Saturday, April 27, 2024
More
    હોમપેજદેશકેરળના રાજ્યપાલ આરિફ મહોમ્મદ ખાનના કાફલા પર વામપંથી ગુંડાઓનો હુમલો: પોલીસે જ...

    કેરળના રાજ્યપાલ આરિફ મહોમ્મદ ખાનના કાફલા પર વામપંથી ગુંડાઓનો હુમલો: પોલીસે જ રૂટની માહિતી કરી હતી લીક, ગુપ્તચર એજન્સીઓએ પહેલાં જ આપી હતી ચેતવણી

    રાજ્યપાલ પર આ હુમલો ત્યારે થયો જયારે તેઓ દિલ્હી જવા માટે તિરુવનંતપુરમ આંતરરાષ્ટ્રીય વિમાનમથક જઇ રહ્યા હતા ત્યારે તેમની કારને SFIના ગુંડાઓએ ટક્કર મારી હતી. આ કારણે રાજ્યપાલ ખૂબ ગુસ્સે થયા હતા.

    - Advertisement -

    કેરળના તિરુવનંતપુરમમાં રાજ્યપાલ આરિફ મહોમ્મદ ખાનના કાફલા પર વામપંથી વિદ્યાર્થી સંગઠન ‘સ્ટૂડન્ટ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા’ (SFI)એ હુમલો કરી દીધો હતો. ત્યારે હવે આ ઘટનામાં રાજ્યના ગુપ્તચર વિભાગે માહિતી આપી છે કે તેમણે SFI દ્વારા રાજ્યપાલ વિરુદ્ધ વિરોધ પ્રદર્શનને લઈને ત્રણ વાર ચેતવણીઓ આપી હતી.

    એજન્સીઓ દ્વારા આ ચેતવણીઓ 24 કલાકના ગાળામાં જાહેર કરવામાં આવી હતી. જેમાં કાળા ઝંડા સાથેનું પ્રદર્શન અને રાજ્યપાલ આરીફ મોહમ્મદ ખાન પર સંભવિત હુમલાની ચેતવણી આપવામાં આવી હતી. એટલું જ નહીં, સોમવારે (11 ડિસેમ્બર, 2023) બપોરે જાહેર કરવામાં આવેલા છેલ્લા રીપોર્ટમાં વિરોધના સંભવિત સ્થળોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. સ્ટેટ ઇન્ટેલિજન્સે તેના રીપોર્ટમાં રાજ્યપાલને વધારાની સુરક્ષા આપવા માટેનું સૂચન પણ આપ્યું હતું, પરંતુ ઉચ્ચ પોલીસ અધિકારીઓએ આ સૂચનાઓ સામે આંખ આડા કાન કર્યા હતા.

    પોલીસ એસોસિએશનના લીડરે લીક કરી માહિતી: ઇન્ટેલિજન્સ એજન્સી

    આ ઉપરાંત ગુપ્તચર એજન્સીઓ દ્વારા શહેર પોલીસ કમિશનરને રાજ્યપાલના ટ્રાવેલ રૂટને ગુપ્ત રાખવા માટે કહેવામાં આવ્યું હતું. ગુપ્તચર વિભાગનો દાવો છે કે પોલીસ એસોસિએશનના લીડરે સોમવારે સવારે આ માહિતી SFIને લીક કરી દીધી હતી. આગલા દિવસે રાજ્યપાલ વિરુદ્ધ SFIના વિરોધ પ્રદર્શન બાદ રવિવારે (10 ડિસેમ્બર 2023) સાંજે જ એજન્સીએ પ્રથમ રીપોર્ટ આપી દીધો હતો.

    - Advertisement -

    એજન્સીએ સોમવારે ભલામણ કરી હતી કે રાજ્યપાલ માટે એરપોર્ટ સુધી પહોંચવા માટે નિયત રૂટ સાથે અન્ય એક રૂટ પણ નક્કી કરવામાં આવે. રવિવારે સાંજે સિટી પોલીસ કમિશનરે વાયરલેસ દ્વારા આ રૂટને ગુપ્ત રાખવા માટે પોલીસ અધિકારીઓને સુચના સંદેશ મોકલ્યો હતો.

    સોમવારે સવારે બીજા ગુપ્તચર રીપોર્ટમાં પણ વિરોધ પ્રદર્શન વધવા તરફ ધ્યાન દોરવામાં આવ્યું હતું. બપોરે આપવામાં આવેલા ત્રીજા રિપોર્ટમાં ગુપ્તચર એજન્સીએ એમ પણ કહ્યું હતું કે પલાયમ અંડરપાસ અને પેટ્ટા સહિત ત્રણ સ્થળોએ વિરોધ પ્રદર્શનની સંભાવના છે. સાથે જ રાજ્યપાલને વધારાની સુરક્ષા પ્રદાન પરવા માટે વધારાના પોલીસ દળને તૈનાત કરવા માટે પણ સૂચન કરવામાં આવ્યું હતું. ગુપ્તચર વિભાગનું કહેવું છે કે રિપોર્ટ અનુસાર પોલીસ અધિકારીઓએ કોઈ સાવચેતી કે વધારાના સુરક્ષા પગલાં નહોતા ભર્યા. સોમવારે સવારે એવી માહિતી પણ સામે આવી હતી કે પોલીસ એસોસિયેશનના ટોપ લીડરે રાજ્યપાલના આખા રૂટની રૂપરેખા SFIને લીક કરી દીધી હતી. પોલીસ એસોસિએશનના આ લીડર લાંબા સમય સુધી રાજ્યની સ્પેશિયલ બ્રાન્ચમાં કામ કરી રહ્યા છે.

    આ અધિકારી પર ભૂતકાળમાં પણ લાગી ચૂક્યા છે આરોપ

    મહત્વનું છે કે, આ અધિકારી પર અગાઉ પણ આરોપ લાગી ચૂક્યા છે. આક્ષેપ કરવામાં આવ્યો હતો કે આ અધિકારીની આગેવાની હેઠળ સોનાની દાણચોરીના કેસમાં મુખ્ય આરોપી સ્વપ્ના સુરેશ તરફથી કેન્દ્રીય તપાસ એજન્સીઓ સામે ઓડિયો સ્ટેટમેન્ટ નોંધવામાં આવ્યા હતા. SFIના વિરોધ પ્રદર્શન અંગે રાજ્યપાલની આકરી પ્રતિક્રિયા બાદ કેરળ સરકાર અને ગૃહ વિભાગ દ્વિધામાં ફસાયા છે.

    રાજ્યપાલે સાર્વજનિક રીતે જાહેર કર્યું કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે. આવી સ્થિતિમાં જો તેઓ આ રિપોર્ટ કેન્દ્રીય ગૃહ મંત્રાલયને સોંપે તો કેરળ સરકારની મુશ્કેલીઓ વધારો થાય તે નકારી શકાય નહીં. આ હુમલા બાદ રાજ્યપાલ મહોમ્મદ ખાને કેરળના મુખ્યમંત્રી પર આ હુમલાનું ષડયંત્ર રચવાનો આરોપ લગાવ્યો હતો.

    ઉલ્લેખનીય છે કે કેરળના રાજ્યપાલ પર આ હુમલો ત્યારે થયો જયારે તેઓ દિલ્હી જવા માટે તિરુવનંતપુરમ આંતરરાષ્ટ્રીય વિમાનમથક જઇ રહ્યા હતા ત્યારે તેમની કારને SFIના ગુંડાઓએ ટક્કર મારી હતી. આ કારણે રાજ્યપાલ ખૂબ ગુસ્સે થયા હતા. કારમાંથી બહાર નીકળ્યા બાદ તેમણે મીડિયાને જણાવ્યું હતું કે, “આ મુખ્યમંત્રી પીનારાઈ વિજયને લોકોને મોકલીને શારીરિક ઈજા પહોંચાડવાનું કાવતરું હતું, જેવું તેમણે કન્નુરમાં કર્યું. પરંતુ હું કહી દઉં છું કે હું જ્યાં સુધી અહીં રાજ્યપાલની ગાદી પર છું, તેવું કશું થવા નહીં દઉં.”

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં