Tuesday, May 7, 2024
More
    હોમપેજદેશ'મુસ્લિમોની લાશ પર બની રહ્યું છે રામ મંદિર, 22 જાન્યુઆરી બ્લ્યૂ સ્ટાર':...

    ‘મુસ્લિમોની લાશ પર બની રહ્યું છે રામ મંદિર, 22 જાન્યુઆરી બ્લ્યૂ સ્ટાર’: રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા પહેલા આતંકવાદી પન્નૂએ ઓક્યું ઝેર, ખાલિસ્તાન બાદ હવે ‘ઉર્દુસ્તાન’ની માંગ

    ખાલિસ્તાની આતંકવાદીએ કહ્યું કે, "રામ મંદિર બાબરી મસ્જીદ પર બનાવવામાં આવી રહ્યું છે, તેને મુસ્લિમોની લાશના ઢગલા પર બનાવવામાં આવી રહ્યું છે. આ 2 કરોડ મુસ્લિમોનું ધર્મપરિવર્તન છે. હવે સમય આવી ગયો છે મુસલમાનો, તમે ભારતથી અલગ એક ઉર્દુસ્તાન બનાવો."

    - Advertisement -

    ભારતમાં વોન્ટેડ શીખ ફોર જસ્ટિસના ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંઘ પન્નૂએ અયોધ્યામાં બની રહેલા ભગવાન રામના ભવ્ય મંદિરને લઈને ધમકી આપી છે. આ સાથે જ તેણે મુસ્લિમોને પણ ભડકાવવાનો પ્રયત્ન કર્યો છે. તેણે રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા સમારોહનો વિરોધ કરવાની અપીલ કરતા કહ્યું કે બાબરીના ઢાંચાની જગ્યાએ મંદિર બનવું મુસ્લિમો માટે બ્લ્યૂસ્ટાર ઓપરેશન જેવું છે. આ ખાલિસ્તાની આતંકવાદીએ એક વિડીયો મારફતે રામ મંદિર પર ધમકી આપતા આ ઝેર ઓક્યું છે.

    પોતાના વિડીયોમાં ખાલિસ્તાની આતંકવાદી પન્નૂએ 22 જાન્યુઆરી 2024ના રોજ રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા પહેલા દેશના મુસ્લિમોને ભડકાવવાનો પ્રયત્ન કર્યો છે. તેણે કહ્યું કે, “દરેક મુસ્લિમે રામ મંદિરનો વિરોધ કરવો જોઈએ. 22 જાન્યુઆરીએ મુસ્લિમો વિરુદ્ધ નરેન્દ્ર મોદીનું ઓપરેશન બ્લ્યૂસ્ટાર છે. અમૃતસરથી અયોધ્યા સુધી એરપોર્ટ અને રેલ્વે સ્ટેશન બંધ કરી દો.”

    ખાલિસ્તાની આતંકવાદીએ રામ મંદિર પર ધમકી આપતા કહ્યું કે, “રામ મંદિર બાબરી મસ્જિદ પર બનાવવામાં આવી રહ્યું છે. તેને મુસ્લિમોની લાશના ઢગલા પર બનાવવામાં આવી રહ્યું છે. આ 2 કરોડ મુસ્લિમોનું ધર્મપરિવર્તન છે. હવે સમય આવી ગયો છે મુસલમાનો, તમે ભારતથી અલગ એક ઉર્દુસ્તાન બનાવો.” ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ આ રીતે વિડીયો બનાવીને અનેકવાર ધમકી આપી ચુક્યો છે.

    - Advertisement -

    વાસ્તવમાં અમૃતસર સ્થિત સુવર્ણ મંદિરને ખાલિસ્તાની આતંકવાદીઓથી ખાલી કરાવવા માટે ઇન્દિરા ગાંધીએ એક ઓપરેશન ચલાવવાનો આદેશ આપ્યો હતો. આ આદેશને ઓપરેશન બ્લ્યૂસ્ટાર કહેવામાં આવ્યું હતું. ઓપરેશનને 1થી 8 જૂન 1984 દરમિયાન ચલાવવામાં આવ્યું હતું. આ ઓપરેશનમાં ભારતીય સેનાએ ખાલિસ્તાની આતંકવાદી જનરૈલ સિંઘ ભિંડારવાલેને ઠાર માર્યો હતો. પન્નૂ આ આતંકવાદી ભિંડારવાલેને પોતાનો આદર્શ માને છે.

    ઉલ્લેખનીય છે કે ગુરપતવંત સિંઘ પન્નૂ પાસે અમેરિકા અને કેનેડાની બેવડી નાગરિકતા છે. તે ખાલિસ્તાનને લઈને ભારત વિરુદ્ધ ઝેર ઓકવા માટે કુખ્યાત છે. તાજેતરમાં જ અમેરિકાએ ભારત પર આરોપ લગાવ્યો હતો કે તમારા નાગરિક પન્નૂની હત્યા કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તેને લઈને બંને દેશોના સંબંધોમાં ખટરાગ ઉભો થયો હતો.

    ગુરપતવંત સિંઘ પન્નૂને વર્ષ 2020માં ભારતે ગેરકાનૂની ગતિવિધિ નિષેધ અધિનિયમ (UAPA) અંતર્ગત નામી આતંકવાદી ઘોષિત કર્યો હતો. પન્નૂએ ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંઘ નિજ્જરની કેનેડામાં થયેલી હત્યા પર કેનેડા, બ્રિટેન અને અમેરિકામાં ભારતીય વાણિજ્ય દુતાવાસો પર વિક્ષેપની ધમકી આપી હતી.

    ગત વર્ષે તેને કેનેડાની રાજધાની ઓટાવામાં ભારતીય ઉચ્ચાયુક્ત સંજય કુમાર વર્મા અને ટોરંટોમાં મહાવાણિજ્યદૂત અપૂર્વ શ્રીવાસ્તવના ફોટાવાળા પોસ્ટર જાહેર કર્યા હતા. આ પોસ્ટરમાં ભારતીય અધિકારીઓને ખાલિસ્તાની આતંકવાદી નિજ્જરની હત્યામાં સક્રિય ભૂમિકા નિભાવવાના આરોપો લગાવવામાં આવ્યા હતા. ત્યાર બાદ ભારત અને કેનેડાના સંબંધોમાં પણ તિરાડ પડી હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં