Tuesday, May 7, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘જરૂર પડે તો યુપી CM યોગી આદિત્યનાથ પાસેથી બુલડોઝર ભાડે લઇ લો’:...

    ‘જરૂર પડે તો યુપી CM યોગી આદિત્યનાથ પાસેથી બુલડોઝર ભાડે લઇ લો’: ગેરકાયદેસર દબાણ મુદ્દે સુનાવણી દરમિયાન કોલકત્તા હાઇકોર્ટની ટિપ્પણી

    નગરપાલિકાના વકીલને સંબોધીને તેમણે કહ્યું, “જરૂર પડે તો ગેરકાયદેસર દબાણો પણ બુલડોઝર ચલાવો અને એવું લાગે તો યોગી આદિત્યનાથ પાસેથી બુલઝોડર ભાડે લઇ આવો.” 

    - Advertisement -

    ઉત્તર પ્રદેશમાં તોફાની અને ઉન્માદી તત્વોને ડામવા માટે તેમની સામે બુલડોઝર એક્શન લેવા માટે ત્યાંના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને તેમની સરકાર જાણીતાં છે. હવે તેમની ચર્ચા છેક કોલકત્તા હાઇકોર્ટ સુધી થવા માંડી છે. હાઇકોર્ટે એક મામલાની સુનાવણી દરમિયાન નગરપાલિકાને કહ્યું કે, તેઓ તાત્કાલિક ગેરકાયદેસર દબાણ હટાવે અને જરૂર પડે તો યોગી આદિત્યનાથ પાસેથી બુલડોઝર ભાડે લે. 

    આ ટિપ્પણી કોલકત્તા હાઇકોર્ટના જજ જસ્ટિસ અભિજીત ગંગોપાધ્યાયની બેન્ચે કરી હતી. તેઓ કોલકત્તા નગરનિગમ ક્ષેત્રમાં ગેરકાયદેસર દબાણ મુદ્દેની એક અરજી પર સુનાવણી કરી રહ્યા હતા. 

    વાસ્તવમાં મણિકતલા વિસ્તારમાં ગેરકાયદેસર દબાણના વિરોધમાં એક મહિલાએ કોલકત્તા હાઇકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. સુનાવણી દરમિયાન અરજદારના વકીલે કહ્યું કે, ગેરકાયદેસર દબાણ મુદ્દે અવાજ ઉઠાવ્યા બાદ તેમનાં અસીલ અસુરક્ષિત અનુભવી રહ્યાં છે અને ઘરથી નીકળી પણ શકતાં નથી. મામલાની સુનાવણી દરમિયાન ન્યાયાધીશે નારાજ થઈને કહ્યું કે, આવા એક કે બે મામલા નથી અને ગેરકાયદેસર દબાણો મામલે નગર નિગમે કડક હાથે કામ લેવું પડશે.

    - Advertisement -

    કોલકત્તા હાઇકોર્ટના ન્યાયાધીશે કહ્યું કે, “ગેરકાયદેસર નિર્માણ મામલે કોઈ બદમાશી સાંખી લેવામાં નહીં આવે. ગેંગસ્ટરોને કઈ રીતે સીધા કરવા એ હું જાણું છું.” નગરપાલિકાના વકીલને સંબોધીને તેમણે કહ્યું, “જરૂર પડે તો ગેરકાયદેસર દબાણો પણ બુલડોઝર ચલાવો અને એવું લાગે તો યોગી આદિત્યનાથ પાસેથી બુલઝોડર ભાડે લઇ આવો.”  જોકે, આ સાથે તેમણે પશ્ચિમ બંગાળ પોલીસની પ્રશંસા પણ કરી અને કહ્યું કે, હું પોલીસ અને નગરનિગમ વિશે કંઈ નહીં કહું કારણ કે હું જાણું છું કે તેમણે કેવા બહારનાં દબાણો સાથે કામ કરવું પડે છે. પરંતુ ગુંડાગર્દી વિરોધી વિંગના અધિકારીઓ જાણે જ છે કે ગુંડાઓ સાથે કઈ રીતે કામ લઇ શકાય છે. 

    આ મામલે હવે કોર્ટ આગલી સુનાવણી આગામી શુક્રવારે કરશે તેમ મીડિયા અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે. 

    ઉલ્લેખનીય છે કે યુપી સીએમ યોગી આદિત્યનાથ ગુંડાતત્વો અને ગેરકાયદેસર દબાણો સામે ઝીરો ટોલરન્સની નીતિ અમલમાં મૂકીને કામ કરવા માટે જાણીતા છે. સોશિયલ મીડિયામાં તો તેમને ‘બુલડોઝર બાબા’ તરીકે પણ ઓળખાવાય છે. તેમનાં આ બુલડોઝર એક્શનના કારણે ઉત્તર પ્રદેશમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ઘણે અંશે સુધરી છે તો બીજી તરફ આ મોડેલ હવે અન્ય રાજ્યો પણ અપનાવતાં થયાં છે. ખાસ કરીને મધ્ય પ્રદેશની શિવરાજસિંહ ચૌહાણ સરકાર પણ રાજ્યમાં અવ્યવસ્થા સર્જતા તત્વો સામે આ પ્રકારની કડક કાર્યવાહી કરતી રહી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં