Sunday, July 21, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટકપડવંજ: મહિલાની છેડતી કરી રહ્યો હતો અજ્જુ, પતિએ ઠપકો આપતાં ભાઈ આસિફ...

  કપડવંજ: મહિલાની છેડતી કરી રહ્યો હતો અજ્જુ, પતિએ ઠપકો આપતાં ભાઈ આસિફ સાથે મળીને જીવલેણ હુમલો કરી દીધો; બંનેની ધરપકડ બાદ અબ્બુએ પણ ધમકી આપી

  "અજ્જુના હાથમાં લોખંડનો પાઇપ હતો અને તેના ભાઈ આસિફના હાથમાં ધારદાર છરો હતો. અજ્જુએ મને પાઇપથી ફટકા માર્યા અને આસિફે મારા ગળા ઉપર છરો પણ મૂકી દીધો હતો." - મેહુલ પરીખ

  - Advertisement -

  ખેડા જીલ્લાના કપડવંજ તાલુકાના આતરસુંબા ગામમાં માથાભારે મુસ્લિમ શખ્સોએ ઉપસરપંચ પર હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. હુમલામાં ઉપસરપંચને શરીરે ઈજા પહોંચતાં સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડાયા છે. બીજી તરફ, ઘટનાના પગલે ગામનું મુખ્ય બજાર અને બસસ્ટેન્ડ સહિતનો સમગ્ર વિસ્તાર સજ્જડ બંધ રહ્યો હતો. આતરસુંબાના ઉપસરપંચ પર હુમલો થયા બાદ બાદ પોલીસે બંને આરોપીઓને પકડી લઈને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.

  ઘટનાની FIR ઑપઇન્ડિયા પાસે ઉપલબ્ધ છે. જેમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર, બે દિવસ પહેલાં આતરસુંબા ગ્રામ પંચાયત ઉપસરપંચ મેહુલ પરીખની પત્નીની આરોપી અજ્જુએ છેડતી કરી હતી. આ અંગે પત્નીએ તેમને જાણ કરતાં મેહુલ પરીખે અજ્જુને ઠપકો આપ્યો હતો. જેની અદાવત રાખીને તેણે ભાઈ આસિફ સાથે મળીને ગુરિવારે બપોરે મેહુલ પરીખ પર હુમલો કરી દીધો હતો. ત્યારબાદ ત્યાં હાજર અન્ય લોકોએ મળીને તેમને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા.

  ઘટનાની વધુ વિગતો મેળવવા માટે ઑપઇન્ડિયા પીડિત મેહુલ પરીખ સુધી પહોંચ્યું હતું. ટેલિફોનિક વાતચીતમાં મેહુલ પરીખે સમગ્ર આપવીતી કહી હતી અને તેમની ઉપર થયેલા હુમલા અને મળી રહેલી ધમકીઓ વિશે તેમજ આરોપીઓનાં કૃત્યો વિશે વિસ્તૃત જાણકારી આપી હતી.

  - Advertisement -

  વાતચીતમાં તેમણે જણાવ્યું કે, બે દિવસ પહેલાં તેમનાં પત્ની કામ અર્થે કપડવંજ ગયાં હતાં અને ત્યાં અજ્જુ કમર તેમની પાછળ પડી ગયો હતો અને તક શોધીને છેડતી કરી હતી. ત્યારબાદ ઘરે આવીને આ બાબતની જાણ કરતાં મેહુલ પરીખે અજ્જુ અને તેના ભાઈ આસિફને ઠપકો આપ્યો હતો.

  આસિફે ગળા પર છરો મૂકી દીધો અને બેભાન થયો ત્યાં સુધી મારતા રહ્યા

  માથાભારે ઈસમોની યાતનાનો ભોગ બનેલા ઉપસરપંચ આગળ જણાવે છે કે, “ઘટનાની સવારે 11 વાગ્યે ગ્રામસભા હતી અને ત્યાંથી હું એક બેસણામાં ગયો હતો. ત્યાંથી પરત ફરીને બસ સ્ટેન્ડ પાસે આવીને ચા પી રહ્યો હતો ત્યારે અચાનક અજ્જુ અને આસિફે આવીને મારી ઉપર હુમલો કરી દીધો. અજ્જુના હાથમાં લોખંડનો પાઇપ હતો અને તેના ભાઈ આસિફના હાથમાં ધારદાર છરો હતો. અજ્જુએ મને પાઇપથી ફટકા માર્યા અને આસિફે મારા ગળા ઉપર છરો પણ મૂકી દીધો હતો. હું બેભાન ન થયો ત્યાં સુધી તેમણે મને ફટકા માર્યા.”

  ઘટના બાદ આસપાસના લોકો મળીને પીડિતને હોસ્પિટલ લઇ ગયા હતા તો બીજી તરફ પોલીસને જાણ થતાં તેમણે પણ કાર્યવાહી કરી હતી. પોલીસે પીડિત વ્યક્તિની ફરિયાદના આધારે બંને આરોપીઓ સામે આઇપીસીની કલમ 323, 294(b), 506(2), 427, 188 અને 34 તેમજ GPAની કલમ 135(1) હેઠળ ગુનો દાખલ કરીને ધરપકડ કરી લીધી હતી.

  આરોપીઓના અબ્બુએ પણ પીડિતને ધમકી આપી

  આ માથાભારે ઈસમોએ હુમલો કર્યો હતો એટલું જ નહીં તેઓ જેલમાં ધકેલાયા બાદ તેમના અબ્બુએ પણ પીડિતને ધમકી આપી હતી. તેમણે વાતચીતમાં જણાવ્યું કે, બંને આરોપીઓના અબ્બુએ તેમને ધમકી આપીને કહ્યું હતું કે, ‘મારા દીકરાઓ ગમે ત્યારે બહાર આવશે અને બહાર આવે એટલી જ વાર છે, તને ફરી મારીશું.’

  તેમણે એમ પણ જણાવ્યું હતું કે, અજ્જુએ આવું કૃત્ય કર્યું હોય તેવી આ ઘટના પહેલી નથી અને અગાઉ થોડા મહિના પહેલાં સુરતમાં પણ આ બંને ઈસમો વિરુદ્ધ એક હિંદુ મહિલાને હેરાન કરવાનો આરોપ લાગ્યો હતો. આ મામલે સુરતમાં ફરિયાદ પણ થઇ હોવાનું તેમણે જણાવ્યું હતું. 

  આરોપી અને તેના પરિવારને કાયદાનો કોઈ ભય ન હોવાનું પીડિતે જણાવ્યું હતું. તેમના જણાવ્યા અનુસાર, ગામમાં હિંદુઓના 4 હજારથી વધુ પરિવાર છે અને મુસ્લિમોનાં 400 જેટલાં ઘરો છે. પરંતુ આ પરિવાર સૌથી વધુ માથાભારે છે. 

  ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આતરસુંબા સજ્જડ બંધ

  સ્થાનિક સૂત્રોએ જણાવ્યું કે, આતરસુંબાના ઉપસરપંચ મેહુલ પરીખ સેવાભાવી વ્યક્તિ છે અને તેમની ઉપર થયેલા ઘાતકી હુમલાના આખા ગામમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા. આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે સમગ્ર ગામમાં બંધ પાળવામાં આવ્યો હતો અને બજાર સજ્જડ બંધ રહ્યું હતું. 

  આતરસુંબાના ઉપસરપંચ પર હુમલો થયા બાદ બંને આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી હતી તો હાલ ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. આ મામલે વધુ વિગતો મેળવવા માટે ઑપઇન્ડિયાએ આતરસુંબા પોલીસ મથકનો પણ સંપર્ક કર્યો હતો, પરંતુ થઇ શક્યો ન હતો. પ્રત્યુત્તર મળ્યે આ રિપોર્ટ અપડેટ કરી દેવામાં આવશે.

  - Advertisement -
  Join OpIndia's official WhatsApp channel

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં