Monday, April 29, 2024
More
    હોમપેજરાજકારણતમિલનાડુમાં DMKના મંત્રીએ ગાળ આપ્યા બાદ હવે કર્ણાટકના કોંગ્રેસી મંત્રીએ કરી મારવાની...

    તમિલનાડુમાં DMKના મંત્રીએ ગાળ આપ્યા બાદ હવે કર્ણાટકના કોંગ્રેસી મંત્રીએ કરી મારવાની વાત વાત: જાહેર સભામાં કહ્યું- જે પણ મોદી-મોદી બોલે તેને થપ્પડ મારો

    શિવરાજ તંગાડાવીએ અગામી લોકસભા ચૂંટણીને લઈને યોજાયેલી એક સભામાં આપત્તિજનક ટીપ્પણી કરી છે. તેમણે કહ્યું હતું કે, જે પણ યુવાઓ કે વિદ્યાર્થીઓ નરેદ્ર મોદીના સમર્થનમાં 'મોદી-મોદી'ના નારા લગાવે છે. તેમને થપ્પડ મારી દેવા જોઈએ.

    - Advertisement -

    તમિલનાડુમાં DMKના મંત્રીએ વડાપ્રધાન મોદીને માપર ગાળ આપી તે વિવાદ શમ્યો નથી ત્યાં હવે કર્ણાટકના કોંગ્રેસી મંત્રીએ જાહેરમાં મારવાની વાત કરી છે. કર્ણાટકના મંત્રી અને કોંગ્રેસી નેતા શિવરાજ તંગાડાવીએ એક જાહેર સભામાં સંબોધન આપતા કહ્યું હતું કે જે પણ યુવા મોદી-મોદી બોલે તેને થપ્પડ મારવા જોઈએ. આ ઉપરાંત તેમણે કેન્દ્ર સરકારને લઈને અનેક આક્ષેપો પણ કર્યા હતા.

    મળતી માહિતી અનુસાર શિવરાજ તંગાડાવીએ અગામી લોકસભા ચૂંટણીને લઈને યોજાયેલી એક સભામાં આપત્તિજનક ટીપ્પણી કરી છે. તેમણે કહ્યું હતું કે, જે પણ યુવાઓ કે વિદ્યાર્થીઓ નરેદ્ર મોદીના સમર્થનમાં ‘મોદી-મોદી’ના નારા લગાવે છે. તેમને થપ્પડ મારી દેવા જોઈએ. આ સાથે જ તેમણે આરોપ લગાવ્યો હતો કે ભાજપ સરકાર વિકાસનો વાયદો પૂર્ણ કરવામાં વિફળ રહી છે. શિવરાજ તંગાડાવીએ તેમ પણ કહ્યું હતું કે 2 કરોડ નોકરીઓ આપવાની વાત પણ એક ઝુમલો છે.

    કોંગ્રેસ સામે ભાજપ આકરા પાણીએ, કરી ચૂંટણી પંચમાં ફરિયાદ

    શિવરાજ તંગાડાવીએ આપેલા આ પ્રકારના નિવેદન બાદ ભાજપ ફરી એક વાર વિપક્ષ પર આકરા પાણીએ જોવા મળી રહી છે. ભાજપ નેતા સીતી રવીએ આ મામલે કહ્યું હતું કે, “ચૂંટણી હારવાના ડરથી કોંગ્રેસ આ પ્રકારના નિવેદનો આપી રહી છે.” બીજી તરફ અમિત માલવિયએ પણ આ નિવેદનની નિંદા કરી છે. આટલું જ નહી, શિવરાજના આ પ્રકારના નિવેદન બાદ કર્ણાટકના ભાજપ નેતા અશોક દ્વારા ચૂંટણી પંચમાં ફરિયાદ કરવામાં આવી છે. અશોકે આ મામલે કહ્યું હતું કે, “શિવરાજના આ પ્રકારના નિવેદનથી મતદારોમાં ડર ઉભો થશે. તેઓ મતદાનથી દૂર રહી શકે છે. તેમનું આ નિવેદન આદર્શ આચાર સંહિતાનું ઉલંઘન છે.”

    - Advertisement -

    આ પહેલા DMKના મંત્રીએ PM મોદીને ગાળ આપી હતી

    ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ તમિલનાડુ સરકારના મંત્રી અને DMK નેતા અનીતા રાધાકૃષ્ણને વડાપ્રધાન મોદીને અભદ્ર ગાળ આપી હતી. તામિલનાડુના મત્સ્ય તેમજ પશુપાલન મંત્રી અનિતા રાધાકૃષ્ણને ચૂંટણી અનુલક્ષીને યોજાયેલી રેલીમાં કહ્યું હતું કે વડાપ્રધાન મોદીએ વોટ મેળવવા માટે સરદાર વલ્લભાઇ પટેલ અને કામરાજ જેવા નેતાઓને સન્માનિત કર્યા છે. તેમણે કહ્યું, “પટેલ સમુદાયના મત મેળવવા માટે સરદાર વલ્લભાઈ પટેલની પ્રતિમા બનાવી. આવી ઘૃણિત રણનીતિનો ઉપયોગ વડાપ્રધાન મોદી દ્વારા કરવામાં આવે છે.”

    ડીએમકે નેતાએ ગયા અઠવાડિયે તમિલનાડુના સેલમ ખાતે પીએમ મોદી દ્વારા કરવામાં આવેલા ભાષણ પર પણ ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું કે, “સેલમમાં બોલતી વખતે તે (પીએમ મોદી) કામરાજાર વિષે એવી રીતે બોલી રહ્યા હતા જાણે કામરાજારે તેમને ગળે ન લગાડ્યા હોય. મા***દ, અમે જાણીએ છીએ કે તમે લોકોએ શું કર્યું છે. જ્યારે તે દિલ્હીમાં હતા, ત્યારે તમે તેને મારવાનો પ્રયત્ન કરેલો.”

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં