Tuesday, September 10, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટભણતર અધૂરું છૂટી ગયું હોય કે કોર્સ પૂરો ન થયો હોય, મોદી...

    ભણતર અધૂરું છૂટી ગયું હોય કે કોર્સ પૂરો ન થયો હોય, મોદી સરકારે હલ કરી સમસ્યા: જાણો ABC યોજના વિશે, જેમાં 3 કરોડ વિદ્યાર્થીઓ કરી ચૂક્યા છે રજિસ્ટ્રેશન

    સરકારના આ પોર્ટલ પર વિદ્યાર્થીઓનો તમામ ડેટા સુરક્ષિત રહેશે. સરળ ભાષામાં કહીએ તો આ પ્લેટફોર્મ કોમર્શિયલ બેન્કની જેમ જ કામ કરશે, જેના ગ્રાહકો વિદ્યાર્થી હોય અને પૈસાની જગ્યાએ કોર્સની ક્રેડિટ જમા થાય. જ્યારે વિદ્યાર્થીઓ તેને રિડીમ કરવા માંગે ત્યારે તે સરળતાથી કરી શકશે.

    - Advertisement -

    રેગ્યુલર ભણતા વિદ્યાર્થીઓ માટે સરકારો અનેક યોજનાઓ લાવતી રહેતી હોય છે, પરંતુ સંજોગોવસાત જે વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓનું શિક્ષણ અધવચ્ચે જ છૂટી જાય છે તેના પર કોઈ ધ્યાન નથી આપતું. જેઓ ભણતા-ભણતા અધવચ્ચે જ શિક્ષણ ત્યજવા મજબૂર થાય છે તેમનું શું થશે તેની સાથે કોઈને નિસબત ન હતી. પરંતુ મોદી સરકારની ABC યોજના આવ્યા બાદ આ સિસ્ટમ બદલાઈ. એક એવું પ્લેટફોર્મ આવ્યું જેમાં વિદ્યાર્થીઓના વર્ષ તો ઠીક પણ તેમના સેમેસ્ટરની પણ ગણતરી રાખવાનું શરૂ થયું.

    મોદી સરકાર નવી એજ્યુકેશન પોલીસી-2020 સાથે આ ડિજિટલ વ્યવસ્થા લઈને આવી હતી, જે અંતર્ગત તમામ વિદ્યાર્થીઓની મહેનતનો એક ડિજીટલ રેકોર્ડ રાખવાનું શરૂ થયું અને જેમનું ભણતર અધવચ્ચે જ છૂટી ગયું. મોકો મળતાં જ તેઓ પોતાનું શિક્ષણ કોઈ પણ અડચણ વગર ફરીથી ત્યાંથી જ શરૂ કરી શકે. આ યોજના નામ છે ‘એકેડેમિક બેન્ક ઓફ ક્રેડિટ’ (ABC). વર્તમાન સમયમાં દેશભરના 3 કરોડ વિદ્યાર્થીઓએ તેમાં રજિસ્ટ્રેશન કરાવ્યું છે અને આગામી સમયમાં આ આંકડો હજુ પણ વધે તેવી શક્યતાઓ છે.

    મોદી સરકારની ABC યોજના અંતર્ગત કરવામાં આવેલી વ્યવસ્થાની ખાસ વાત તે છે કે તેમાં રજિસ્ટર થયેલા વિદ્યાર્થીઓ કોઈ પણ કૉલેજમાં મલ્ટિપલ એન્ટ્રી કે એક્ઝિટ કરી શકે છે. આમ કરવા માટે તેમને અલગ-અલગ જગ્યાએથી ડોકયુમેન્ટ ભેગા કરવાની જરૂર નથી. બસ માત્ર એક ક્લિકથી જ અન્ય કૉલેજમાં વિદ્યાર્થીના જે-તે કોર્સમાં એડમિશનની માહિતી પહોંચી જાય છે અને છૂટી ગયેલું સેમેસ્ટર કે ભણતર ફરી ફરી ભણવાની જરૂર નથી પડતી.

    - Advertisement -

    સરકારના આ પોર્ટલ પર વિદ્યાર્થીઓનો તમામ ડેટા સુરક્ષિત રહેશે. સરળ ભાષામાં કહીએ તો આ પ્લેટફોર્મ કોમર્શિયલ બેન્કની જેમ જ કામ કરશે, જેના ગ્રાહકો વિદ્યાર્થી હોય અને પૈસાની જગ્યાએ કોર્સની ક્રેડિટ જમા થાય. જ્યારે વિદ્યાર્થીઓ તેને રિડીમ કરવા માંગે ત્યારે તે સરળતાથી કરી શકશે.

    આ યોજનાનો નિયમ એવો છે કે જો કોઈ વિદ્યાર્થીએ એક વર્ષ પૂરું કર્યું હોય તો તેણે અધવચ્ચેથી જ અભ્યાસ છોડી દીધો તેવું નહીં માનવામાં આવે, કે તેણે કોર્સ જ્યાંથી છોડી દીધો તેને તેનું પ્રમાણપત્ર આપવામાં આવશે. એ જ રીતે બે વર્ષ કર્યા બાદ ડિપ્લોમા મળશે અને ત્રણ વર્ષ બાદ તેને ડિગ્રી આપવામાં આવશે.

    આ પછી આવતા વર્ષમાં જ્યારે વિદ્યાર્થીને તેનો અભ્યાસ ફરી શરૂ કરવાનું મન થાય ત્યારે તે ડોક્યુમેન્ટ બતાવીને, ક્રેડિટ રિડીમ કરીને આગળ ભણી શકે છે. પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે આ સુવિધા માટે વિદ્યાર્થીઓએ એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ સ્કીમમાં રજિસ્ટ્રેશન કરાવવું પડે છે.

    ત્યારબાદ વિદ્યાર્થીએ તેના ડોક્યુમેન્ટને લઈને નિશ્ચિંત થઈ જવાનું છે. અત્યાર સુધીમાં આ પોર્ટલ હેઠળ 1500થી વધુ યુનિવર્સિટીઓ રજિસ્ટર્ડ થઇ છે. આ ઉપરાંત યુજીસી સતત દરેક યુનિવર્સિટીને કહી રહ્યું છે કે તેઓ પર વિદ્યાર્થીઓની નોંધણી કરવા અને તેમના ડેટા પર સમાન ધ્યાન આપે.

    એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ સુવિધાનો લાભ મેળવવા માટે વિદ્યાર્થીઓએ નીચે દર્શાવ્યા મુજબ સ્ટેપ ફોલો કરવાના રહેશે.

    • પહેલા www.abc.gov.in પર લોગ-ઇન કરવાનું રહેશે.
    • ત્યારબાદ ABC સાઈટ ખૂલતાંની સાથે જ My Account પર ક્લિક કરો.
    • ત્યારબાદ ડિજિલોકર મારફતે એકાઉન્ટ બનાવો. જે માટે મોબાઈલ નંબર કે પછી આધાર નંબરની જરૂર પડશે.
    • આગલા તબક્કામાં સિક્યુરિટી પિન નાખવાનો રહેશે, જે આપના ફોન પર ઉપલબ્ધ કરાવવામાં આવશે.
    • આટલી પ્રક્રિયાથી આપનું ABC એકાઉન્ટ બની જશે.
    • ત્યારબાદ એક આઈડી અને પાસવર્ડ મળશે, જેના મારફતે આપ સાઈટ પર ગમે ત્યારે લોગ-ઇન કરી શકશો
    • આપને આપની ABC આઈડી મારફતે તમારા તમામ કોર્સ અને તેના ક્રેડિટ સ્કોર દેખાવા લાગશે.
    • આપને આમાંથી જે પણ કોર્સની માહિતી ટ્રાન્સફર કરવાની જરૂર હશે આપ સરળતાથી તેને સિલેક્ટ કરીને આગળ મોકલી શકશો.
    • આપના એકાઉન્ટમાં રાખવામાં આવેલા ક્રેડિટને આપ સાત વર્ષ સુધી રિડીમ કરી શકશો.
    • તેની મદદથી આપને આપના આગળના ભણતરમાં સરળતા રહેશે.
    • ABCની આ વ્યવસ્થામાં વિદ્યાર્થીને કોઈ પણ ડોક્યુમેન્ટ પોતાના તરફથી નહીં આપવાનું રહે. હાયર ઇન્સ્ટીટયુટ દ્વારા આપવામાં આવેલી માહિતી તેમાં ફીડ કરવામાં આવશે.
    • આના મારફતે વિદ્યાર્થીઓ જે કોર્સમાં એડમિશન લઇ શકે તેમાં ઓનલાઈન અને ડિસ્ટેંટ મોડ કોર્ષ મુજબ સંમેલિત હશે અને તમામ ક્રેડિટ સ્કોર પ્લેટફોર્મ પર જોડાતા જશે.
    • આ પોર્ટલ પર UCGથી માન્યતા મેળવેલ તમામ હાયર ઇન્સ્ટીટયુટના કોર્સ સાથે-સાથે એન્જિનિયરીંગ, મેડિકલ, ડેન્ટલ, લો તેમજ અન્ય પ્રોફેશનલ કોર્સને પણ કવર કરવામાં આવ્યા છે.

    ચૂંટણીના કારણે નહીં, જૂની છે આ યોજના

    ઉલ્લેખનીય છે કે વર્ષ 2020માં આવેલી એજ્યુકેશન પોલિસી આગામી વર્ષે એટલે કે 2021માં જ ABC લોન્ચ કરવામાં આવ્યું હતું, જેનો કોન્સેપ્ટ હતો કે સ્ટુડન્ટ્સ પોતાની તમામ ક્રેડિટની જાણકારી એક જ પ્લેટફોર્મ પર મેળવી શકે. આ પ્લેટફોર્મની ખાસ વાત એ છે કે જો તમે ઓફલાઈન કોર્સ કર્યો હોય કે પછી ઓનલાઈન કોર્સ કર્યો હોય તો પણ તમારે અલગથી કોઈ પણ બાબત અપડેટ કરવાની જરૂર રહેતી નથી.

    વિદ્યાર્થીઓની શૈક્ષણિક સંસ્થા જ તેના પર તેમનો ક્રેડિટ સ્કોર શેર કરશે. જો વિદ્યાર્થી આ સમય દરમિયાન ડ્રોપ આઉટ કરશે તો પણ તેમને તેમની ક્રેડિટ પ્રમાણે ડોક્યુમેન્ટ મળશે, જે તેમને આગામી વર્ષ અથવા સેમેસ્ટરમાં 7 વર્ષમાં ગમે ત્યારે પ્રવેશ મેળવવામાં મદદ કરશે. ખાસ વાત તો તે છે કે તેમાં જરૂરી નથી કે તમે એક જ જગ્યાએથી આગલું સેમેસ્ટર ભણો. જો તમે એક સેમેસ્ટરનો ક્રેડિટ સ્કોર દિલ્હી યુનિવર્સિટીમાંથી કર્યો હોય તો તમે અન્ય કોઈ યુનિવર્સિટીમાંથી પણ તે પૂર્ણ કરી શકશો.

    મોદી સરકારના નાના-નાના પ્રયત્નોથી બદલી રહ્યું છે ભારત

    ઉલ્લેખનીય છે કે, લોકસભાની ચૂંટણી નજીક છે અને વિપક્ષ સતત મોદી સરકારની નીતિઓમાં ખામી શોધવાનો પ્રયાસ કરી રહ્યો છે ત્યારે એ જાણવું જરૂરી છે કે નરેન્દ્ર મોદી સરકારે મોટા પ્રોજેક્ટ શરૂ કરીને દેશનો વિકાસ તો કર્યો જ છે, સાથે જ તેમણે આવા નાના-નાના પગલાં લઈને દેશના યુવાનોને મજબૂત બનાવવાનું કામ પણ કર્યું છે.

    વ્યાવહારિક રીતે આજે મોદી સરકારની ABC યોજના અને તેના ઉપયોગ પર નજર કરીએ તો આવી યોજના દ્વારા એ મહિલાઓ પોતાનું શિક્ષણ પૂરું કરી શકે છે, જેમને લગ્નના દબાણને કારણે અધવચ્ચે જ અભ્યાસ છોડવાની ફરજ પડી છે. અથવા તેનો લાભ તે પુરુષો લઈ શકે છે જેમનું સ્વપ્ન ઉચ્ચ શિક્ષણ મેળવવાનું હતું પરંતુ પારિવારિક જવાબદારીઓને કારણે તેમણે નોકરી શરૂ કરીને ભણવાનું છોડવું પડ્યું હોય. તે યુવાનો પણ આનો લાભ લઈ શકે છે, જેઓ આસપાસના વાતાવરણને કારણે એક ઉંમરે ભ્રમિત થઈને શિક્ષણ ત્યજી દે છે અને પછીથી તેમને ખ્યાલ આવે છે કે જો તેમણે પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો હોત, તો તેઓ કદાચ જીવનમાં કંઈક સારું કરી રહ્યા હોત.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં