PFI અને SDPI ઉગ્રવાદી સંગઠનો છે કેરળ હાઇકોર્ટની ટીપ્પણી,5મી મેના રોજ, કેરળ હાઈકોર્ટે અવલોકનમાં જણાવ્યું હતું કે ‘પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા’ (PFI) અને ‘સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઈન્ડિયા’ (SDPI) આ બન્ને મુસ્લિમ ઉગ્રવાદી સંગઠનો છે, તે છતાં ભારતમાં હજુ સુધી પ્રતિબંધ મૂકવામાં આવ્યો નથી.
અદાલતે આ ટીપ્પણી મૃતક RSS સ્વયંસેવક સંજીતની પત્ની દ્વારા દાખલ કરવામાં આવેલ એક યાચિકાની સુનવણી દરમ્યાન કરી હતી, યાચિકામાં CBI દ્વરા તપાસની માંગણી કરવામાં આવી હતી. વડી અદાલતના જસ્ટીસ કે. હરીપાલે કહ્યું હતું કે “એમાં કોઈ શંકાને સ્થાન નથી કે SDPI અને PFI હિંસક ઉગ્રવાદી સંગઠનો છે, આ બંને સંગઠનો હિંસાના ગંભીર કૃત્યોમાં શામેલ છે.”
કેરળ ઉચ્ચ ન્યાયાલયે આગળ જણાવ્યું હતું કે ભૂતકાળમાં પણ SDPI અને PDFI દ્વારા સંઘના સ્વયંસેવકો ઉપર હુમલાઓ કરવાની ઘટનાઓ બની છે. અને દર વખતે તે હુમલાઓમાં SPDI,PFI ના કાર્યકર્તાઓ જવાબદાર હતાં.” જસ્ટીસ હરીપાલે ભાર મુકીને કહ્યું હતું કે SPDI/PFI અને સંઘના સ્વયંસેવકો વચ્ચે અવારનવાર ઘર્ષણ થતું રહે છે.
કેરળ હાઇકોર્ટે વધુમાં જણાવ્યું હતું કે એ. સંજીતની ક્રૂર હત્યા બાદ પણ સંઘ અને બન્ને ઇસ્લામી સંગઠનો વચ્ચે ઘર્ષણ ચાલું હતું. અદાલત તથ્યની ન્યાયિક નોંધ લઇ રહી છે કે આ ઘટનામાં પણ દલીલો પૂરી થયા બાદ પલક્કડમાં આવી 2 ઘટનાઓ ઘટી હતી.
જોકે ન્યાયમાં વિલંબ ન થાય અને આરોપી PFI કાર્યકર્તાઓને જામીન મળવાની સંભાવનાઓ વધે નહી તે માટે સંજીતની યાચિકા રદ્દ કરી હતી. કોર્ટનું માનવું છે કે જો તપાસ CBI ને સોપવામાં આવશે તો તેના પરિણામ રૂપે ન્યાયિક પ્રક્રિયામાં મોડું થશે અને તે જનહિતમાં નથી. આના કારણે આરોપી વ્યક્તિઓ માટે જામીન પર મુક્ત કરવાના માર્ગ પણ ખુલી જશે. કોર્ટે આદેશમાં લખ્યું છે કે,” વિરોધ પક્ષના સમૂહની માનસિકતા ને ધ્યાનમાં રાખતા કોર્ટ જો આરોપીઓને જમીન પર મુક્ત કરે તો ઘર્ષણ થવાની અને કાયદા વ્યવસ્થા કથળવાની સંભાવના ઉભી થઇ શકે તેમ છે.”
વધું એક કારણ જણાવતા હાઇકોર્ટે કહ્યું હતું કે તપાસ સમિતિને આ મામલામાં વિશેષ રૂચી નથી અથવા તો દોષીઓને બચાવવામાં રસ નથી તેવું પક્ષપાતપૂર્ણ વલણનું અનુમાન ન લગાવી શકાય, તમામ આરોપીઓની ધરપકડ થઇ ચુકી છે. માત્ર કેટલાક અપરાધી ફરાર હોવાથી તપાસ CBI ને સોંપી શકાય નહિ.
RSS કાર્યકર્તા એ. સંજીતની હત્યા
15 નવેમ્બર 2021ના રોજ પલક્કડના એલ્લાપલ્લીમાં 26 વર્ષીય રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તા સંજીતની તેની પત્નીની નજર સામે હત્યા કરવામાં આવી હતી, ધોળે દિવસે હુમલાખોરોએ સંજીતની બાઈકને ટક્કર મારીને તેની પત્ની સાથે ઘણાં લોકો પર હુમલો કર્યો હતો.
રિપોર્ટો અનુસાર આ હુમલાના ઘણાં આરોપીઓ ઉગ્રવાદી મુસ્લિમ સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા (PFI) ની જ ર્નૈતિક શાખા સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઈન્ડિયા (SDPI) સાથે જોડાયેલા હતા.
ચાલુ વર્ષે 24 જાન્યુઆરીના રોજ કેરળ પોલીસે ઘટનાના મુખ્ય સુત્રધાર મોહમ્મદ હરુનની ધરપકડ કરી હતી. હારુન SDPIના અન્ય સહયોગીઓ સાથે હત્યાના કાવતરામાં સક્રિય રીતે શામેલ હતો.
રાજકીય સંગઠનની સંડોવણી સ્પષ્ટ થયાના દિવસો પછી, સંજીતના પરિવારે આ મામલે NIAપાસે તપાસ શરૂ કરાવવા માંગ કરી હતી. સંજીતના ભાઈ સરથે આરોપ લગાવ્યો હતો કે ચાલી રહેલી તપાસ યોગ્ય રીતે થઈ રહી નથી. તેમના કહેવા પ્રમાણે, સંજીતને તેમના જીવનકાળમાં આવા ઘણા હુમલાઓનો સામનો કરવો પડ્યો હતો, જેમાં એક વાર તેના હાથ પર ગંભીર ઈજા થઈ હતી.