Saturday, July 27, 2024
More
    હોમપેજક્રાઈમકચ્છના ભાજપ સમર્થક મુસ્લિમ યુવકને માર મારનારા આરોપીઓ ફરી જેલહવાલે, જામીનની શરતોનો...

    કચ્છના ભાજપ સમર્થક મુસ્લિમ યુવકને માર મારનારા આરોપીઓ ફરી જેલહવાલે, જામીનની શરતોનો ભંગ કરતાં કાર્યવાહી: કાદરશા, હકીમશા સહિત પાંચની ધરપકડ

    આરોપીઓએ જેલમાં જામીન અરજી મુક્ત કોર્ટે તેમના શરતી જામીન મંજૂર કર્યા હતા. તેવામાં આરોપીઓએ બહારાવ્તાની સાથે જ જામીન શરતોનો ભંગ કરી, જાણે કાયદાનો ડર ન હોય તેમ ફરી અસલ મિજાજમાં આવી ગયા હતા.

    - Advertisement -

    થોડા સમય અગાઉ કચ્છના માંડવી તાલુકામાં મેરાઉ ગામમાં અલી મામદ નામના મુસ્લિમ યુવકનું અપહરણ કરીને તેને અધમૂઓ કરી રસ્તા પર ફેંકી દેવામાં આવ્યો હતો. આ મામલે પોલીસે અકબરશા અબ્દુલશા સૈયદ, હકીમશા કાદરશા સૈયદ, જૈનુલશા કાસમશા સૈયદ અને અલીઅસગર ઈબ્રાહીમશા સૈયદની ધરપકડ કરીને કાર્યવાહી શરૂ કરી હતી. યુવકે આરોપ લગાવ્યો હતો કે, તેને સનાતન ધર્મ પ્રત્યે પણ લાગણી હોવાના કારણે અને પોતે ભારતીય જનતા પાર્ટીનું સમર્થન કરતો હોવાના કારણે તેની સાથે મારપીટ કરવામાં આવી હતી. આ મામલે પછીથી FIR દાખલ થતાં પોલીસે કાર્યવાહી કરી હતી.

    ધરપકડ બાદ આરોપીઓએ જેલમાં જામીન અરજી દાખલ કરતાં કોર્ટે તેમના શરતી જામીન મંજૂર કર્યા હતા. પરંતુ આરોપીઓ બહાર આવતાંની સાથે જ જામીન શરતોનો ભંગ કરી, જાણે કાયદાનો ડર ન હોય તેમ ફરી અસલ મિજાજમાં આવી ગયા હતા. બીજી તરફ માંડવી પોલીસને ધ્યાને આવતાં પોલીસે ત્વરિત પગલાંના ભાગરૂપે કોર્ટમાં આ તમામ વિરુદ્ધ અરજી કરી હતી અને જામીનની શરતોના ભંગ અંગે કોર્ટનું પણ ધ્યાન દોર્યું હતું.

    માંડવી પોલીસે જાહેર કરેલી પ્રેસરીલીઝ

    આ મામલે પોલીસે જાહેર કરેલી અખબારી યાદી અનુસાર આરોપીઓએ જામીન શરતનો ભંગ કરતા માંડવી પોલીસે કોર્ટમાં રજૂઆત કરી હતી. ત્યારબાદ કોર્ટે કડક વલણ દાખવીને કાદરશા લતિફશા સૈયદને જામીન પેટે જમા કરાવેલ 1 લાખ ફોરફિટ કરવાનો હુકમ આપ્યો હતો. બીજી તરફ કોર્ટે હકીમશા કાદરશા સૈયદ, અકબરશા અબ્દુલશા ઉર્ફે ધાવલશા સૈયદ, જૈનુલશા કાસમશા સૈયદ અને અલીઅસગર ઈબ્રાહીમશા સૈયદને પાલારા જેલમાં ધકેલી દેવાના આદેશ આપ્યા હતા. આદેશ મળતાંની સાથે જ માંડવી પોલીસ સ્ટેશનના PI ડીડી શીમ્પી, PSI એમઆર મોદી, પોલીસ કોસ્ટેબલ ભાવિક ભરતભાઈએ પોલીસ સ્ટેશનના સ્ટાફ સાથે મળીને કોર્ટના આદેશાનુસાર કાર્યવાહી કરી હતી.

    - Advertisement -

    બીજી તરફ આ મામલે અલી મામદે પણ ઑપઇન્ડિયા સાથે ટેલીફોનીક વાતમાં જણાવ્યું હતું કે તેમને આ કાર્યવાહીથી સંતોષ છે. તેમણે જણાવ્યું હતું કે હાલ તેમની તબિયતમાં સુધારો છે અને બહુ જલદી તેઓ સ્વસ્થ થઈ જશે. બીજી તરફ તેમણે ગૃહ મંત્રી હર્ષ સંઘવી, ગુજરાત અને માંડવી પોલીસને ત્વરિત કાર્યવાહી બદલ અને ઑપઇન્ડિયાને તેમનો અવાજ બનવા બદલ તેમજ સહયોગ બદલ હિંદુ સંગઠનોનો આભાર માન્યો હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં