Friday, April 19, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટકુણાલ કામરાએ PM મોદી સમક્ષ ગીત ગાવા વાળા બાળકના વીડિઓ સાથે છેડ...

    કુણાલ કામરાએ PM મોદી સમક્ષ ગીત ગાવા વાળા બાળકના વીડિઓ સાથે છેડ છાડ કરી,બાળકના પિતાએ કામરાને અવળે હાથે લીધો

    કથિત સ્ટેન્ડ અપ કોમેડિયન કૃણાલ કામરાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ દેશભક્તિનું ગીત ગાનાર બાળકનું અપમાન કરતો વિડીયો વાયરલ કરતા બાળકના પિતાએ તેને આડે હાથે લીધો હતો.

    - Advertisement -

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના (PM Narendra Modi) બર્લિન પ્રવાસ દરમિયાન દેશભક્તિનું ગીત ગાવાવાળા ભારતીય મૂળના બાળકની મજાક ઉડાડવા વાળા વિવાદિત સ્ટેન્ડઅપ કોમેડિયન કુણાલ કામરા ફરી વિવાદમાં આવી ગયા છે. સાત વર્ષીય ભારતીય બાળકના પિતાએ પોતાના બાળકની મજાક ઉડાડવા બદલ કુણાલ કામરાને અવળે હાથે લીધો હતો. કુણાલ કામરાએ ટવીટરમાં બાળકનો મોર્ફડ વિડીયો પોસ્ટ કર્યો હતો.

    તાજેતરમાંજ પોતાના બર્લિન પ્રવાસ દરમ્યાન પ્રધાનમંત્રી મોદીએ જે બાળકના વખાણ કર્યા હતા,વામપંથી કોમેડિયન કુણાલ કામરાએ બુધવારે (4 મ 2022) પોતાના ટવીટર એકાઉન્ટ પર તે બાળકનો મોર્ફ કરેલો વિડીયો શેર કર્યો હતો. ચર્ચામાં રહેવા માટે કામરા દર વખતની જેમ આ વખતે પણ પોતાની હલકી માનસિકતાનો પરિચય આપતા પીએમ મોદીને નિશાન પર લેવા માસુમ બાળકનો સહારો લીધો. ત્યારે બાળકની ભદ્દી મજાક બદલ કુણાલ કામરા ફરી વિવાદમાં છે.

    કમરાએ પ્રધાનમંત્રી મોદીના જર્મની પહોંચ્યા બાદ બર્લિનમાં દેશભક્તિનું ગીત ગાવા વાળા ભારતીય મૂળના બાળકની પ્રશંશા કર્યા બાદ ઝેર ઓકતું ટવીટકર્યું હતું. કામરાએ બાળક દ્વારા ગવાયેલા ‘ભારત હમ તેરી આરાધના કરેંગે, તેરી અર્ચના કરેંગે, ભારત હમ તેરી વંદના કરેંગે’ની મજાક ઉડાવતા અનુષા રીઝ્વી અને મહેમુદ ફારુકીના નિર્દેશનમાં બનવા વળી ફિલ્મ ‘પીપલીલાઇવ’ના ગીત ‘મહેંગાઈ ડાયન ખાય જાત હૈ’ ગીત મૂળ ગીતથી બદલી દીધું હતું. બાળકના પિતાએ કામરાને તેના નિમ્ન કક્ષાના ટવીટ બદલ અવળે હાથે લીધો હતો, આટલુંજ નહીં તેમણે કથિત કોમેડિયનને તેની અસંવેદનશીલતા અને ગંદી રાજનીતિ કરવા માટે માસુમ બાળકનો સહારો લેવા માટે કામરાને જાહેરમાં રોષ વ્યક્ત કરતા કહ્યું કે ‘મારો દીકરો તેની માતૃભૂમિને પ્રેમ કરે છે, માટે તેણે આ ગીત ગાયું હતું. જોકે હજુ તે ઘણો નાનો છે પણ તે પોતાના દેશને કામરા કરતા વધુ ચાહે છે.

    - Advertisement -

    કામરાના ટવીટનો વળતો જવાબ આપતા તેઓ ટવીટર પર લખે છે કે ‘મિસ્ટર કામરા કે કચરા તું જે પણહોય, માસુમ બાળકને તારા ગંદા રાજકારણથી દુર રાખ અને તારા નાકમાં જોક્સને વધુ સારા બનાવવા ઉપરધ્યાન આપ’

    કામરાની કારમ કહાણી

    જોવા જેવી બાબત તો એ છે કે આ પહેલા પણ પોતાની જાતને કોમેડિયન કહેવા વાળા કુણાલ કામરાએ સુપ્રીમકોર્ટમાં ચાલી રહેલા કેસ દરમિયાન પોતાની નવી YouTube વિડીઓ ‘બી લાઇક’માં ભારતની સર્વોચ્ચ ન્યાયાલય પર અભદ્ર ટીપ્પણીઓ કરી હતી, કામરા દ્વારાકરવામાં આવેલી ટીપ્પણીઓ એ હદ સુધી અભદ્ર હતી કે તેનો ઉલ્લેખ પણ અહીં ન થઇ શકે, કારણકે સભ્ય સમાજમાં ન છાજે તેવા શબ્દો કમરાએ પોતાના આ વીડીઓમાં વાપર્યા હતાં.

    સુપ્રીમકોર્ટ વિરુધમાં અપમાનજનક ટીપ્પણી કરતા પહેલા કમરાએ બેશર્મીથી કહ્યું હતું કે તેના મનમાં શીર્ષ ન્યાયાલય કરતા વધુ સન્માન શોપિંગ મોલના ફૂડ કોર્ટ માટે છે. કામરાએ કહ્યુ હતું કે સુપ્રીમ કોર્ટ ‘વાણીયા બ્રાહ્મણોની છે, અને તે વિભિન્ન સંસ્કૃતિઓનું પ્રતિનિધિત્વ નથી કરતી’

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવાર (2 મે 2022) થી ત્રણ દિવસીય વિદેશ પ્રવાસ દરમિયાન જર્મનીની રાજધાની બર્લિન પહોંચ્યા હતા. બર્લીનમાં ભારતીયમૂળના રહેવાસીઓએ તેમનું ઉષ્મા ભર્યું સ્વાગત કર્યું હતું, જે દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો એક વિડીયો પણ સોસીયલ મીડિયામાં ખુબ વાયરલ થયો હતો. વિડીયોમાં ભારતીય મૂળનો એક 7 વર્ષીય બાળક દેશભક્તિનું ‘ભારત હમ તેરી આરાધના કરેંગે, તેરી અર્ચના કરેંગે, ભારત હમ તેરી વંદના કરેંગે’ ગાતો જોવા મળ્યો હતો. તો બીજી તરફ પીએમ મોદી પણ બાળક સાથે ગીત ગણગણતા જોવા મળ્યા હતા,તેમને ગીત ગાવા બદલ બાળકના વખાણ પણ કાર્ય હતા

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં