કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામો કોંગ્રેસની તરફેણમાં આવ્યા હતા, પરંતુ કેટલીક બેઠકો પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જોરદાર જંગ જોવા મળ્યો હતો. જયનગર મતવિસ્તારમાં, ભાજપના સીકે રામામૂર્તિએ કોંગ્રેસના સૌમ્યા રેડ્ડીને 16 મતોના ઓછા માર્જિનથી હરાવ્યા હતા.
કહેવામાં આવી રહ્યું છે કે શરૂઆતમાં કોંગ્રેસના ઉમેદવાર સૌમ્યા રેડ્ડી 160 વોટથી જીત્યા હતા પરંતુ બીજેપી ઉમેદવારે રિકાઉન્ટિંગ કરાવ્યું હતું. રિકાઉન્ટિંગમાં ભાજપના ઉમેદવારે કોંગ્રેસને 16 મતથી હરાવ્યા હતા. રાજ્યના માહિતી વિભાગના એક અધિકારીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આજે મોડી રાત્રે જયાનગરમાં SSMRV કોલેજ ખાતેના મતગણતરી કેન્દ્રમાં અધિકારીઓ દ્વારા પરિણામોની જાહેરાત કરવામાં આવી હતી.
કોંગ્રેસના ઉમેદવાર સૌમ્યાનું કહેવું છે કે ભાજપના સીકે રામામૂર્તિએ પોતાની તરફેણમાં પરિણામ બદલવા સરકારી મશીનરીનો દુરુપયોગ કર્યો છે.
#WATCH | BJP’s CK Ramamurthy defeated Congress' Sowmya Reddy by a narrow margin of 16 votes in the Jayanagar constituency; Congress workers held a protest as they alleged misuse of government machinery to favour Ramamurthy.#KarnatakaElectionResults2023 pic.twitter.com/I08HAzYJu3
— ANI (@ANI) May 14, 2023
કોંગ્રેસના કાર્યકરોએ પ્રશાસન અને ભાજપ સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ પ્રસંગે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ડીકે શિવકુમાર પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. કોંગ્રેસના કાર્યકરોએ આખી રાત હોબાળો મચાવ્યો હતો.
નોંધનીય છે કે આ ચૂંટણી પરિણામની ખાસ વાત એ રહી છે કે ઘણી બેઠકો પીઆર હાર-જીત માત્ર અમુક જ વોટના અંતરથી નક્કી થઈ છે. જેમાં ઘણી તો 500 વોટથી ઓછી છે.
કર્ણાટકમાં કોંગ્રેસને મળી છે ભારે જીત
કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં શરમજનક હારથી ભાજપને ઝટકો લાગ્યો છે. ભાજપને 2018ની 104 બેઠકોની સરખામણીએ આ વખતે માત્ર 65 બેઠકોથી જ સંતોષ માનવો પડ્યો છે, જ્યારે કોંગ્રેસ 136 બેઠકો પર જબરદસ્ત જીત મેળવી રહી છે. દક્ષિણ ભારતના અન્ય રાજ્યોમાં વિસ્તરણના પ્રચારમાં લાગેલા ભાજપને કર્ણાટકના ચૂંટણી પરિણામોના કારણે મોટો ઝટકો લાગ્યો છે.
પાર્ટી સૂત્રોના જણાવ્યા અનુસાર, કર્ણાટકમાં શરમજનક હારની સમીક્ષા કરવા માટે ભાજપ ટૂંક સમયમાં એક બેઠક યોજી શકે છે. કર્ણાટક બીજેપીના એક વરિષ્ઠ નેતાએ IANS ને કહ્યું કે પાર્ટી વિધાનસભા સ્તર, જિલ્લા સ્તર અને રાજ્ય સ્તરે હારના કારણોની સમીક્ષા કરશે અને વિશ્લેષણ કરશે કે પાર્ટી તેના મુદ્દાઓ સાથે લોકો સાથે કેમ જોડાઈ શકી નથી.
જો કે અન્ય એક અભ્યાસ એ પણ કહે છે કે પાછલી ચૂંટણી અને આ ચુંટણીમાં ભાજપના વોટ શેરમાં કોઈ ઘટાડો આવ્યો નથી. પરંતુ JDSનો વોટ શેર જેટલો ઘટ્યો છે એટલો જ વોટ શેર કોંગ્રેસનો વધ્યો છે અને પરિણામે કોંગ્રેસ કર્ણાટકમાં સરકાર બનાવવામાં સફળ રહી છે.