Wednesday, May 8, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટકવિ કુમાર વિશ્વાસની પત્ની સામે FIR, RPSC પરીક્ષામાં OMR શીટ બદલવા માટે...

    કવિ કુમાર વિશ્વાસની પત્ની સામે FIR, RPSC પરીક્ષામાં OMR શીટ બદલવા માટે લાંચ લેવાનો આરોપ: કોંગ્રેસના પૂર્વ મંત્રી સહિત ચારની ધરપકડ કરી ચૂકી છે ACB 

    7 જુલાઈ, 2023ના રોજ રાજસ્થાનના સીકર એન્ટી કરપ્શન બ્યુરોમાં એક ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જે મામલે ચારની ધરપકડ કરવામાં આવી છે.

    - Advertisement -

    જાણીતા કવિ અને આમ આદમી પાર્ટીના પૂર્વ સભ્ય કુમાર વિશ્વાસનાં પત્ની મંજુ શર્મા સામે એક FIR દાખલ કરવામાં આવી છે. આ કાર્યવાહી એક્ઝિક્યુટિવ ઓફિસર પરીક્ષામાં OMR શીટ બદલવા માટે લાંચ લેવાના આરોપસર એન્ટી કારપ્શન બ્યુરો દ્વારા કરવામાં આવી છે. મંજુ શર્મા રાજસ્થાન પબ્લિક સર્વિસ કમિશનનાં સભ્ય છે. 

    કુમાર વિશ્વાસનાં પત્ની મંજુ શર્મા ઉપરાંત કમિશનનાં અન્ય સભ્યો સંગીત શર્મા અને સંગીતા આર્ય સામે પણ FIR નોંધીને ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેમાંથી સંગીતા આર્ય રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતના સલાહકાર અને પૂર્વ મુખ્ય સચિવ નિરંજન આર્યનાં પત્ની છે. એન્ટી કરપ્શન બ્યુરોના કાર્યવાહક DG હેમંત પ્રિયદર્શીએ જણાવ્યું હતું કે, એક વચેટિયાએ કુમાર વિશ્વાસનાં પત્નીનું નામ લીધું હતું. તેણે ફરિયાદીને એમ પણ કહ્યું હતું કે, કોંગ્રેસ સરકારમાં મંત્રી રહેલા ગોપાલ કેસાવત કમિશનનાં સભ્યો સંગીત આર્ય અને મંજુ શર્માને ઓળખે છે. 

    જોકે, તેમણે મંજુ શર્મા અને આયોગના અન્ય સભ્યોને મૌખિક રીતે ક્લીન ચિટ આપી દીધી છે અને કહ્યું છે કે આ મામલે લોક સેવા આયગના કોઈ પણ સ્તરનો કોઈ પણ વ્યક્તિ સામેલ નથી. તેમણે ઉમેર્યું કે, આગળ શું થશે તે કહી શકાય નહીં પરંતુ અમારી તપાસ ચાલુ છે. અમે હાલ એક પછી એક કડીઓ જોડી રહ્યા છીએ અને સંપૂર્ણ વિગતો મેળવી રહ્યા છીએ. ભવિષ્યમાં આરોપીઓને રિમાન્ડ પર લેવામાં આવશે. 

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે ગત 7 જુલાઈ, 2023ના રોજ રાજસ્થાનના સીકર એન્ટી કરપ્શન બ્યુરોમાં એક ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને જેમાં જણાવવામાં આવ્યું હતું કે, એક્ઝિક્યુટિવ ઓફિસરની ભરતી પરીક્ષામાં એક ઉમેદવારને મેરિટમાં લાવવા માટે એક વચેટિયાએ RPSC સભ્ય મંજુ શર્મા અને ચેરમેનના નામે 40 લાખ રૂપિયાની માંગ કરી હતી. ફરિયાદમાં એ પણ જણાવવામાં આવ્યું હતું કે, પરિણામ પહેલાં 25 લાખ અને પછી 15 લાખ આપવાનો વાયદો કરવામાં આવ્યો હતો. 

    આ ફરિયાદ મળ્યા બાદ ACBએ છટકું ગોઠવ્યું અને શુક્રવારે (15 જુલાઈ, 2023) ચાર આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. જેમાં કોંગ્રેસના પૂર્વ મંત્રી ગોપાલ કેસાવત પણ સામેલ હતા. ACBએ ચારેયને શનિવારે કોર્ટમાં રજૂ કર્યા હતા પરંતુ રિમાન્ડ ન માંગવામાં આવતાં કોર્ટે 15 દિવસ માટે તમામને જેલમાં મોકલી આપ્યા હતા. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં