને આ સન્માન બદલ શુભકામનાઓ પણ પાઠવી. તેઓ આપણા સમયના સૌથી સન્માનિત રાજનેતાઓ પૈકીના એક છે અને ભારતના વિકાસમાં તેમનું યોગદાન અવિસ્મરણીય છે. તેમનું જીવન જમીની સ્તરના કામથી શરૂ કરીને ભારતના નાયબ વડાપ્રધાન તરીકે સેવા આપવા સુધીનું રહ્યું છે. તેમણે ભારતના ગૃહ મંત્રી અને IB મંત્રી તરીકે પણ ઓળખ મેળવી હતી. તેમનો સંસદીય કાર્યકાળ હંમેશા અનુકરણીય અને સમૃદ્ધ રહ્યો છે.

    વડાપ્રધાને લખ્યું કે, સાર્વજનિક જીવનમાં અડવાણીજીની દાયકાઓ લાંબી સેવામાં પારદર્શિતા અને સત્યનિષ્ઠા પ્રત્યે તેમની અતૂટ પ્રતિબદ્ધતા દેખાય આવે છે, જેણે રાજનીતિક જીવનમાં નૈતિકતાનો એક અનુકરણીય માપદંડ સ્થાપિત કાર્યો છે. તેમણે રાષ્ટ્રીય એકતા અને સાંસ્કૃતિક પુનરુત્થાનને આગળ વધારવાની દિશામાં અદ્વિતીય પ્રયાસો કર્યા છે. તેમને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવવા મારા માટે  અત્યંત ભાવુક ક્ષણો છે. તેમની સાથે વાતચીત કરવાના અને તેમની પાસેથી શીખવાના અગણિત અવસરો મળ્યા તેને હું મારું સદભાગ્ય સમજું છું.

    - Advertisement -

    લાલકૃષ્ણ અડવાણી ભારતીય જનતા પાર્ટીના સ્થાપક છે. સ્થાપના સમયથી તેઓ પાર્ટીના એક મજબૂત નેતા રહ્યા છે. ખાસ કરીને રામજન્મભૂમિ આંદોલનમાં તેમનો સિંહફાળો રહ્યો. 199૦માં તેમણે સોમનાથથી અયોધ્યા સુધી યોજેલી રામરથયાત્રા તે સમયની કોંગ્રેસ સરકારના કાવાદાવાના કારણે ગંતવ્ય સ્થાને પહોંચી ન શકી પરંતુ તેણે જે લહેર સર્જી હતી, તેણે પછીથી ભારતનું રાજકારણ અને રામજન્મભૂમિ આંદોલન બંને બદલી નાખ્યાં. 

    1999થી 2004 દરમિયાનની NDA સરકારમાં LK અડવાણી ભારતના નાયબ વડાપ્રધાન રહી ચૂક્યા છે. અટલ બિહારી બાજપેયી તે વખતે વડાપ્રધાન હતા. બંને નેતાઓની જોડીના કારણે ભાજપે દેશના રાજકારણમાં એક મહત્વપૂર્ણ સ્થાન મેળવ્યું હતું. 

    96 વર્ષીય નેતા હવે સાર્વજનિક જીવનમાં ખાસ સક્રિય રહેતા નથી અને નિવૃત્ત જીવન ગાળે છે. તાજેતરમાં અયોધ્યામાં 22 જાન્યુઆરીએ યોજાયેલા પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં પણ તેમને નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતું, પરંતુ સ્વાસ્થ્ય કારણોસર તેઓ આવી શક્યા ન હતા. જોકે, તેમણે હરખ જરૂર વ્યક્ત કર્યો હતો અને રામ મંદિરનું બનવું પોતાના જીવનનું એક સ્વપ્ન પૂર્ણ થવા સમાન ગણાવ્યું હતું.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં