Thursday, July 4, 2024
More
    હોમપેજક્રાઈમસગીર પુત્રી પર 6 વર્ષ સુધી બળાત્કાર કરનાર અબ્બુ મહંમદને કેરળની કોર્ટે...

    સગીર પુત્રી પર 6 વર્ષ સુધી બળાત્કાર કરનાર અબ્બુ મહંમદને કેરળની કોર્ટે 101 વર્ષની કેદ સાથે ઉંમરકેદની સજા ફટકારી: 16 વર્ષની ઉંમરે ગર્ભવતી બનતા ફૂટ્યો હતો ભાંડો

    ધરપકડ બાદ ચાલેલી તપાસમાં સામે આવ્યું હતું કે મહંમદે એક-બે વાર નહીં, પરંતુ લગભગ 6 વર્ષ સુધી પોતાની જ સગીર વયની બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું.

    - Advertisement -

    કેરળથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. કેરળની એક કોર્ટે મહંમદને 101 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આટલું જ નહીં, કોર્ટે તેને આ આકરી સજા ઉપરાંત ઉંમરકેદની સજા પણ આપી છે. મહંમદ પોતાની જ સગી દીકરી પર બળાત્કાર કરવાના ગુનામાં દોશી સાબિત થયો છે. તેણે પોતાની સગીર વયની બાળકી પર સતત બળાત્કાર કરીને ગર્ભવતી કરી દીધી હતી.

    પ્રાપ્ત માહિતી અનુસાર 43 વર્ષના મહંમદ પર આરોપ હતો કે તેણે પોતાની સગીર વયની બાળકી પર અનેક વાર બળાત્કાર કર્યા હતા. શરૂઆતમાં આ વિશે કોઈને જાણ ન થઈ, પરંતુ 16 વર્ષની બાળકી આ બળાત્કારના કૃત્યથી જયારે ગર્ભવતી થઈ, ત્યારે સહુ કોઈ ચોંકી ઉઠ્યા. મામલો સામે આવ્યા બાદ જયારે બાળકીની પૂછપરછ કરવામાં આવી ત્યારે સામે આવ્યું કે તેનો સગો અબ્બુ મહંમદ જ તેને પોતાની હવસનો શિકાર બનાવી રહ્યો હતો. ત્યાર બાદ મહંમદ વિરુદ્ધ ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી લેવામાં આવી હતી.

    ધરપકડ બાદ ચાલેલી તપાસમાં સામે આવ્યું હતું કે મહંમદે એક-બે વાર નહીં, પરંતુ લગભગ 6 વર્ષ સુધી પોતાની જ સગીર વયની બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ યાતના સહન કરતી બાળકી 16 વર્ષની થઈ અને વારંવાર બળાત્કારના કારણે બાળકીને ગર્ભ રહી ગયો હતો. માત્ર 16 વર્ષની ઉંમરે ગર્ભવતી બનતા મહંમદનો ભાંડો ફૂટી ગયો હતો. સમગ્ર મામલો કોર્ટમાં પહોંચ્યા બાદ કોર્ટે મેડીકલ તપાસ, પુરાવાઓ તેમજ બાળકીના નિવેદનો અને અન્ય બાબતોને ધ્યાનમાં લઈને મહંમદને આકરી સજા ફટકારી છે.

    - Advertisement -

    સજા ફટકારતી વખતે કોર્ટે નોંધ્યું હતું કે મહંમદે જે રીતે પોતાની જ સગી સગીર વયની દીકરી સાથે ક્રુરતા આચરી છે. તેના પર લાંબા સમય સુધી બળાત્કાર કરીને તેને ગર્ભવતી બનાવી છે. તે ખૂબ જ ગંભીર બાબત છે. કોર્ટે સજાનો આદેશ સંભળાવતા તેમ પણ નોંધ્યું હતું કે આરોપી મહંમદ લેશ માત્ર પણ દયાને પાત્ર નથી. અંતે કોર્ટે મહંમદને ગુનેગાર ઠેરવીને તેને 101 વર્ષની આકરી કેદ તદુપરાંત ઉંમરકેદની સજા ફટકારી છે.

    ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ કેરળથી આવા અનેક મામલા સામે આવ્યા છે. એક મામલામાં કેરળની તીરુર કોર્ટે મદરેસામાં ઇસ્લામી તાલીમ આપતા અબ્દુર રહેમાનને સગીર વયની બાળકી પર બળાત્કાર કરવા બદલ ઉંમરકેદની સજા ફટકારી હતી. આ સિવાયના એક મામલામાં મદરેસામાં ભણતા એક બાળકનું યૌનશોષણ કરવા બદલ એક શિક્ષકને 29 વર્ષની જેલ અને ₹2.5 લાખનો દંડ ફટકાર્યો હતો. 30 જૂને જિનશાદ નામના એક યુવકને 8 વર્ષના બાળક સાથે અત્યાચાર કરવાના મામલે 55 વર્ષની સજા ફટકારવામાં આવી હતી. આ રીતે 25 જૂને અબ્દુલ કરીમીને પણ એક કોર્ટે એક સાથે ત્રણ આજીવન કેદ અને ₹3,75,000ના આર્થિક દંડની સજા ફટકારી હતી. તેણે જે સગીરાનો બળાત્કાર કર્યો હતો તે પણ ગર્ભવતી થઈ ગઈ હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં