Friday, April 26, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટગુજરાત એનસીપીમાં ગભરામણ: એક માત્ર એનસીપી ધારાસભ્ય કાંધલ જાડેજા ભાજપામાં જઇ શકે...

    ગુજરાત એનસીપીમાં ગભરામણ: એક માત્ર એનસીપી ધારાસભ્ય કાંધલ જાડેજા ભાજપામાં જઇ શકે છે

    સૌરાષ્ટ્રમાં ભાજપા પોતાને મજબૂત કરવા માટે કુતિયાણાના ધારાસભ્ય કંધલ જાડેજાને પાર્ટીમાં સમાવવા માટે કવાયત હાથ ધરી.

    - Advertisement -

    એનસીપી ( રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી ) મૂળે મહારાષ્ટ્ર પૂરતી પ્રદેશિક પાર્ટી છે. છતાં પણ ગુજરાત રાજ્યમાં નજીવું અસ્તિત્વ ધરાવે છે. જોકે વિધાનસભામાં એકમાત્ર એનસીપી ધારાસભ્ય કાંધલ જાડેજા છે. હાલમાં એનસીપી ગુજરાતમાં કઈ બરોબર ચાલતું નથી તેવા સમાચાર છે. એક માત્ર ધારાસભ્ય કાંધલ જાડેજા પાર્ટીથી નારાજ ચાલી રહ્યા છે અને ભાજપામાં જાય તેવી વકી છે. જો કાંધલ જાડેજા એનસીપી છોડે તો ગુજરાતના એનસીપીનું કોઈ વજૂદ રહેશે નહીં.

    પાટીદાર આંદોલન માથી નીકળેલા નેતા અને હાલમાં એનસીપી નેતા રેશ્મા પટેલે કાંધલ જાડેજા પાર્ટી છોડે છે તે બાબત નકારી છે. તેમણે કહ્યું છે ” કાંધલ જાડેજા હાલમાં પાર્ટી છોડશે નહીં, ભાજપામાં જોડાવાની વાત ખોટી છે. અને જો કાંધલ જાડેજા નારાજ હશે તો પાર્ટી જરૂર તેમની સાથે વાત કરશે” પરંતુ સૂત્રોનું કહેવું છે કે કાંધલ જાડેજાનું ભાજપામાં જવું લગભગ નક્કી જ થઈ ગયું છે.

    ભાજપાના નવા અધ્યક્ષ સી.આર.પાટિલ 182 માથી 182 વિધાનસભા સીટો જીતવાના લક્ષથી કામ કરી રહ્યા છે તેવા સમયે સૌરાષ્ટ્ર કે જ્યાં 2017માં ભાજપે આશા કરતાં ખૂબ જ નબળું પ્રદર્શન કર્યું હતું ત્યાં મોટા નેતાઓને પોતાના પક્ષે કરવાની તેણે કવાયદ હાથ ધરી છે. તેમાં પોરબંદરના કુતિયાણાના અને એનસીપીના ધારાસભ્ય કાંધલ જાડેજાને ભાજપમાં જોડવા માટે ના પ્રયત્નો ચાલી રહ્યા છે. ગત રોજ કાંધલ જાડેજાએ ભાજપા અધ્યક્ષ સી.આર.પાટિલ અને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની મુલાકાત લીધી હતી ત્યાર બાદ ભાજપામાં જોડાવાની વાત ને વેગ મળ્યો હતો. જોકે એનસીપી પ્રવકતા રેશ્મા પટેલે આ વાત નકારી હતી.

    - Advertisement -

    કાંધલ જાડેજાનો વિવાદિત ઇતિહાસ રહ્યો છે.

    કંધલ જાડેજા ( ફોટો સાભાર – જીએસટીવી )

    કાંધલ જાડેજાનો ઈતિહાર ગુનાખોરી વાળો રહ્યો છે હાલમાં જ પોલીસ કસ્ટડી માથી ભાગી જવાના આરોપમાં કોર્ટે તેમણે દોષી ઠેરવ્યા છે 1.5 વર્ષની સજા અને 10,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. એક ગુનામાં જેલ ભોગવી રહેલા કાંધલ જાડેજા જાન્યુઆરી 2007માં શિવાની હોસ્પિટલમાં સારવારના બહાને દાખલ થઈ ને પોલીસની નજર ચૂકવી અને ભાગી ગયા હતા. આ અગાઉ પર વર્ષ 2005માં પોતાના ભાગીદાર કેશુ ઓડેદરાની હત્યામાં પણ દોષી સાબિત થયા છે. જો કે આટલો ગુનાહિત ઇતિહાસ હોવા છતાં કુતિયાણા વિધાનસભા સીટ પરથી હમેશા વિજયી રહ્યા છે. પોતાના મત વિસ્તારના લોકોમાં બધુ લોકપ્રિય છે. કુતિયાણામાં કોઈ પક્ષ નહીં પરંતુ કાંધલ જાડેજા જીતે છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં