કોલકાતા સ્થિત RG કર મેડિકલ કૉલેજ એન્ડ હૉસ્પિટલમાં બનેલા રેપ-મર્ડર કેસ મામલે સુપ્રીમ કોર્ટ સુઓમોટો (સ્વયં સંજ્ઞાન) સુનાવણી કરી રહી છે. ગુરુવારે (22 ઑગસ્ટ) આ મામલે વધુ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન જે રીતે મમતા બેનર્જીની સરકારની પોલીસે આ કેસને હેન્ડલ કર્યો છે, તેને લઈને કોર્ટે કડક શબ્દોમાં ઝાટકણી કાઢી હતી. જસ્ટિસ પારડીવાલાએ ટિપ્પણી કરતાં કહ્યું કે, “જે રીતે સરકારે આ કેસમાં સમગ્ર પ્રક્રિયા અનુસરી છે, આવું તો મેં મારી 30 વર્ષની કારકિર્દીમાં ક્યારેય જોયું નથી.” બીજી તરફ, CBIએ કોર્ટને જણાવ્યું હતું કે, તેમને તપાસ પાંચ દિવસ બાદ સોંપવામાં આવી હતી અને પછી જાણવા મળ્યું કે ક્રાઇમ સીન સાથે પણ છેડછાડ કરવામાં આવી હતી.
CBIએ કોર્ટ સમક્ષ રજૂ કરેલા સ્ટેટ્સ રિપોર્ટમાં એમ પણ જણાવ્યું છે કે પશ્ચિમ બંગાળ પોલીસે પહેલાં મૃતકના માતા-પિતાને તેણે આપઘાત કરી લીધો હોવાનું જણાવ્યું હતું. પછીથી કહેવામાં આવ્યું કે હત્યા થઈ છે. આ સિવાય પણ સુનાવણી દરમિયાન પોલીસ પર અનેક સવાલો ઉઠ્યા હતા અને કોર્ટે પણ સ્પષ્ટ શબ્દોમાં નારાજગી વ્યક્ત કરી હતી. નોંધનીય છે કે CJI ચંદ્રચૂડ, જસ્ટિસ પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચ મામલાની સુનાવણી કરી રહી છે.
SG: we didn't know there is such report, we entered the investigation on the 5th day, everything was altered
— Live Law (@LiveLawIndia) August 22, 2024
Sibal: everything is videographed not altered
SG: MOST SHOCKING FACT, FIR IS REGISTERED AT 11;45 PM AFTER THE CREMATION #KolkataDoctorDeath #RGKarHospitalRapeMurder…
સુનાવણી દરમિયાન જ્યારે CBI તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ (SG) તુષાર મહેતાએ કોર્ટને સ્ટેટસ રિપોર્ટ સોંપ્યો ત્યારે CJIએ મેડિકલ રિપોર્ટ વિશે પ્રશ્ન કર્યો હતો. જેના જવાબમાં SG તરફથી જણાવવામાં આવ્યું કે એવો કોઇ રિપોર્ટ હોવાનું તેમના ધ્યાને નથી. તેઓ (CBI) પાંચમા દિવસે તપાસમાં જોડાયા હતા અને ત્યાં સુધીમાં ક્રાઇમ સીન પર ઘણું બદલાઈ ગયું હતું. જોકે, બંગાળ સરકાર તરફથી હાજર રહેલા કપિલ સિબલે વાંધો ઉઠાવીને કહ્યું હતું કે, તમામને વિડીયોગ્રાફી કરવામાં આવી હતી અને કશું બદલાયું નથી.
SG મહેતાએ ચોંકાવનારી વિગતો આપતાં જણાવ્યું હતું કે, પોલીસે FIR રાત્રે 11:45 કલાકે નોંધી હતી, તે પણ અંતિમ સંસ્કાર બાદ. તેમણે આગળ કહ્યું કે, “વરિષ્ઠ ડૉક્ટરો અને મૃતકના સહકર્મીઓએ વિડીયોગ્રાફીની માંગ કરી હતી, અર્થાત તેમને પણ લાગ્યું હશે કે કશુંક ઢાંકવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.”
SG: the complaint , the allegations were made in 2023, in writing addressed to many people
— Live Law (@LiveLawIndia) August 22, 2024
CJI: Sibal, one aspect is extremely disturbing, the GD entry of death is recorded at 10:10 AM…the securing of the crime scene, the seizures etc was done at 11:30 at night? what was…
દરમ્યાન, CJIએ પોલીસની કાર્યવાહી પર પણ પ્રશ્ન ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે, જો મૃત્યુની નોંધણી સવારે 10:10 કલાકે થઈ ગઈ હોય તો પછી ક્રાઇમ સીન સુરક્ષિત કરવાથી લઈને પુરાવાઓ એકત્રિત કરવાની કામગીરી રાત્રે 11:30 કલાકે શા માટે થઈ? ત્યાં સુધી પોલીસ શું કરતી હતી? ચીફ જસ્ટિસે કહ્યું હતું કે, આ અત્યંત પરેશાન કરતી બાબત છે. જસ્ટિસ મનોજ મિશ્રાએ પણ પ્રશ્ન ઉઠાવતાં કહ્યું હતું કે, ઓટોપ્સી 9 ઑગસ્ટની સાંજે થઈ હતી તો રાત્રે 11:30 વાગ્યે અકુદરતી મૃત્યુ (Unnatutal Death)ની નોંધણી શા માટે કરવામાં આવી?
જસ્ટિસ પારડીવાલાએ બંગાળ સરકારની વકાલત કરતા કપિલ સિબ્બલને પ્રશ્ન કર્યો હતો કે, જો પોસ્ટમોર્ટમ શરૂ કરી દેવામાં આવ્યું હોય તો તેનો અર્થ એ થયો કે મૃત્યુ કુદરતી નથી. અને અકુદરતી મૃત્યુનો કેસ રાત્રે 11:20 વાગ્યે નોંધવામાં આવ્યો અને FIR થઈ 11:45 વાગ્યે. જજે કહ્યું કે, અકુદરતી મૃત્યુ નોંધવા પહેલાં જ પોસ્ટમોર્ટમ કરવું બહુ આશ્ચર્યજનક બાબત છે.