રાજસ્થાનના અલવર જિલ્લામાં શીખ યુવક અને મુસ્લિમ યુવતીના લગ્નનો બદલો લેવા માટે અંદાજે પાંચ જેટલાં મુસ્લિમ કટ્ટરવાદીઓએ એક ગુરુદ્વારાના ભૂતપૂર્વ પુજારી ઉપર હુમલો કર્યો હતો, જયારે મુસ્લિમ કટ્ટરવાદીઓને ખબર પાડી કે તેમણે પકડેલ શીખ ગુરુદ્વારાના પુજારી છે, તો ક્રુરતા પૂર્વક તેમના કેશ કાપી નાંખ્યા હતા, આ હુમલાને શીખ સમુદાય ધાર્મિક નફરતના અપરાધ તરીકે જોઈ રહ્યો છે અને શીખ યુવક અને મુસ્લિમ યુવતીના લગ્નનો બદલો લેવા કરવામાં આવેલા હુમલા બદલ દેખાવો સાથે ન્યાયની માંગણી કરી રહ્યા છે.
Interfaith Love Between Sikh Man And Muslim Woman Triggered The ‘Hate Attack’ On Gurudwara Priest In Alwar https://t.co/nHp6Cjhqjb via @swarajyamag
— Avinash K S🇮🇳 (@AvinashKS14) July 25, 2022
એક મીડિયા અહેવાલ પ્રમાણે પીડિત ગુરબક્ષ સિંહ અલવરના રામગઢ તહસીલના મિલકપુર ગામના રહેવાસી છે. બનાવના દિવસે તેઓ રામગઢથી દવા ખરીદીને ઘરે પરત જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં મુસ્લિમ ટોળાએ તેમને અટકાવીને માર માર્યો હતો. માર માર્યા બાદ હુમલાખોરોએ પુજારી ગુરબક્ષ સિંહના કેશ કાપી નાખ્યા હતા. આ ઘટના બાદ શીખ સમુદાયે રોષ વ્યક્ત કર્યો હતો, અને આરોપીઓને ઝડપી લેવા માટે નિવેદન કર્યું હતું. આ સાથેજ વહીવટીતંત્ર નિષ્ફળ થશે તો સમુદાયે ઉગ્ર અંદોલનની પણ ચીમકી આપી હતી, જેના પગલે વહીવટીતંત્ર એલર્ટ થઈ ગયું છે, અને જુદી જુદી ટીમો બનાવીને આરોપીઓને પકડવા માટે અનેક સ્થળોએ દરોડા પાડી રહી છે.
હુમલાખોરોનો “સર તનસે જુદા” નો મનસુબો
મીડિયા રીપોર્ટ અનુસાર ઘટનાં બાદ નોંધાયેલ એફઆઈઆરમાં ગુરબક્ષ સિંહના નિવેદન મુજબ તેઓ લગભગ 7.30 વાગ્યે નજીકના અલવાડા ગામમાં કેટલીક દવાઓ ખરીદવા ગયા હતા.પાછા ફરતી વખતે, રસ્તા પર એક વ્યક્તિએ તેને રોકવા માટે સંકેત કર્યો, અને કહ્યું કે એક શીખ વ્યક્તિ ઘાયલ છે. સિંહે તેમની મોટરસાઇકલ રોકતાજ રોકનાર વ્યક્તિ અન્ય ચાર લોકો સાથે મળીને તેમના ઉપર તૂટી પડયા હતા, હુમલાખોરોએ તેમને ગળાથી પકડી રાખ્યા હતા. તેમાંથી બે જણા છરીઓ લઈને આવ્યા હતા. કટ્ટરવાદીઓએ તેમની આંખોમાં મરચાંનો પાવડર ઉડાડી, આંખો કપડાથી ઢાંકી દીધી હતી. જેથી તે હુમલાખોરોના ચહેરા ન જોઈ શકે.
ગુરબક્ષ સિંહના નિવેદન મુજબ કટ્ટરવાદીઓ અંદરોઅંદર તેમનું સર કલમ કરવાની વાત કરી રહ્યાં હતા. જ્યારે પૂજારીએ પોતાનો ગુનો પૂછ્યો ત્યારે હુમલા ખોરોએ મુસ્લિમ મહિલા સાથે લગ્ન કરવાનો આરોપ લગાવ્યો હતો, પણ પીડીતે પોતે તે વ્યક્તિ નથી, અને પોતે પુજારી હોવાની વાત કરી ત્યારે તેમાંથી એક વ્યક્તિએ “જુમ્મા સરપંચ” ને ફોન કરીને તેની માહિતી આપી. અમે પૂછ્યું કે પીડિતનું શું કરવું. ત્યારે હુમલા ખોરોના આકાએ કહ્યું કે શીખ પુજારીના કેશ કાપીને તેને જીવતો છોડી દેવો.
21 જુલાઈના રોજ રામગઢ પોલીસ સ્ટેશનમાં FIR (નંબર 417/2022) દાખલ કરવામાં આવી હતી. ફરિયાદના આધારે, પોલીસે “જુમ્મા સરપંચ” અને ચાર અજાણ્યા હુમલાખોરો સામે ભારતીય દંડ સંહિતા (આઈપીસી) કલમ 323, 341, 307 (હત્યાનો પ્રયાસ), 153A (દુશ્મનીને પ્રોત્સાહન), અને 295A (ઇરાદાપૂર્વક ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવી) હેઠળ ગુનો નોંધ્યો હતો.
મુસ્લિમ યુવતી સાથે શીખ યુવકનાં લગ્નનો બદલો
સમાચાર વેબસાઈટ સ્વરાજ્યના અહેવાલ મુજબ અલવાડા ગામના એક રહેવાસીએ નામ ન આપવાની શરતે ને ફોન પર જણાવ્યું કે એપ્રિલ મહિનામાં શીખ સમુદાયનો એક યુવક મુસ્લિમ યુવતી સાથે પ્રેમ થઇ જતા બંને લગ્ન કરવા માટે ભાગી ગયા હતા. બંને જણા પુખ્ત વયના હતા અને એક બીજાની સમાંતીથી લગ્ન કર્યા હતા. “મુસ્લિમોએ આ ઘટનાને પોતાના સમાજની ગુસ્તાખી” સમજી અને ગામમાં હોબાળો કર્યો હતો. અને જુમ્માએ યુવતીને પોતાના ઘરે ગોંધી રાખી હતી, ત્યારબાદ પોલીસે યુવતીને બચાવીને તેને તેના પતિ સાથે મોકલવામાં આવી હતી. પરંતુ ત્યારથી આ શીખ પરિવાર ભય ના માહોલ વચ્ચે જીવી રહ્યો છે અને તેઓ બહાર પણ નીકળતા નથી.
શુક્રવારે (22 જુલાઈ), સ્થાનિક શીખ સમુદાયે માંગણીઓ પર સર્વસંમતિ બનાવવા માટે પંચાયત યોજી હતી અને આ કેસમાં ઝડપથી ધરપકડ કરવા માટે પોલીસ સ્ટેશનની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિરોધ પ્રદર્શનમાં હિન્દુઓ પણ જોડાયા હતા.