Saturday, September 7, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટરાજસ્થાનમાં સરકારી નોકરી માટે પિતા બન્યો જલ્લાદ: 5 મહિનાની નિર્દોષ દીકરીનો નહેરમાં...

    રાજસ્થાનમાં સરકારી નોકરી માટે પિતા બન્યો જલ્લાદ: 5 મહિનાની નિર્દોષ દીકરીનો નહેરમાં ફેંકીને લીધો જીવ, ત્રીજું બાળક થવા પર નોકરી કાયમી ન થવાનો હતો ભય

    રાજસ્થાનની એક સરકારી શાળામાં કોન્ટ્રક્ટ પર કામ કરી રહેલ વ્યક્તિ અને તેની પત્નીએ કથિત રીતે કાયમી સરકારી નોકરી મેળવવાની લાલચમાં પોતાની જ 5 માસની દીકરીને નહેરમાં ડૂબાડીને મારી કાઢી.

    - Advertisement -

    સરકારી નોકરી મેળવવી એ ઘણા લોકોનું સપનું હોય છે, પરંતુ સરકારી નોકરી મેળવવા માટે જો કોઈના માથે હેવાન સવાર થઇ જાય તો એ ખરેખર માનવતા માટે શરમજનક ઘટના કહેવાય. આવું જ કંઈક રાજસ્થાનના બિકાનેર જિલ્લામાં થયું છે. અહીં કલયુગી માતા-પિતાએ તેમની પાંચ મહિનાની બાળકીને કેનાલમાં ફેંકી દીધી હતી જેથી તેઓ નોકરીમાં કાયમી થઇ શકે.

    અહેવાલો મુજબ કોન્ટ્રાક્ટ પર મળેલી સરકારી નોકરીમાં મુશ્કેલીથી બચવા માટે પિતા ઝંવરલાલે પુત્રી અંશિકા ઉર્ફે અંશુની હત્યા કરી હતી. આ જઘન્ય ગુના બાદ પોલીસે આરોપી પિતા અને માતા બંનેની ધરપકડ કરી લીધી છે.

    લોકોએ કેનાલમાંથી બાળકીને બહાર કાઢી, પરંતુ ત્યાં સુધી મોડું થઇ ગયું હતું

    ઝંવરલાલ ચાંદસર ગામમાં શાળા સહાયક તરીકે કોન્ટ્રાક્ટ પર કામ કરે છે. પોલીસે માહિતી આપી છે કે આરોપી બે દિવસ પહેલા તેની પત્ની અને બે બાળકો સાથે જિલ્લાના છત્તરગઢમાં તેના સાળાના ઘરે ગયો હતો. રવિવારે સાંજે સાળાના ઘરેથી પરત ફરતી વખતે તેણે તેની પત્ની સાથે મળીને બાળકીને રસ્તામાં આવેલી ઈન્દિરા ગાંધી કેનાલમાં ફેંકી દીધી હતી. ત્યારબાદ અહીંથી દિયાત્રા જવા રવાના થયા હતા.

    - Advertisement -

    નિર્દોષને ફેંકાતા જોઈને ત્યાં હાજર કેટલાક લોકોએ બૂમો પાડી હતી. પરંતુ તેની પરવા કરવાને બદલે બાઇક સવાર આરોપી ત્યાંથી ફરાર થઇ ગયો હતો. લોકોએ બાળકીને કેનાલમાંથી બહાર કાઢી, પરંતુ ત્યાં સુધીમાં તેનું મોત થઈ ગયું હતું.

    પોલીસે નાકાબંધી કરીને આરોપી માતા પિતાની ભાળ મેળવી

    ઘટનાની માહિતી મળતાં પોલીસે રાજસ્થાનના છત્તરગઢ અને ખજુવાલા વિસ્તારમાં નાકાબંધી કરી હતી. આ પછી ખાજુવાલાના ટ્રેઇની સબ ઇન્સ્પેક્ટર મુકેશ કુમારે કપલની બાઇક રોકી હતી. પૂછપરછ કરતાં ઝંવરલાલના ચહેરા પર ગભરાટ જોવા મળ્યો. તેણે પોલીસને જણાવ્યું કે તે તેના સાળાને મળવા આવી રહ્યો હતો.

    ઝંવરલાલ સાથે વાત કરતી વખતે મુકેશ કુમારને તેના પર શંકા ગઈ. જેથી ટ્રેઇની એસઆઇ મુકેશ કુમારે તેનો ફોટો લીધો હતો. મોબાઈલમાંથી બાઇકનો ફોટો અને ઝંવરલાલના આધાર કાર્ડનો ફોટો પણ લીધો હતો. આ પછી જ્યારે આ અંગેની માહિતી ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચી. ઝંવરલાલ તેની પત્ની સાથે દિયાત્રા પહોંચ્યા હોવાની જાણ થતાં પોલીસે દંપતીની ધરપકડ કરી હતી.

    શાળામાં આપી હતી પોતાને બે બાળકો હોવાની એફિડેવિટ

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઝંવરલાલને આશા હતી કે તેમને જલ્દી કાયમી કરવામાં આવશે. નોકરીમાં એક શરત છે કે બેથી વધુ બાળકો ન હોવા જોઈએ. આવી સ્થિતિમાં તેમને શંકા હતી કે તેમની નોકરી જોખમમાં ન આવી જાય. આ કારણે તેના મનમાં તોફાન ચાલી રહ્યું હતું.

    પ્રાપ્ત માહિતી અનુસાર, એક બાળકીને કેનાલમાં ફેંકી દીધા બાદ પણ તેને ત્રણ બાળકો છે. તેમાંથી તેણે એક પુત્રીને તેના મોટા ભાઈને દત્તક આપી છે. જોકે, અત્યાર સુધી ઝંવરલાએ કહ્યું છે કે બાળકી અકસ્માતે કેનાલમાં પડી ગઈ હતી.

    પોલીસને એવી માહિતી પણ મળી છે કે ઝંવરલાલે ગયા વર્ષે ડિસેમ્બરમાં એફિડેવિટ આપ્યું હતું કે તેને બે બાળકો છે. આવી સ્થિતિમાં, તેને આશંકા હતી કે બેથી વધુ બાળકો હોવાને કારણે તે કાયમી નહીં થાય. જેથી તેણે એક બાળકીને કેનાલમાં ફેંકીને તેની હત્યા કરી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં