Monday, April 29, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટડાકોર હિંદુ યુવતી આપઘાત કેસ: આરોપી અબ્દુલ્લા મોમિનનું લેપટોપ જપ્ત કરાયું, મોબાઈલ...

    ડાકોર હિંદુ યુવતી આપઘાત કેસ: આરોપી અબ્દુલ્લા મોમિનનું લેપટોપ જપ્ત કરાયું, મોબાઈલ માટે શોધખોળ ચાલુ

    પોલીસે આરોપીનું લેપટોપ કબ્જે કરી લીધું છે. જ્યારે મોબાઈલ ફોન ક્યાંક છુપાવી દીધો છે, જે હાલ પોલીસ શોધી રહી છે. આ તમામ પુરાવાઓ એકત્રિત કરીને FSLને મોકલવામાં આવશે.

    - Advertisement -

    તાજેતરમાં ડાકોરની એક 22 વર્ષીય હિંદુ યુવતીએ અબ્દુલ્લા મોમિન નામના એક ઇસમના બ્લેકમેઈલિંગથી ત્રાસીને જીવન ટૂંકાવી લીધું હતું. યુવતીના પિતાની ફરિયાદના આધારે પોલીસે ગુનો દાખલ કરીને આરોપીની ધરપકડ કરી લઈએ તેને કોર્ટમાં રજૂ કરતાં 2 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. હવે આ કેસને લઈને વધુ વિગતો સામે આવી છે. 

    રિપોર્ટ્સ અનુસાર, પોલીસે આરોપીનું લેપટોપ કબ્જે કરી લીધું છે. જ્યારે મોબાઈલ ફોન ક્યાંક છુપાવી દીધો છે, જે હાલ પોલીસ શોધી રહી છે. આ તમામ પુરાવાઓ એકત્રિત કરીને FSLને મોકલવામાં આવશે અને જેના રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. 

    પોલીસે આ કેસને લઈને વધુ જણાવ્યું હતું કે, આરોપીએ મૃતક યુવતીના ભાઈને પણ ઇન્સ્ટાગ્રામ પર એક મેસેજ કર્યો હતો અને જેમાં તેણે ‘તારી બહેન કોઈ છોકરા સાથે વાત કરે છે’ તેમ જણાવ્યું હતું. પોલીસ અનુસાર, જો આરોપીનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ ફેક હશે તો આ કેસમાં આઇટી એક્ટની કલમ પણ ઉમેરવામાં આવશે. હાલ પોલીસ આરોપીની પૂછપરછ કરી રહી છે. ઉપરાંત, તેને વાંકાનેર લઇ જઈને પણ તપાસ કરવામાં આવી હોવાનું રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે. 

    - Advertisement -

    આ મામલો ખેડા જિલ્લાનો છે. અહીં ડાકોરની એક 22 વર્ષીય હિંદુ યુવતી નડિયાદની નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતી હતી. જ્યાં અગાઉ તેને અબ્દુલ્લા મોમિન સાથે પ્રેમસંબંધ હતો પરંતુ પછીથી યુવતીએ પૂર્ણવિરામ મૂકી દીધું હતું, જેના કારણે અબ્દુલ્લા ઉશ્કેરાયો હતો અને તેને સમાજમાં બદનામ કરી દેવાની અને બરબાદ કરવાની ધમકી આપતો હતો. ઉપરાંત, તે કોલેજ આવવા-જવા દરમિયાન અને મોબાઈલ પર પણ પરેશાન કરતો રહેતો હતો. બીજી તરફ, યુવતી કરગરતી રહી અને તેને છોડી દેવા માટે કહેતી રહી હતી પરંતુ તેમ છતાં તેણે ત્રાસ આપવાનો ચાલુ રાખ્યો હતો. 

    દરમ્યાન, ગત 11-12 મેના રોજ યુવતીના પરિજનો લગ્નપ્રસંગે બહારગામ ગયા હતા અને તે ઘરે એકલી હતી ત્યારે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. તેની અંતિમવિધિ પૂર્ણ કરીને પરત ફર્યા બાદ મોબાઈલ ફોન ચેક કરતાં તેના પિતાને અબ્દુલ્લા વિશે જાણવા મળ્યું હતું. તેમને કોલ રેકોર્ડિંગ અને મેસેજ પણ મળી આવ્યા હતા, જેમાં અબ્દુલ્લા યુવતીને બ્લેકમેઈલ કરતો હોવાનું સ્પષ્ટ થયું હતું. ત્યારબાદ ડાકોર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતાં પોલીસે અબ્દુલ્લા સામે IPC 306 હેઠળ ગુનો નોંધીને ધરપકડ કરી લીધી હતી. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં