Saturday, October 5, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટશાંતિપૂર્ણ રીતે તિરંગા યાત્રા કરતા હિંદુઓ પર ખાલિસ્તાનીઓ દ્વારા તલવારથી હુમલોઃ અગાઉ...

    શાંતિપૂર્ણ રીતે તિરંગા યાત્રા કરતા હિંદુઓ પર ખાલિસ્તાનીઓ દ્વારા તલવારથી હુમલોઃ અગાઉ મંદિરો પર પણ હુમલાઓ કરી ચૂક્યા છે

    અગાઉ પણ મંદિરો પર ત્રણવાર હુમલાઓ કરી ચુક્યા છે ખાલિસ્તાનીઓ.

    - Advertisement -

    વર્તમાન સમયમાં ઓસ્ટ્રેલિયામાં ખાલીસ્તાની પ્રવૃતિઓ તેની ચરમ પર છે. છેલ્લા થોડા સમયમાં ખાલીસ્તાની માનસિકતાવાળા લોકો દ્વારા હિંદુઓ પર ઘણા હમલા કરવામાં આવ્યા છે. તેની જ એક કડીરૂપ હુમલો આજે થયો છે.

    મળતી માહિતી અનુસાર આજ તારીખ 29 જાન્યુઆરી 2023ના રોજ મેલબર્ન શહેરના ફેડરેશન ચોક ખાતે ખાલીસ્તાનીઓના સમર્થનમાં જનમતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જનમતના વિરોધમાં ભારતીયો દ્વારા તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી. ત્યારે ખાલીસ્તાની સમર્થકો હિંદુઓ પર તલવાર લઈને તૂટી પડ્યા હતા.

    ઓસ્ટ્રેલિયા હિંદુ મીડિયા દ્વારા શેયર કરેલા એક વીડીયોમાં જોઈ શકાય છે કે, હિંદુઓ ખૂબ જ શાંતિપૂર્ણ તરીકાથી તિરંગા યાત્રા કાઢી રહ્યા છે, જ્યારે ખાલીસ્તાની સમર્થકો તેના ઝંડાઓ લહેરાવીને તલવાર લઈને હિંદુઓ પાછળ દોડી રહ્યા છે.

    - Advertisement -

    અન્ય એક ટ્વીટમાં જણાવવામાં આવ્યું છે કે ખાલીસ્તાનીઓએ ભારતીયો પર હુમલો કર્યો છે. ટ્વીટમાં કહેવાયુ છે કે “ખાસ પ્રકારના હથિયારો લઈને 30-40 ખાલીસ્તાનીઓએ શાંતિપૂર્ણ રીતે તિરંગા યાત્રા કરતા હિંદુઓ પર હુમલો કર્યો છે. આ હુમલો ફેડરેશન ચોક પર થયો છે. વિક્ટોરિયા પોલીસ આ હુમલો રોકવા માટે અસફળ રહી છે.”

    ઓસ્ટ્રેલિયામાં ખાલીસ્તાની દ્વારા આ પહેલો હુમલો નથી. થોડા સમય પૂર્વે જ મેલબોર્નમાં આવેલ BAPS સ્વામીનારાયણ મંદિર પર ‘હિંદુસ્તાન મુર્દાબાદ’ અને ‘મોદી હિટલર’ જેવા નારા ચીતરવામાં આવ્યા હતા. ઉપરાંત ખાલીસ્તાની આતંકવાદી ભિંડરાંવાલેના સમર્થનમાં નારા લખાયા હતા.

    બીજો હુમલો પણ મેલબોર્નમાં આવેલ ઐતિહાસિક શિવ અને વિષ્ણુ મંદિર પર ખાલીસ્તાની સમર્થકોએ કર્યો હતો. મંદિરમાં તોડફોડ કરવામાં આવી હતી તેમજ દિવાલો પર ‘ટાર્ગેટ મોદી’ જેવા નારા લખ્યા હતા. ઉપરાંત ખાલીસ્તાનના સમર્થનમાં પણ નારા ચીતર્યા હતા.

    ત્રીજો હુમલો, મેલબર્નના જ અલ્બર્ટ પાર્કમાં આવેલ શ્રી શ્રી રાધા વલ્લભ મંદિરમાં 22 જાન્યુઆરી 2023ના રોજ કરાયો હતો. આ મંદિર ઈસ્કોન મંદિર તરીકે પણ ઓળખાય છે. મંદિર પર તોડફોડ કર્યા બાદ મંદિરની દિવાલો પર ‘ખાલીસ્તાન જિંદાબાદ’ અને હિંદુસ્તાન મુર્દાબાદ’ના નારાઓ પણ લખ્યા હતા. સાથે જ એ લોકોએ ખાલીસ્તાની આતંકવાદી ભિંડારવાલેને શહીદ ગણાવ્યો હતો.

    જણાવી દઈએ કે, ખાલીસ્તાની આતંકી ભિંડારવાલે એક મોટો ત્રાસવાદી હતો. તેના કારણે 20,000થી વધુ લોકોએ જીવ ગુમાવવા પડ્યા હતા. આવા ખુંખાર આતંકીવાદીને કેટલાક લોકો શહીદ તરીકે ગણાવે છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં