Saturday, May 4, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટPFI માટે કામ કરતો હતો કેરળ હાઇકોર્ટનો વકીલ મોહમ્મદ મુબારક, હથિયારોની ટ્રેનિંગ...

    PFI માટે કામ કરતો હતો કેરળ હાઇકોર્ટનો વકીલ મોહમ્મદ મુબારક, હથિયારોની ટ્રેનિંગ આપતો હતો: જેલના સળિયા પાછળ ધકેલાયો

    મોહમ્મદ મુબારકને કેરળના એર્નાકુલમમાંથી પકડી લેવામાં આવ્યો હતો. તે કેરળ હાઇકોર્ટમાં વકીલ તરીકે ફરજ બજાવે છે.

    - Advertisement -

    નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી (NIA)એ શુક્રવારે કેરળ હાઇકોર્ટના એક વકીલની ધરપકડ કરી લીધી હતી. મોહમ્મદ મુબારક નામના આ વકીલ ઉપર PFI માટે કામ કરવાનો અને તેની હિટ સ્ક્વૉડ તૈયાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવવાનો આરોપ લાગ્યો છે. વકીલ મુબારક સાથે એજન્સીએ કેરળમાં PFIના આ 14મા સભ્યની ધરપકડ કરી છે. 

    મોહમ્મદ મુબારકને કેરળના એર્નાકુલમમાંથી પકડી લેવામાં આવ્યો હતો. તે કેરળ હાઇકોર્ટમાં વકીલ તરીકે ફરજ બજાવે છે. શુક્રવારે તેને કોચી સ્થિત NIA સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો, જ્યાંથી તેને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો હતો. એજન્સીએ એમ પણ જણાવ્યું છે કે તેઓ તેની વધુ કસ્ટડી મેળવવા માટે કોર્ટને રજૂઆત કરશે. 

    એજન્સીએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, કેરળ હાઇકોર્ટનો વકીલ મોહમ્મદ મુબારક PFI હિટ સ્ક્વૉડનો સભ્ય/ટ્રેનર હતો. તેના ઘરેથી તપાસ દરમિયાન હથિયારો મળી આવ્યાં હતાં, જે બેડમિન્ટન રેકેટ બેગમાં છુપાવીને રાખ્યાં હતાં. ઉપરાંત, કુહાડી, તલવાર અને લાકડી-દંડા વગેરે પણ મળી આવ્યું હતું. તાસમાં સામે આવ્યું હતું કે તે PFI માટે જુદાં-જુદાં રાજ્યોના જિલ્લાઓમાં હિટ સ્ક્વૉડ તૈયાર કરતો હતો અને અન્ય સમુદાયના નેતાઓ અને લોકોને કઈ રીતે ટાર્ગેટ કરવા તેની તાલીમ આપતો હતો. લાંબી પૂછપરછ બાદ તેની ધરપકડ કરી લેવામાં આવી હતી.

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે આ પહેલાં NIAએ કોર્ટને જણાવ્યું હતું કે, PFIએ એવા નેતાઓની યાદી તૈયાર કરી રહી હતી જે તેમના ટાર્ગેટ પર હતા. આ તમામ અન્ય સમુદાયના હતા. 

    11 આતંકીઓ સામે ચાર્જશીટ, યોગ ક્લાસની આડમાં આતંકવાદી કેમ્પ ચલાવતા હતા 

    એજન્સી NIAએ શુક્રવારે તેલંગાણાના એક કેસમાં PFIના 11 આતંકવાદીઓ સામે ચાર્જશીટ રજૂ કરી હતી. જેમાં ખુલાસો કરવામાં આવ્યો હતો કે તેઓ યોગ ક્લાસની આડમાં આતંકી કેમ્પ ચલાવતા હતા અને મુસ્લિમ યુવકોની ભરતી કરીને તેમને ગળાં કાપવાની અને હુમલા કરવાની ટ્રેનિંગ આપવામાં આવતી હતી. 

    એજન્સીએ જણાવ્યું હતું કે, PFIમાં ભરતી થયા બાદ મુસ્લિમ યુવાનોને આતંકી કેમ્પમાં મોકલવામાં આવતા હતા અને જ્યાં તેમને ચાકુ, લોખંડના રૉડ, દંડ વગેરે જેવાં હથિયારોના ઉપયોગ વિશે જણાવવામાં આવતું અને અન્ય તાલીમો આપવામાં આવતી હતી. 

    એજન્સીએ ચાર્જશીટમાં એ પણ જણાવ્યું કે આ તાલીમ કેમ્પમાં યુવાનોને રોજબરોજમાં ઉપયોગમાં લેવામાં આવતી સામાન્ય ચીજવસ્તુઓ જેમકે ચાકુ, દાતરડાં, લોખંડના રોડ વગેરેથી હત્યા કરવાનું શીખવવામાં આવતું હતું. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં