Sunday, November 10, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ'ભારતીય સેના હિન્દુત્વ આતંકવાદી, નેવી-એરફોર્સે હજારો શીખોને મારી નાખ્યા - અમારા ધર્મસ્થળો...

    ‘ભારતીય સેના હિન્દુત્વ આતંકવાદી, નેવી-એરફોર્સે હજારો શીખોને મારી નાખ્યા – અમારા ધર્મસ્થળો પર વિનાશ વેર્યો’: ઝારખંડના ગુરુદ્વારામાં લાગ્યા પોસ્ટર

    ઑપઈન્ડિયા સાથે વાત કરતા, ઝારખંડ ગુરુદ્વારા પ્રબંધન સમિતિના પ્રમુખ સરદાર શૈલેન્દ્ર સિંહે ખાલિસ્તાનને સમર્થન આપતા પોસ્ટર વિષે જણાવ્યું હતું કે, “જે ભીન્ડરવાલાના ફોટો લગાવવામાં આવ્યો છે તેને શીખ સમુદાય શહીદ માને છે. કદાચ તે તમારા લોકો માટે આતંકવાદી હશે, પરંતુ શીખો માટે નહીં.

    - Advertisement -

    શિખોનું સૌથી પવિત્ર ધર્મસ્થળ અને સહુથી મોટી ઓથોરીટી શ્રી અકાલ તખ્ત સાહિબને હિંદુત્વવાદી આતંકવાદી ભારતીય સેનાએ તેમની ટેન્ક વડે નષ્ટ કરી નાખ્યું. વધુમાં વધું વિનાશ અને હજારો શીખોની હત્યા માટે નૌસેના અને વાયુસેનાનો પણ મહત્તમ ઉપયોગ કરવામાં આવ્યો. રાસાયણિક હથિયારોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો. અને શીખોના પવિત્ર મંદિરને હત્યાના મેદાનમાં ફેરવી દેવામાં આવ્યું.

    આ ઝારખંડના ગુરુદ્વારામાં ખાલિસ્તાની પોસ્ટરમાં લખવામાં આવ્યું છે

    ઝારખંડમાં એક શહેર છે – જમશેદપુર. આ શહેરમાં એક વિસ્તાર છે – માનગો. અહીં એક ગુરુદ્વારા આવેલું છે. ગુરુદ્વારામાં અનેક પોસ્ટર લગાવવામાં આવ્યા છે. પણ એક પોસ્ટરમાં ભારતીય સેનાને ‘હિંદુત્વ આતંકવાદી’ તરીકે વર્ણવામાં આવી છે. ભારતીય વાયુસેના અને નૌકાદળને પણ હત્યારા ગણવામા આવ્યાં છે. સેનાનું અપમાન કરતા પોસ્ટર જાહેરમાં હોવા છતાં કોઈ જ કાર્યવાહી નથી કરવામાં આવી.

    જમશેદપુરના માનગો ગુરુદ્વારા માટે ભારતીય સેના આતંકી અને જનરૈલસિંહ શહીદ (ફોટો સાભાર ऑपइंडिया)

    જમશેદપુર સ્થિત માનગો ગુરુદ્વારામાં જે સેનાનું અપમાન કરતા પોસ્ટર લાગ્યા છે તેમાં ભારતીય સેના માટે વાંધાજનક વાતો લખવામાં આવી છે, તે પોસ્ટરમાં ખાલિસ્તાની આતંકવાદી જરનૈલ સિંહને કોઈ હીરો અને સંત-જ્ઞાની હોય તેવો ચિતરવામાં આવ્યો છે, અને અધૂરામાં પૂરું આ પોસ્ટરની નીચે તેને “મહાન શહીદ” કહીને ઉલ્લેખવામાં આવ્યો છે.

    આ જ ગુરુદ્વારાના અન્ય પોસ્ટરમાં અન્ય ઘણા ખાલિસ્તાની આતંકવાદીઓનું મહિમામંડન કરવામાં આવ્યું છે. જેમાં જનરલ શાબેગ સિંહ, ભાઈ કેહર સિંહ, ભાઈ સતવંત સિંહ, જગતાર સિંહ હવારા, બળવંત સિંહ રાજોઆના, દવિંદર પાલ સિંહ ભુલ્લર, દિલાવર સિંહ બબ્બર… વગેરેના નામો નો ઉલ્લેખ છે.

    - Advertisement -
    તમામ ખાલિસ્તાની આતંકવાદી માનગો ગુરુદ્વારા માટે મહાન (ફોટો સાભાર ऑपइंडिया)

    ઑપઈન્ડિયાએ આ પોસ્ટરો વિશે જાણવા માટે જમશેદપુરના સ્થાનિકો સાથે વાત કરી હતી. ખાનગી ક્ષેત્રની બેંકમાં કામ કરતા એક મેનેજરે નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે આ પોસ્ટરો જોઈને તેઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. તેમણે કહ્યું કે, “હું એક મિત્રના મામાના અવસાન પર શ્રાદ્ધ-ભોજમાં ગયો હતો. પોસ્ટર જોઈને મારું મગજ ફરી ગયું. બેંકના મારા એક સાથીદાર સાથે પણ આ અંગે ચર્ચા કરી. નવાઈની વાત તો એ છે કે આજ સુધી ન તો આવા દેશદ્રોહી કૃત્ય સામે મીડિયા-કવરેજ મળ્યું કે ન તો વહીવટીતંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી.”

    અમે આ બાબતે વિશ્વ હિન્દુ પરિષદ (ઝારખંડ યુનિટ)ના પ્રચાર પ્રમુખ સંજય કુમાર સાથે પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે આ પોસ્ટરો લગાવ્યા બાદ જમશેદપુરમાં તેનો વિરોધ થયો હતો. તેમણે આરોપ લગાવ્યો કે વિશ્વ હિન્દુ પરિષદના જમશેદપુર સ્થિત જિલ્લા પદાધિકારીઓ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હોવા છતાં માનગો ગુરુદ્વારાના મેનેજમેન્ટે આ પોસ્ટરો હટાવવાનો ઇનકાર કર્યો હતો.

    આ પોસ્ટરો અંગે સંજય કુમારે કહ્યું કે આ એક દેશ વિરોધી પ્રવૃત્તિ છે. તેમણે કહ્યું કે સ્થાનિક વહીવટીતંત્ર પણ આ બાબતથી વાકેફ છે, પરંતુ હજુ સુધી કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી. તેમના મતે જમશેદપુરના માનગો પોલીસ સ્ટેશને પણ તેના અધિકારક્ષેત્રમાં આવતા ગુરુદ્વારાના આ કૃત્ય અંગે ક્યારેય કોઈ કાર્યવાહી કરી નથી.

    જ્યારે ઑપઈન્ડિયાએ માનગો ગુરુદ્વારાના સભ્ય સરદાર ભગવાન સિંહ સાથે વાત કરી તો તેમણે કહ્યું કે તેમને નથી ખબર કે આ કૃત્ય કોણે કર્યું છે. ભગવાન સિંહે ‘હું ચેક કરાવું છું’ કહીને ફોન કટ કરી નાંખ્યો હતો.

    ઑપઈન્ડિયા સાથે વાત કરતા, ઝારખંડ ગુરુદ્વારા પ્રબંધન સમિતિના પ્રમુખ સરદાર શૈલેન્દ્ર સિંહે ખાલિસ્તાનને સમર્થન આપતા પોસ્ટર વિષે જણાવ્યું હતું કે, “જે ભીન્ડરવાલાના ફોટો લગાવવામાં આવ્યો છે તેને શીખ સમુદાય શહીદ માને છે. કદાચ તે તમારા લોકો માટે આતંકવાદી હશે, પરંતુ શીખો માટે નહીં. આજકાલ તેનો ફોટો બજારોમાં સરળતથી મળી જાય છે. તેની તસવીરને સેંકડો શીખ શહીદોમાં સ્થાન આપવામાં આવ્યું છે. જો સેનાના અપમાનની વાત હોય તો તમે અમને ફોટો મોકલો. અપમાન કરનારાઓ સામે અમે તાત્કાલિક પગલાં લઈશું.”

    જ્યારે અમે આ અંગે એસએચઓ માનગો સાથે વાત કરી તો તેમણે તેમના પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવી કોઈ ઘટના વિશે જાણતા હોવાનો ઈન્કાર કર્યો હતો. સ્ટેશન ઈન્ચાર્જ માનગોએ અમારી પાસેથી સ્થળ વગેરેની માહિતી મેળવવાનો પ્રયાસ શરુ કરી દીધો હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં