Friday, May 3, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટખાલિસ્તાનીએ કર્યું હનુમાનજીનું અપમાન, ગણાવ્યા ‘પહેલા આંતરરાષ્ટ્રીય આતંકવાદી’, કહ્યું- ગેરકાયદેસર બીજા દેશમાં...

    ખાલિસ્તાનીએ કર્યું હનુમાનજીનું અપમાન, ગણાવ્યા ‘પહેલા આંતરરાષ્ટ્રીય આતંકવાદી’, કહ્યું- ગેરકાયદેસર બીજા દેશમાં ઘૂસ્યા હતા

    ટ્વિટર ઉપર આ વિડીયો ફરી રહ્યો છે, જે મૂળરૂપે ટોકટોક ઉપર અપલોડ કરવામાં આવ્યો હતો. આ વિડીયો કોઈક પ્રદર્શન દરમિયાનનો છે, પરંતુ ચોક્કસ કયા સ્થળનો છે તે હજુ સુધી જાણી શકાયું નથી. 

    - Advertisement -

    હાલ પંજાબનો ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંઘ અને ખાલિસ્તાનીઓ પણ ચર્ચામાં ત્યારે એક ખાલિસ્તાનીએ હનુમાનજી વિશે અભદ્ર ભાષા વાપરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જેનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે હનુમાનજીનું અપમાન કરીને તેમને ‘આતંકવાદી’ ગણાવે છે. 

    ટ્વિટર ઉપર આ વિડીયો ફરી રહ્યો છે, જે મૂળરૂપે ટિકટોક ઉપર અપલોડ કરવામાં આવ્યો હતો. આ વિડીયો કોઈક પ્રદર્શન દરમિયાનનો છે, પરંતુ ચોક્કસ કયા સ્થળનો છે તે હજુ સુધી જાણી શકાયું નથી. 

    વિડીયોમાં એક શખ્સ કહેતો સંભળાય છે કે, “જો તમે અને તમારું મીડિયા અમારા સંત જરનૈલ સિંઘ ભીંડરાંવાલેને આતંકવાદી કહેશો તો તમારે સાંભળવું પડશે અને જવાબ આપવો પડશે. તમારા હનુમાન પહેલા આંતરરાષ્ટ્રીય આતંકવાદી હતા. તેમણે ગેરકાયદેસર રીતે સરહદ પાર કરી હતી. તેમણે કોઈ વિઝા મેળવ્યા ન હતા કે બીજા દેશના સાર્વભૌમત્વ વિશે ચિંતા કરી ન હતી. તેઓ બીજા દેશમાં ગયા અને એક વ્યક્તિ સાથે વિખવાદ હોવા છતાં આખી લંકા બાળી નાંખી. તેમણે નાગરિકોને ડરાવ્યા અને તમે તેને લંકા દહન તરીકે ઉજવો છો. આ તેમની વ્યક્તિગત લડાઈ હતી. જ્યારે તમે (ખાલિસ્તાનને) વ્યક્તિગત મામલો કહો છો ત્યારે યાદ રાખો કે એ તમારો વ્યક્તિગત મામલો હતો.”

    - Advertisement -

    ખાલિસ્તાનીએ હનુમાનજીનું અપમાન કરતાં આગળ કહ્યું કે, “એ રાવણ સાથેનો આંતરિક વિવાદ હતો તો શા માટે નાગરિકોને નુકસાન પહોંચાડ્યું હતું? તમે લોકોનાં ઘરો બાળી નાંખ્યાં, તમે ગેરકાયદેસર સરહદ પાર કરી. તમે દુનિયાના પહેલા આતંકવાદીને બીજા દેશમાં મોકલ્યો અને હવે તમે તેનો ગર્વ લો છો. તમારે આ સાંભળવું પડશે અને અમે તમને તે કહેતા રહીશું.”

    એ સ્પષ્ટ થઇ શક્યું નથી કે આ વિડીયો કયા કાર્યક્રમનો છે અને તેનું આયોજન અમૃતપાલ સિંઘના સમર્થનમાં કરવામાં આવ્યું હતું કે કેમ. અમૃતપાલ સિંઘ છેલ્લા એક અઠવાડિયાથી ભાગતો ફરી રહ્યો છે. તાજેતરમાં પંજાબ પોલીસે તેની સામે એક ઓપરેશન લૉન્ચ કર્યું હતું અને ઘણા સાથીઓની ધરપકડ કરી લીધી હતી પરંતુ અમૃતપાલ ભાગી છૂટ્યો હતો. હાલ તે ફરાર છે અને શોધવા માટે પંજાબ પોલીસ અને એજન્સીઓ તપાસ કરી રહી છે. 

    જોકે, આ પહેલો કિસ્સો નથી જ્યારે ખાલિસ્તાની સમર્થકોએ ભગવાનું અપમાન કર્યું હોય. એપ્રિલ 2022માં પટિયાલામાં મા કાળીના મંદિર પર હુમલા બાદ એક ખાલિસ્તાની સમર્થકે માતાજી માટે અભદ્ર ભાષા વાપરી હતી. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં