Sunday, November 10, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘ગૌમૂત્ર પીનારા ગુજરાતી તારા ઘરમાં ઘૂસીને તને મારીશું’: વિદેશની ધરતી પર ગુજરાતીને...

    ‘ગૌમૂત્ર પીનારા ગુજરાતી તારા ઘરમાં ઘૂસીને તને મારીશું’: વિદેશની ધરતી પર ગુજરાતીને ધોળા દિવસે ધમકાવતો ખાલિસ્તાની; વિડીયો વાયરલ

    વાયરલ થયેલો આ વિડીયો ક્યાંનો છે તેની સ્પષ્ટ રીતે પુષ્ટિ તો નથી થઇ શકતી પરંતુ કેટલાક લોકો તેને લંડનનાં સાઉથહોલ વિસ્તારનો હોવાનું કહી રહ્યાં છે.

    - Advertisement -

    છેલ્લાં ઘણાં દિવસોથી વિદેશની ધરતી પર ખાલિસ્તાનીઓએ ઉત્પાત મચાવવામાં અચાનક વધારો કરી દીધો છે. ખાસ કરીને પંજાબમાં ખાલિસ્તાની સમર્થકોનાં સ્વયંભુ નેતા બની ગયેલા અમૃતપાલ સિંહના ભાગી ગયા બાદ આ ઉત્પાત ઓસ્ટ્રેલિયા, યુકે, અમેરિકા અને કેનેડા જેવા દેશોમાં વધ્યો છે. આવી જ એક ઘટનામાં એક વિડીયો વાયરલ થયો છે જેમાં એક ખાલિસ્તાનીએ ગુજરાતીને ધમકી આપી હોય એવું જોવા મળે છે.

    વાયરલ થયેલો આ વિડીયો ક્યાંનો છે તેની સ્પષ્ટ રીતે પુષ્ટિ તો નથી થઇ શકતી પરંતુ કેટલાક લોકો તેને લંડનનાં સાઉથહોલ વિસ્તારનો હોવાનું કહી રહ્યાં છે. આ વિડીયોમાં કેટલાક ખાલિસ્તાનીઓ કોઈ એક જગ્યાએ ખાલિસ્તાની ઝંડાઓ લઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યાં હોવાનું દેખાય છે. આ દરમ્યાન તેમની પાછળથી એક મોટી ઉંમરના ગુજરાતી પસાર થાય છે જે કોઈ એક ખાલિસ્તાની સમર્થક સાથે ચર્ચા કરી રહ્યાં હોવાનું જણાય છે.

    આ ચર્ચા જોઇને હાથમાં ખાલિસ્તાની ઝંડો લઈને ઉભેલો એક અન્ય વ્યક્તિ આ ગુજરાતી વ્યક્તિની એકદમ નજીક જઈને અને તેમની સામે આંગળી ઉંચી કરીને તેમને ધમકી આપે છે. આ ખાલિસ્તાનીએ ગુજરાતીને ધમકી આપતાં જે શબ્દોનો ઉપયોગ કર્યો છે તેનો ભાવાનુવાદ આ પ્રમાણે છે, “ગુજરાતીઓ સારી રીતે સમજી જજો એવી થપ્પડ મારીશ કે તું દેખાઇશ નહીં. મૂંગામૂંગા લંગર ખાવ. તારી નસલે ગૌમૂત્ર પી ને ઘણાં નાટકો કરી લીધાં છે. હું દરેક ગુજરાતીને કહું છું કે જો હવે લડાઈ શરુ થઇ છે ને તો તારા ઘરની અંદર ઘૂસીને લડાઈ કરીશું. જા જઈને ગૌમૂત્ર પી.જા સા*, થાય એ કરી લેજે.”

    - Advertisement -

    એક ખાલિસ્તાનીએ ગુજરાતીને ધમકી આપી છે એ સ્પષ્ટ દેખાડતો વિડીયો ક્યા દિવસે શૂટ કરવામાં આવ્યો છે તેના વિષે કોઈજ માહિતી નથી, પરંતુ હાલમાં જે રીતે દેશવિદેશમાં અને જેમ અગાઉ જણાવવામાં આવ્યું તેમ અમૃતપાલ સિંહનાં ભાગવા બાદ જે રીતે ખાલિસ્તાનીઓનો ઉત્પાત વધ્યો છે તે જોતાં આ વિડીયો તાજો જ હોવાનું લાગી રહ્યું છે. આ વિડીયો પરથી એ પણ સાબિત થાય છે કે વિદેશમાં ભારતીય એલચી કચેરીઓ જ નહીં પરંતુ પ્રવાસી ભારતીયો પણ ખાલિસ્તાનીઓથી સુરક્ષિત નથી.

    પોતાનાં દેશમાં કડક કાયદાઓ સ્થિત હોવાની કાયમ દુહાઈ દેતાં અમેરિકા, યુકે, ઓસ્ટ્રેલિયા તેમજ કેનેડા જેવા દેશોમાં ધોળા દિવસે કોઈ નાગરિકને કોઇપણ અન્ય વ્યક્તિ વગર કોઈ બીક ખુલ્લી ધમકી આપી જાય એ હવે આ વિડીયો વાયરલ થયાં બાદ કોઈને નવાઈ પમાડે તેવું નથી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં