Wednesday, April 24, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટતમિલનાડુમાં વધુ એક હિંદુ સંગઠનના અગ્રણીની હત્યા, રસ્તામાં ઘેરીને 'હિંદુ મક્કલ કાચી'ના...

  તમિલનાડુમાં વધુ એક હિંદુ સંગઠનના અગ્રણીની હત્યા, રસ્તામાં ઘેરીને ‘હિંદુ મક્કલ કાચી’ના જીલ્લા ઉપ પ્રમુખને ટોળાએ ઘેરીને રહેંસી નાંખ્યા

  મણિકંદન લાંબા સમય સુધી હત્યારાઓ સાથે લડ્યા હતા, પરંતુ તેમનો જીવ બચાવી શક્યા નહીં. હંમેશા વ્યસ્ત રહેતા આ વિસ્તારમાં બનેલી ઘટનાએ લોકોને ચોંકાવી દીધા છે.

  - Advertisement -

  કિશન ભરવાડ હોય, પ્રવીણ નેત્તારુ કે હર્ષા, છેલ્લા બે વર્ષમાં દેશમાં હિંદુ વિચારધારા ધરાવતા લોકોની જાહેરમાં હત્યા કરવામાં આવી, આ કડીમાં વધારો કરતા તમિલનાડુમાં હિંદુ સંગઠન હિંદુ મક્કલ કાચીના જીલ્લા ઉપ પ્રમુખની હત્યા કરી નાંખી છે. મદુરાઈ ખાતે ઘરેણાનો વેપાર કરતા મણિકંદન નામના હિંદુ સંગઠનના અગ્રણીને તેમની દુકાન પાસે જ કેટલાક લોકોએ ધારદાર હથિયારથી રહેંસી નાંખ્યા હતા.

  અહેવાલો અનુસાર તમિલનાડુમાં હિંદુ સંગઠન હિંદુ મક્કલ કાચ્ચીના જીલ્લા ઉપ પ્રમુખની હત્યા થઈ તેમનું નામ મણિકંદન હતું, જેઓ દક્ષિણ જિલ્લાના ઉપપ્રમુખ હતા. આરોપીઓ ગુનો કર્યા બાદ ફરાર થઈ ગયા હતા, પોલીસ ફરાર આરોપીઓને શોધી રહી છે. જો કે તેની ઓળખ થઈ શકી નથી. આ ઘટના બાબતે પોલીસે જણાવ્યું હતું કે જ્વેલરી શોપના માલિક જી. મણિકંદન (48)ની મંગળવારે રાત્રે શહેરના એમકે પુરમમાં અજાણ્યા શખ્સોએ છરીના ઘા મારીને હત્યા કરી હતી. મણિકંદન તેમની દુકાનમાંથી બહાર આવ્યા પછી રસ્તા પર ચાલી રહ્યા હતા તે દરમિયાન હથિયારધારી ગેંગે તેમને જયહિંદપુરમ-એમકે પુરમ જંકશન નજીક રાત્રે 8.30 વાગ્યાની આસપાસ ચાકુના ઘા જીકી દીધા હતા.

  ઘટના બાદ તેમને ગંભીર અવસ્થામાં સરકારી રાજાજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. હત્યાના આ કેસમાં જયહિંદપુરમ પોલીસ તપાસ કરી રહી છે. મણિકંદન મદુરાઈ વિલાપુરમ હાઉસિંગ બોર્ડ કોલોનીનો રહેવાસી હતા. તેઓ ચોલાઈજાકુપુરમ મેઈન રોડ, જયહિંદપુરમ ખાતે જ્વેલરીની દુકાન ચલાવતા હતા. ગત રાત્રે તેઓ રાબેતા મુજબ દુકાન બંધ કરીને ઘરે જવા નીકળ્યા હતા. તે સમયે ત્યાં આવેલા 3 બદમાશોએ તેમને રોક્યા અને ઝઘડો કરવા લાગ્યા. ત્યારપછી તેમણે મણિકંદનની રસ્તાની વચ્ચોવચ હત્યા કરીને ભાગી ગયા હતા.

  - Advertisement -

  અહેવાલોમાં કહેવામાં આવી રહ્યું છે કે મણિકંદન લાંબા સમય સુધી હત્યારાઓ સાથે લડ્યા હતા, પરંતુ તેમનો જીવ બચાવી શક્યા નહીં. હંમેશા વ્યસ્ત રહેતા આ વિસ્તારમાં બનેલી ઘટનાએ લોકોને ચોંકાવી દીધા છે. માહિતી મળતા જ જયહિંદપુરમ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. માર્યા ગયેલા મણિકંદનને લક્ષ્મી નામની પત્ની અને 2 પુત્રીઓ છે. હજુ સુધી એ જાણી શકાયું નથી કે હત્યારા કોણ છે અને હત્યા પાછળ તેમનો હેતુ શું હતો, પોલીસ આ મામલે ઝીણવટભરી તપાસ કરી રહી છે અને ફરાર આરોપીની શોધખોળ કરી રહી છે.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં