Saturday, October 5, 2024
More
    હોમપેજક્રાઈમકર્ણાટક સેક્સ સ્કેન્ડલ કેસના આરોપી અને JDS સાંસદ પ્રજ્વલ રેવન્નાની બેંગલુરુ એરપોર્ટ...

    કર્ણાટક સેક્સ સ્કેન્ડલ કેસના આરોપી અને JDS સાંસદ પ્રજ્વલ રેવન્નાની બેંગલુરુ એરપોર્ટ પરથી SITએ કરી ધરપકડ: 35 દિવસથી ફરાર થઈને જર્મનીમાં છુપાયો હતો

    જેડીએસના વડા એચડી દેવગૌડાનો 33 વર્ષીય પૌત્ર 31 મેના રોજ સવારે 12:46 વાગ્યે બેંગલુરુ પહોંચ્યો હતો અને બાદમાં એસઆઈટી દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી.

    - Advertisement -

    કર્ણાટક સેક્સ સ્કેન્ડલ કેસમાં મોટા સમાચાર સામે આવ્યા છે. SITએ પ્રજ્વલ રેવન્નાની ધરપકડ કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે તે બેંગલુરુ એરપોર્ટ પર ઉતરતાની સાથે જ ત્યાં હાજર પોલીસે પ્રજ્વલની ધરપકડ કરી લીધી. બેંગલુરુ એરપોર્ટ પર અશ્લીલ વિડીયો કેસમાં ધરપકડ કરાયેલ સસ્પેન્ડેડ JD(S) સાંસદ પ્રજ્વલ રેવન્નાને ટૂંક સમયમાં મેડિકલ તપાસ માટે લઈ જવામાં આવશે. ત્યાંથી તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને SIT રેવન્નાની કસ્ટડી માંગશે જેથી વધુ તપાસ થઈ શકે.

    નોંધનીય છે કે આજે વહેલી સવારે કેમ્પેગૌડા ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતર્યા બાદ રેવન્નાને બેંગલુરુમાં સીઆઈડી ઓફિસ લાવવામાં આવ્યો હતો. તેના ઘરમાં કામ કરતી એક મહિલાએ રેવન્ના પર યૌન શોષણનો આરોપ લગાવ્યો છે.

    જાતીય સતામણીના આરોપોનો સામનો કરી રહેલા હાસનના JD(S) સાંસદ રેવન્નાએ 30 મેના રોજ મ્યુનિકથી બેંગલુરુની રિટર્ન ફ્લાઈટ ટિકિટ બુક કરાવી હતી. જેડીએસના વડા એચડી દેવગૌડાનો 33 વર્ષીય પૌત્ર 31 મેના રોજ સવારે 12:46 વાગ્યે બેંગલુરુ પહોંચ્યો હતો અને બાદમાં એસઆઈટી દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી.

    - Advertisement -

    SIT ટીમે તેની બે ચેક-ઈન બેગ જપ્ત કરી અને તેને અલગ કારમાં લઈ ગઈ હતી. બેંગલુરુમાં CID ઓફિસની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી હતી અને રેવન્નાના આગમન પહેલા ઓફિસની બહાર બેરિકેડ લગાવવામાં આવ્યા હતા. પ્રજ્વલ રેવન્નાએ 27 મેના રોજ જાહેર કરેલા એક વિડીયોમાં કહ્યું હતું કે તે 31 મેના રોજ એસઆઈટી સમક્ષ પૂછપરછ માટે હાજર થશે.

    રેવન્નાએ 29 મેના રોજ દાખલ કરેલી આગોતરા જામીન અરજી હજુ કોર્ટમાં પેન્ડિંગ છે. રેવન્નાની આગોતરા જામીન અરજી એસઆઈટી દ્વારા આ કેસમાં અન્ય બે મુખ્ય આરોપીઓની ધરપકડ કર્યાના કલાકો બાદ કરવામાં આવી હતી. પોલીસે બુધવારે જણાવ્યું હતું કે ધરપકડ કરાયેલ લોકોની ઓળખ નવીન ગૌડા અને ચેતન તરીકે થઈ છે.

    હવે જોવાનું એ રહે છે કે પ્રજ્વલ રેવન્નાની પૂછપરછમાં શું સામે આવે છે. પોલીસ અનુસાર આ કેસમ હજુ ઘણા મોટા ખુલાસા થઈ શકે છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં