Tuesday, April 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટકવિ કુમાર વિશ્વાસને કેજરીવાલ સમર્થકે જાનથી મારી નાંખવાની ધમકી આપી, ભગવાન રામને...

    કવિ કુમાર વિશ્વાસને કેજરીવાલ સમર્થકે જાનથી મારી નાંખવાની ધમકી આપી, ભગવાન રામને પણ અપશબ્દો કહ્યા: ઇન્દોરથી પકડાયો

    કુમાર વિશ્વાસના મેનેજર પ્રવીણ પાંડેએ આ મામલે પોલીસ સમક્ષ લેખિત ફરિયાદ નોંધાવી છે. જેની નકલ કુમાર વિશ્વાસે તેમના સોશિયલ મીડિયા અકાઉન્ટ પરથી શૅર કરી હતી.

    - Advertisement -

    એક સમયે આમ આદમી પાર્ટીના સ્થાપક નેતાઓમાં રહી ચૂકેલા વિખ્યાત કવિ કુમાર વિશ્વાસને કેજરીવાલ સમર્થકે જાનથી મારી નાંખવાની ધમકી આપી છે. ધમકી આપનાર શખ્સે ભગવાન રામને પણ અપમાનજનક અને અશ્લીલ ગાળો દીધી હતી અને દિલ્હી સીએમ કેજરીવાલ પર ટિપ્પણી ન કરવાની ચેતવણી આપી હતી. જોકે, તેની ધરપકડ કરી લેવામાં આવી છે. 

    કુમાર વિશ્વાસના મેનેજર પ્રવીણ પાંડેએ આ મામલે પોલીસ સમક્ષ લેખિત ફરિયાદ નોંધાવી છે. જેની નકલ કુમાર વિશ્વાસે તેમના સોશિયલ મીડિયા અકાઉન્ટ પરથી શૅર કરી હતી. સાથે તેમણે કહ્યું કે, ‘હવે તેમને અને તેમના ચિન્ટુઓને મારા દ્વારા મારા રાઘવેન્દ્ર સરકાર રામનું મહિમામંડન કરવું પસંદ નથી. કહી રહ્યા છે કે મારી નાંખીશું. આ બધું ઠીક છે પણ પોતાના ચિન્ટુઓને કહો મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામને ગાળો ન આપે. પોતાનું કામ કરો નહીં તો યાદ રાખો રાવણ સુદ્ધા વંશ નહીં બચાવી શક્યો ન હતો. તું એવો કયો લવણાસુર છે?’

    મેનેજરે પોલીસ ફરિયાદમાં જણાવ્યું કે, એક વ્યક્તિ સતત ઈ-મેઈલ દ્વારા કુમાર વિશ્વાસને ધમકી આપી રહ્યો છે. ઉપરાંત, તે ભગવાન રામને પણ ગાળો આપી રહ્યો છે અને તેમનું મહિમામંડન ન કરવાની ચેતવણી આપી રહ્યો છે. ધમકી આપનાર શખ્સે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વધુ સારા ગણાવીને તેમની ઉપર ટિપ્પણી ન કરવાની પણ ચેતવણી આપી છે. આ ઉપરાંત, ઈસમે મેઈલમાં શહીદ ઉદ્યમસિંહની શપથ લઈને કહ્યું હતું કે, તે કુમાર વિશ્વાસને મારી નાંખશે. 

    - Advertisement -

    ગાઝિયાબાદ પોલીસે આરોપીની ઇન્દોરથી ધરપકડ કરી લીધી હતી. પોલીસે જણાવ્યું હતું કે, કુમાર વિશ્વાસને ઇમેઇલ પર ધમકાવનાર અને ભગવાન શ્રીરામજી પર અભદ્ર અને અમર્યાદિત ટિપ્પણી કરનારની ધરપકડ કરી લેવામાં આવી છે. પૂછપરછમાં આરોપીએ ગુનો કબૂલ કરી લીધો હતો અને કહ્યું હતું કે, કુમાર વિશ્વાસ દ્વારા કેજરીવાલ પ્રત્યે તીખી પ્રતિક્રિયા અને કટાક્ષ તથા ભગવાન શ્રીરામ પ્રત્યે વધુ લગાવથી ક્ષુબ્ધ થઈને અપમાનજનક અને અમર્યાદિત ટિપ્પણી કરી હતી. તેણે એમ પણ કહ્યું હતું કે, કેજરીવાલ સાથે વૈચારિક અને ભાવનાત્મક લગાવ હોવાના કારણે તેને ખોટું લાગતું હતું. 

    આમ આદમી પાર્ટીની સ્થાપના સમયે ડૉ. કુમાર વિશ્વાસ અરવિંદ કેજરીવાલ સાથે હતા પરંતુ પછીથી વૈચારિક મતભેદના કારણે પાર્ટી અને સક્રિય રાજકારણમાંથી બહાર થઇ ગયા હતા. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં