Friday, October 4, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઆદિવાસી બાળકી પર સામૂહિક બળાત્કાર કરવાનો હતો ઈરાદો, મનસુબો પાર ન પડતાં...

    આદિવાસી બાળકી પર સામૂહિક બળાત્કાર કરવાનો હતો ઈરાદો, મનસુબો પાર ન પડતાં ચાલુ ગાડીએ ફેંકી દીધી: અમરૂદ્દીન ખાન સહિત ત્રણની ધરપકડ

    આ મામલે ભારતીય જનતા પાર્ટીએ આ ઘટનાને તૃષ્ટિકરણની આડ અસર ગણાવી.

    - Advertisement -

    ઝારખંડના ગુમલા જિલ્લાથી અરેરાટી મચાવે તેવી ઘટના સામે આવી છે. જેમાં એક સગીર આદિવાસી દીકરીને ત્રણ નરાધમોએ સામુહિક બળાત્કાર કરવા માટે ઉપાડી લીધી હતી, જેમાં સફળ ન થતા ચાલુ ગાડીએ તેને ફેકી દીધી હતી. હાલમાં છોકરી ખુબ જ ગંભીર રીતે ઘાયલ હાલતમાં હોસ્પિટલમાં ભરતી છે. 

    મળતી માહિતી અનુસાર, ઝારખંડના ગુમલા જિલ્લામાં આવેલા ચૈનપૂર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક આદિવાસી સગીરાનું ત્રણ નરાધમોએ સામુહિક બળાત્કાર કરવા અપહરણ કર્યું હતું. આ કૃત્યમાં 24 વર્ષનો અમીરુદ્દીન ખાનના, 19 વર્ષનો મહેબૂબ ખાન અને 23 વર્ષનો શેખ અસલમ સામેલ છે. 

    આ ત્રણેય લોકોએ પહેલા આદિવાસી સગીરાનું બળાત્કાર કરવાના ખોટા ઈરાદાથી તેનું અપહરણ કર્યું હતું, પરંતુ સગીરાએ આ વાતનો પ્રતિકાર કર્યો હતો અને જોર જોરથી બુમ પાડી હતી. કોઈ આવી જશે તે વાતથી ગભરાઈને ત્રણેય આરોપીએ તેને ગાડીમાં લઈને દુર જતા રહ્યા હતા, ત્યાં સગીરા સાથે મારપીટ કરી હતી, છતાં આ લોકોનો ઈરાદો કામિયાબ ન થતા સગીરાને ચાલુ ગાડીએ જ ફેંકી દીધી હતી.  તેને હાલમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવી છે. તેના માતા પિતા દ્વારા જ ચૈનપૂર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવામાં આવી છે. 

    - Advertisement -

    પોલીસે પીડિતા સાથે વાત કરી, ઘટનાની જાણકારી મેળવી હતી. જેમાં પીડિતાએ આરોપીઓના નામ કહ્યા હતા. પીડિતાના નિવેદનના આધારે ત્રણેય આરોપીને પોલીસે પકડીને જેલના હવાલે કર્યા છે. આગળની તપાસ ચાલુ છે. તેમજ પોલીસ ઘટના સ્થળના પુરાવાઓ ભેગા કરી રહી છે. 

    આ મામલે ભારતીય જનતા પાર્ટીએ રાજ્યની કાયદા વ્યવસ્થા પર સવાલો ઉઠાવ્યા છે. તેમજ ત્રણેય આરોપીઓ વિશેષ સમુદાયના હોવાથી રાજ્ય સરકાર પર તૃષ્ટિકરણનો આરોપ લગાવ્યો છે. આ મામલે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મીડિયા સહ પ્રભારી યોગેન્દ્ર પ્રતાપે ટ્વીટ કરીને સરકાર ઉપર નિશાન તાક્યું છે. તેમને રાજ્યની કાયદા વ્યવસ્થા રસતાળે ગઈ હોવાની વાત કરી હતી સાથે જ તેમણે આદિવાસી માતા બહેનોની સુરક્ષા વ્યવસ્થાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. સરકાર પર આરોપ લગાવ્યો હતો કે સરકાર એક સમુદાયનું તૃષ્ટિકરણ કરી રહી છે માટે જ આવા તત્વોની હિમ્મત વધી છે.  જો કે છેલ્લા કેટલાય સમયથી ઝારખંડ સરકાર પર તૃષ્ટિકરણનાં આરોપો લાગી રહ્યા છે.  

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં