Friday, March 29, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટકર્ણાટક ચૂંટણીમાં ‘નેશનલ પાર્ટી’ AAPનું ખાતું પણ ન ખૂલ્યું, માત્ર 0.58 ટકા...

    કર્ણાટક ચૂંટણીમાં ‘નેશનલ પાર્ટી’ AAPનું ખાતું પણ ન ખૂલ્યું, માત્ર 0.58 ટકા મત મળ્યા: ડાબેરી પાર્ટીઓની પણ એ જ હાલત

    તાજેતરમાં જ નેશનલ પાર્ટીનો દરજ્જો જેને મળ્યો છે એવી આમ આદમી પાર્ટીને આ ચૂંટણીમાં એકેય બેઠક તો ન જ મળી પરંતુ મોટાભાગની બેઠકો પર ડિપોઝીટ ડૂલ થઇ ગઈ છે.

    - Advertisement -

    આજે કર્ણાટક વિધાનસભા ચૂંટણીનાં પરિણામો આવ્યાં. કોંગ્રેસ પાર્ટીએ સ્પષ્ટ બહુમતી સાથે જીત મેળવી લીધી છે. ભાજપને ઠીકઠાક બેઠકો મળી છે. બીજી તરફ, તાજેતરમાં નેશનલ પાર્ટી બનેલી આમ આદમી પાર્ટી ક્યાંય જોવા જ મળી રહી નથી. પાર્ટીએ મોટાભાગની બેઠકો પર ડિપોઝીટ ગુમાવી દીધી છે તો ડાબેરી પાર્ટીઓની પણ આ જ હાલત છે.

    ચૂંટણી પંચના આંકડા મુજબ કર્ણાટક વિધાનસભામાં કોંગ્રેસ પછી ભાજપ બીજા નંબરનો સૌથી મોટો પક્ષ બની ગયો છે. જ્યારે ત્રીજા નંબર પર જનતા દળ સેક્યુલર (JDS) છે. અન્ય 2 બેઠકો જીતીને ચોથા નંબરે છે. જ્યારે કલ્યાણ રાજ્ય પ્રગતિ પક્ષ અને સર્વોદય કર્ણાટક પક્ષ 1-1 બેઠકો સાથે પાંચમા નંબરે છે.

    એક સમયે સમગ્ર ભારતમાં પોતાનો દબદબો ધરાવતા વિવિધ ડાબેરી પક્ષોના એક પણ ઉમેદવાર પણ આ ચૂંટણીમાં જીતી શક્યા નથી. જ્યારે તાજેતરમાં જ નેશનલ પાર્ટીનો દરજ્જો જેને મળ્યો છે એવી આમ આદમી પાર્ટીને આ ચૂંટણીમાં એકેય બેઠક તો ન જ મળી પરંતુ મોટાભાગની બેઠકો પર ડિપોઝીટ ડૂલ થઇ ગઈ છે.

    - Advertisement -
    ફોટો: ચૂંટણીપંચની વેબસાઇટ

    ચૂંટણી પંચના ડેટા મુજબ, આમ આદમી પાર્ટીને અત્યાર સુધીમાં 0.58% વોટ શેર મળ્યા છે. વોટની વાત કરવામાં આવે તો તમામ બેઠકો થઈને આ સંખ્યા 2,25,668 જેટલી થાય છે. આ વખતે આમ આદમી પાર્ટી કુલ 209 બેઠકો પર ચૂંટણી લડી હતી. જ્યારે વર્ષ 2018ની વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં 28 સીટો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા હતા. તે દરમિયાન પાર્ટીને માત્ર 0.06% વોટ શેર મળ્યા હતા. જો કે આ વખતે AAPના વોટ શેરમાં 0.52 ટકાનો વધારો થયો છે.

    ડાબેરી પક્ષોની હાલત વધુ ખરાબ છે. કર્ણાટકની ચૂંટણીમાં ત્રણ મુખ્ય ડાબેરી પક્ષોના મોટા ભાગના ઉમેદવારો – ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (સીપીઆઈ), કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માર્કસિસ્ટ) (સીપીઆઈ-એમ) અને કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માર્કસિસ્ટ-લેનિનિસ્ટ) (સીપીઆઈ-એમએલ) તેમની ડિપોઝીટ બચાવી શક્યા નથી. ડાબેરી પક્ષોનો કુલ વોટ શેર 0.08 ટકા છે. જ્યાં CPIને 0.02 ટકા અને CPI-Mને 0.08 ટકા વોટ શેર મળ્યા છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં