Thursday, November 7, 2024
More
    હોમપેજદેશખાલિસ્તાની આતંકી પન્નુએ સંસદમાં હંગામો કરનારાઓને ₹10 લાખ આપવાની કરી જાહેરાત: દિલ્હી...

    ખાલિસ્તાની આતંકી પન્નુએ સંસદમાં હંગામો કરનારાઓને ₹10 લાખ આપવાની કરી જાહેરાત: દિલ્હી પોલીસે 6ને પકડ્યા, UAPA હેઠળ નોંધાયો કેસ

    પન્નુએ સંદેશમાં કહ્યું હતું કે 13 ડિસેમ્બરે સંસદનો પાયો હચમચી ગયો હતો અને ખાલિસ્તાન જનમત સંગ્રહ માટે મતદાર નોંધણીની શરૂઆત સાથે તે સતત હચમચતો રહેશે.

    - Advertisement -

    ‘શિખ ફોર જસ્ટિસ’ના ખાલિસ્તાની આતંકી ગુરપતવંત સિંહ પન્નુએ સંસદ ભવનમાં ઘૂસીને હંગામો મચાવનારા લોકોને 10 લાખ રૂપિયાની કાનૂની સહાય આપવાની જાહેરાત કરી છે. તેણે સંદેશમાં કહ્યું હતું કે 13 ડિસેમ્બરે સંસદનો પાયો હચમચી ગયો હતો અને ખાલિસ્તાન જનમત સંગ્રહ માટે મતદાર નોંધણીની શરૂઆત સાથે તે સતત હચમચતો રહેશે. અગાઉ પન્નુએ કહ્યું હતું કે તેમની હત્યાનું ભારતીય એજન્સીઓનું કાવતરું નિષ્ફળ ગયું છે અને તેઓ સંસદ પર હુમલો કરીને જવાબ આપશે.

    નોંધનીય છે કે બુધવારે (13 ડિસેમ્બર 2023) સંસદમાં ઝીરો અવર દરમિયાન થયેલા હંગામામાં સામેલ 7 લોકોમાંથી પોલીસે 6 લોકોની (વિશાલ-વૃંદા, નીલમ દેવી, અમોલ શિંદે, સાગર શર્મા, ડી. મનોરંજન) ધરપકડ કરી છે. આ છ આરોપીઓ એકબીજાને 4 વર્ષથી ઓળખતા હતા અને છેલ્લા કેટલાક સમયથી આ ઘટનાને અંજામ આપવાની યોજના બનાવી રહ્યા હતા. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે સંસદમાં આ હુમલો કરતા પહેલા તેમણે રેકી કરી હતી.

    દિલ્હી પોલીસે આ તમામ સામે ગેરકાનૂની પ્રવૃત્તિઓ (પ્રિવેન્શન) એક્ટ (UAPA) હેઠળ કેસ નોંધ્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ તમામ ભગતસિંઘ ફેન ક્લબ દ્વારા એકબીજા સાથે જોડાયેલા હતા. સાગર શર્મા નામનો આરોપી સંસદની સુરક્ષા તપાસ વિશે જાણતો હતો. અમોલ શિંદે એ આરોપી છે જે મહારાષ્ટ્રમાંથી સ્મોક કનસ્ટર લાવ્યો હતો, જે તેણે ઇન્ડિયા ગેટ પર તેના સાથીદારોને આપ્યા હતા.

    - Advertisement -

    કથિત રીતે, તેમની યોજના સંસદમાં પ્રવેશવાની હતી. પરંતુ માત્ર સાગર શર્મા અને મનોરંજન જ પાસ મેળવી શક્યા હતા, તેથી અમોલ અને નીલમ બહાર રહી ગયા હતા. તેમની એન્ટ્રી બાદ જ લોકસભાના ઝીરો અવરમાં અરાજકતા જોવા મળી હતી. વિઝિટર ગેલેરીમાંથી સાંસદો વચ્ચે કૂદકો મારનાર સાગર શર્મા હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે જેવો સાગરે ત્યાં કૂદકો માર્યો, મનોરંજને પાછળથી સ્મોગ ગન ખોલી હતી. આ સમયે નીલમ અને અમોલે લોકસભાની બહાર આવું કર્યું અને સરમુખત્યાર બંધ કરોના નારા લગાવવા લાગ્યા.

    આ સમગ્ર હંગામા બાદ દિલ્હી પોલીસની એન્ટી ટેરર ​​સેલે 6 આરોપીઓને પકડ્યા છે. લોકસભા સ્પીકર ઓમ બિરલાએ ખાતરી આપી છે કે આ મામલે તપાસ કરવામાં આવશે. ગૃહ મંત્રાલયે પણ સંસદની સુરક્ષામાં ક્ષતિઓની તપાસના આદેશ આપ્યા છે. સીઆરપીએફના ડીજી અનીશ દયાલ સિંહના નેતૃત્વમાં તપાસ સમિતિની રચના કરવામાં આવી છે. આ કમિટી એ શોધી કાઢશે કે આટલી મોટી ભૂલ કયા સ્તરે થઈ છે અને સંસદની સુરક્ષાને વધુ કેવી રીતે સુધારી શકાય છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં