Wednesday, November 6, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ'પ્રાઈવેટ આર્મી' તૈયાર કરી રહ્યો હતો અમૃતપાલ, ‘ખાલિસ્તાની ડૉલર’ની ડિઝાઇન પણ બનાવી...

    ‘પ્રાઈવેટ આર્મી’ તૈયાર કરી રહ્યો હતો અમૃતપાલ, ‘ખાલિસ્તાની ડૉલર’ની ડિઝાઇન પણ બનાવી હતી: હજુ પણ ફરાર, ગનમેન અને નજીકનો સાથી ગોરખા બાબા પકડાયો

    અમૃતપાલનો આ ગનમેન ભૂતકાળમાં પણ મારામારી અને દારૂની હેરાફેરી જેવા ગુનાઓ આચરી ચૂક્યો છે. જે બદલ તેના વિરુદ્ધ પોલીસ કેસ પણ દાખલ થયા છે.

    - Advertisement -

    છેલ્લા કેટલાક સમયથી ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંઘ ચર્ચામાં છે. પાકિસ્તાનની સરહદ સાથે જોડાયેલા રાજ્ય પંજાબમાં માહોલ ખરાબ કરવા ખાલિસ્તાન સમર્થક અમૃતપાલે આચરેલા કારસ્તાનોથી આજે આખો દેશ વાકેફ છે તેવામાં તાજેતરમાં થયેલા ખુલાસા મુજબ અમૃતપાલ પોતાની એક ખાનગી સેના બનાવતો હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં, તેણે ‘ખાલિસ્તાની ડૉલર’ની ડિઝાઇન પણ બનાવી હોવાનો ખુલાસો થયો છે. બીજી તરફ અમૃતપાલનો ગનમેન અને નજીકનો સાથી ગણાતો તેજિન્દર સિંઘ ઉર્ફે ગોરખા બાબા ઝડપાઈ ગયો હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે.

    અહેવાલો અનુસાર, અમૃતપાલનો ગનમેન ગોરખા બાબા મૂળ પંજાબના મલોદના માંગેવાલનો રહેવાસી છે અને તેનું સાચું નામ તેજીન્દર છે. ગોરખા અમૃતપાલનો ખૂબ નજીકનો વ્યક્તિ હોવાનું અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે. તે હંમેશા અમૃતપાલની સુરક્ષામાં રહેતો હતો. અમૃતપાલનો આ ગનમેન ભૂતકાળમાં પણ મારામારી અને દારૂની હેરાફેરી જેવા ગુનાઓ આચરી ચૂક્યો છે. જે બદલ તેના વિરુદ્ધ પોલીસ કેસ પણ દાખલ થયા છે. તેજીન્દર અજનાલા કાંડમાં પણ અમૃતપાલનો સાથી રહી ચૂક્યો છે અને તેના વિરુદ્ધ પણ કલમ 107/151 અંતર્ગત ગુનો નોંધાયો છે. આ સિવાય પોલીસે તેજીન્દરના બે નજીકના સહયોગીને પણ પંજાબ પોલીસે દબોચી લીધા હોવાનું અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે.

    પોતાની ‘પ્રાઈવેટ આર્મી’ તૈયાર કરી રહ્યો હતો અમૃતપાલ

    ઉલ્લેખનીય છે કે દુબઈથી ભારત આવીને ‘વારિસ પંજાબ દે’ સંગઠન પર પોતાનો કબજો જમાવી લીધા બાદ અમૃતપાલ પોતાની એક પ્રાઈવેટ આર્મી તૈયાર કરી રહ્યો હતો. એટલું જ નહીં, તેની આ ફોજમાં સામેલ લોકોને હથિયાર ચલાવવાની ટ્રેનિંગ આપવા માટે તેણે જલ્લુંપુર ખેડા ગામના નદીના પટમાં એક આખી ફાયરિંગ રેન્જ પણ ઉભી કરી હતી. અમૃતપાલે બનાવેલી આ પ્રાઈવેટ આર્મીને ‘આનંદપુર ખાલસા ફોજ’ (AKF) નામ આપ્યું હતું. તે નશાખોર અને બદમાશોને આ સેનામાં ભરતી કરી રહ્યો હતો. તે આવા લોકોને હથિયાર ચલાવવાની ટ્રેનિંગ આપતો હતો જેનો એક વિડીયો પણ સામે આવ્યો છે.

    - Advertisement -

    તપાસમાં તે વાત પણ સામે આવી છે કે અમૃતપાલ ખાસ કરીને સાથે ડ્રગ એડિક્ટ અને બદમાશ બનેલા સુરક્ષા દળોના ભૂતપૂર્વ લોકોને પણ જોડતો હતો. અમૃતપાલે પોતાના માણસોને કહ્યું હતું કે તેઓ ખરાબ વર્તનને કારણે બળજબરીથી આર્મીમાંથી નિવૃત્ત થયેલા ભૂતપૂર્વ સૈનિકોની શોધ શરૂ કરે. તે તેમનો ઉપયોગ શસ્ત્રોની તાલીમ આપવા માટે કરવા માંગતો હતો. પોલીસનું કહેવું છે કે અમૃતપાલ આ ફાયરીંગ રેન્જમાં યુવાનોને અત્યાધુનિક હથિયારો હેન્ડલ કરવા, લોડ કરવા અને ચલાવવાની તાલીમ આપતો હતો. અમૃતપાલના ગનમેન ગોરખા બાબાના ફોનમાંથી તેને લગતી ઘણી સામગ્રી પોલીસને મળી આવી હતી.

    અમૃતપાલે ‘ખાલિસ્તાની ડૉલર’ની ડિઝાઇન પણ બનાવી નાખી હતી

    પોલીસને ગોરખા બાબા ઉર્ફે તેજીન્દરના ફોનમાંથી ‘ખાલિસ્તાની ડૉલર’ના સિમ્બોલ અને ડિઝાઇન પણ મળી આવ્યાં છે. જેને લઈને ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ (આઇજીપી-હેડક્વાર્ટર્સ) સુખચૈન સિંહ ગિલે જણાવ્યું હતું કે બાબાના ફોનમાંથી મળી આવેલા ફોટોગ્રાફ્સ અને વીડિયો સરહદી રાજ્યમાં અમૃતપાલ અને તેના જૂથની ભયાનક માનસિકતા તરફ ઇશારો કરવા માટે પૂરતા છે. આ વીડિયો એ સાબિત કરવા માટે પૂરતા છે કે તેઓ રાષ્ટ્રીય સુરક્ષા અને પંજાબની શાંતિ અને સંવાદિતા માટે કેટલું મોટું જોખમ ઉભું કરી રહ્યા હતા.

    ખન્ના પોલીસે તેજીન્દર ઉર્ફે ગોરખા બાબા સામે ભારતીય દંડ સંહિતાની કલમ 188 અને 336 (અન્યની વ્યક્તિગત સલામતીને જોખમમાં મૂકતું કૃત્ય) અને હથિયારોની કલમ 27 હેઠળ ગુનો નોંધ્યો છે. આ સિવાય પોલીસની ટીમ અમૃતપાલની યોજનાઓની વિગતો માટે બાબાની પૂછપરછ કરી રહી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં