Monday, June 17, 2024
More
    હોમપેજદેશકોલકત્તા શહેરમાં CrPCની કલમ 144 લાગુ કરવાનો આદેશ: ભાજપનો આરોપ- PM મોદીનો...

    કોલકત્તા શહેરમાં CrPCની કલમ 144 લાગુ કરવાનો આદેશ: ભાજપનો આરોપ- PM મોદીનો રોડ શો અટકાવવાનો પ્રયાસ, પોલીસે કહ્યું- આ રૂટીન પ્રક્રિયા, આદેશ રિન્યુ કરાયો

    આરોપ બંગાળ ભાજપના અધ્યક્ષ સુકાંત મજમુદારે પણ લગાવ્યા છે અને કહ્યું કે, TMC હારના ડરથી આમ કરી રહી છે, જેથી કોલકત્તામાં પીએમ મોદીનો રોડ શો અટકાવી શકાય. પરંતુ પોલીસ કંઈક જુદું કહી રહી છે. 

    - Advertisement -

    કોલકત્તા પોલીસનો શુક્રવાર (24 મે)નો એક આદેશ વિવાદોનું કારણ બન્યો છે. પોલીસે સમગ્ર શહેરમાં CrPCની કલમ 144 લાગુ કરી દીધી છે. જે અનુસાર ક્યાંય પણ જાહેરમાં કાર્યક્રમો થઈ શકે નહીં અને લોકોથી ટોળામાં એકઠા થઈ શકાય નહીં. આ આદેશ લાગુ થયા બાદ ભાજપનું કહેવું છે કે 28 મેના રોજ વડાપ્રધાન મોદીની રેલી રોકવા માટે આમ કરવામાં આવ્યું છે. પણ પોલીસ આ આરોપો નકારી રહી છે અને કહી રહી છે કે આ પ્રક્રિયા આમ પણ ચાલતી જ રહે છે. 

    22 મેના રોજ ઇસ્યુ કરવામાં આવેલા એક આદેશમાં પોલીસ કમિશનર વિનીત જૈને CrPCની કલમ 144 લાગુ કરવાની ઘોષણા કરી. આ આદેશ 28 મે, 2024થી 26 જુલાઈ 2024 સુધી અમલમાં રહેશે અને આ દરમિયાન પાંચ કે તેથી વધુ લોકો ગેરકાયદેસર મંડળી રચીને એકઠા થઈ શકશે નહીં. આદેશ કોલકત્તા શહેર તેમજ દક્ષિણ 24 પરગણા જિલ્લાના જે ભાગ કોલકત્તા પોલીસના ક્ષેત્ર હેઠળ આવે છે તેમાં લાગુ પડશે. 

    આ જ નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું છે કે અમુક વિશ્વસનીય સૂત્રો દ્વારા વિસ્તારમાં હિંસક પ્રદર્શનો યોજાય શકે અને શાંતિભંગ કરવાના ઈરાદે મોટાપાયે અશાંતિ સર્જવાના પ્રયાસો થઈ શકે તેવી માહિતી મળ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. 

    - Advertisement -

    કોલકત્તા પોલીસે આ આદેશ બહાર પાડતાં જ ભાજપે પશ્ચિમ બંગાળની મમતા બેનર્જી સરકાર પર નિશાન સાધ્યું. ભાજપ IT સેલ હેડ અને બંગાળના પ્રભારી અમિત માલવિયાએ એક ટ્વિટ કરીને લખ્યું કે, ‘ગભરાયેલાં મમતા બેનર્જીએ કોલકત્તા પોલીસને 28 મે, 2024થી 26 જુલાઈ, 2024 એમ 60 દિવસ સુધી કલમ 144 લાગુ કરવાનો આદેશ આપ્યો છે. ગ્રેટર કોલકત્તા વિસ્તારમાં 1 જૂનના રોજ ચૂંટણી છે અને પીએમ મોદી 28 મેના રોજ શહેરમાં રોડ શો કરવા જઈ રહ્યા છે. કોલકત્તામાં રાજકીય વર્ચસ્વ ગુમાવવાના ડરે મમતા બેનર્જી એ જ કરી રહ્યાં છે, જેમાં તેઓ શ્રેષ્ઠ છે- કોલકત્તા પોલીસની પાછળ સંતાવું. આ પગલાંને નિરાશા તરીકે જોવું જોઈએ.”

    આ જ પ્રકારના આરોપ બંગાળ ભાજપના અધ્યક્ષ સુકાંત મજમુદારે પણ લગાવ્યા છે અને કહ્યું કે, TMC હારના ડરથી આમ કરી રહી છે, જેથી કોલકત્તામાં પીએમ મોદીનો રોડ શો અટકાવી શકાય. પરંતુ પોલીસ કંઈક જુદું કહી રહી છે. 

    કોલકત્તા પોલીસે અધિકારિક X હેન્ડલ પરથી એક પોસ્ટ કરીને લખ્યું કે, ‘ડેલહાઉસી અને વિક્ટોરિયા હાઉસ વિસ્તારમાં કોલકત્તા પોલીસ કાયમ CrPCની કલમ 144 લાગુ કરતી રહે છે. આમાં નવું કશું જ નથી અને આ સાથે અગાઉના આદેશની નકલ પણ જોડવામાં આવી છે. જેથી ખોટી માહિતી ફેલાવવાથી દૂર રહેવું જોઈએ.’ પોલીસે સાથે 22 માર્ચ અને 25 જાન્યુઆરીનો આદેશ પણ જોડ્યો હતો. 

    પોલીસનું માનીએ તો કોલકત્તામાં સતત કલમ 144 લાગુ રહે છે અને દર 2 મહિને રિન્યૂ કરવામાં આવે છે. જાન્યુઆરીમાં 29 તારીખે આદેશ લાગુ કરવામાં આવ્યો હતો, જે 28 માર્ચ સુધી રહ્યો. ત્યારબાદ 29 માર્ચથી 27 મે સુધી ફરીથી આદેશ બહાર પાડવામાં આવ્યો. હવે આ અવધિ ફરી 2 મહિના માટે (28 મેથી 26 જુલાઈ) લંબાવી દેવામાં આવી છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં