Wednesday, September 11, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટકર્ણાટકના બેલ્લારેમાં BJP નેતાની હત્યા, ઘરે પરત જતી વખતે કુહાડાના ઘા જીક્યાં,...

    કર્ણાટકના બેલ્લારેમાં BJP નેતાની હત્યા, ઘરે પરત જતી વખતે કુહાડાના ઘા જીક્યાં, કેરળ પાસીંગ બાઈક પર આવેલા હુમલાખોરોનું મસ્ઝીદ કનેક્શન હોવાની ચર્ચા

    ઉલ્લેખનીય છે કે કર્ણાટકમાં અત્યાર સુધી બીજેપી નેતાઓ, આરએએસ અને બજરંગ દળના કાર્યકર્તાઓ પર હુમલાના ઘણા મામલા સામે આવ્યા છે. 23 જૂન 2018ના રોજ, બીજેપી નેતા મોહમ્મદ અનવરને ગૌરી કનુવે વિસ્તારમાં રાત્રે લગભગ 9.30 વાગ્યે બાઇક પર સવાર અજાણ્યા હુમલાખોરોએ આવી જ રીતે ચાકુ મારીને હત્યા કરી હતી.

    - Advertisement -

    કર્ણાટકના બેલ્લારેમાં BJP નેતાની હત્યા કરવામાં આવી છે, ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના જિલ્લા સચિવ પ્રવીણ નેતારુની મંગળવારે (26 જુલાઈ 2022) રાત્રે કર્ણાટકના મેંગલુરુના દક્ષિણ કન્નડ જિલ્લામાં હત્યા કરવામાં આવી હતી. ઘટના બેલ્લારે વિસ્તારની છે. ત્યાં કેટલાક અજાણ્યા હુમલાખોરોએ બીજેપી નેતા પ્રવીણ નેતારુ પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો, જે બાદ તેમનું મોત થયું હતું. ઘટનાની જે ભયાનક તસવીરો સામે આવી છે તેમાં નેતારુનું શરીર લોહીના ખાબોચિયામાં પડેલું જોઈ શકાય છે.

    મીડિયા અહેવાલો મુજબ ઘટના સમયે પ્રવીણ નેતરુ બેલ્લારેમાં પોતાની પોલ્ટ્રી શોપ પર હતા. રાત્રે જ્યારે તેમનો ઘરે જવાનો સમય થયો ત્યારે 9 વાગ્યાની આસપાસ બાઇક પર આવેલા કેટલાક હુમલાખોરો આવ્યા હતા અને પ્રવીણ નેતરુ પર કુહાડાથી હુમલો કર્યો હતો.

    અત્યાર સુધી પ્રાપ્ત માહિતી અનુસાર પ્રવીણ ભાજપ યુવા મોરચાના સભ્ય હતા અને સામાજિક અને રાજકીય વર્તુળોમાં પણ ખૂબ સક્રિય હતા. તેની હત્યા બાદ દક્ષિણ કન્નડ જિલ્લાની પોલીસે કેસ નોંધ્યો છે. પોલીસનું કહેવું છે કે હત્યાના કારણ હજુ સુધી જાણી નથી શકાયું, પરંતુ તપાસ ચાલી રહી છે.

    - Advertisement -

    એક અહેવાલ મુજબ પ્રવીણ પર હુમલો કરનાર શખ્સો કેરળનો રજીસ્ટ્રેશન નંબર ધરાવતી બાઇક પર આવ્યા હતા. આ ઘટના પણ કેરળની બોર્ડરની નજીકના વિસ્તારની છે. ટાઈમ્સ નાઉ નવભારતે પણ પોતાના અહેવાલોમાં જણાવ્યું છે કે હુમલાખોરો કેરળ નંબર ધરાવતી બાઇક પર આવ્યા હતા. એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે કદાચ આ હત્યા ભૂતકાળમાં થયેલી એક મુસ્લિમ વ્યક્તિની હત્યા અથવા મસ્જિદ સાથે જોડાયેલા મામલાને લઈને કરવામાં આવી છે. સ્થિતિને જોતા પોલીસ દ્વારા વિસ્તારમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

    કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈએ ભાજપના નેતાની હત્યા પર શોક વ્યક્ત કર્યો હતો. તેમજ પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે, “દક્ષિણ કન્નડ જિલ્લામાં અમારા પક્ષના કાર્યકર પ્રવિણ નેતારુની ક્રૂર હત્યા નિંદનીય છે. આવા જઘન્ય અપરાધ કરનારાઓની વહેલીતકે ધરપકડ કરવામાં આવશે અને કાયદા હેઠળ સજા કરવામાં આવશે. પ્રવીણના આત્માને શાંતિ મળે. ભગવાન તેમના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે.”

    દરમિયાન ભાજપના નેતાની હત્યાના વિરોધમાં ગઈકાલ રાતથી જ અનેક લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. પક્ષના અન્ય કાર્યકરો ન્યાયની માંગણી સાથે ‘અમને ન્યાય જોઈએ છે’ના નારા લગાવી રહ્યા છે. વાતાવરણને જોતા પુત્તુરની હોસ્પિટલની બહાર ભારે માત્રામાં પોલીસ તૈનાત કરવામાં આવી છે.

    કર્ણાટકમાં આવી અન્ય ઘટનાઓ

    ઉલ્લેખનીય છે કે કર્ણાટકમાં અત્યાર સુધી બીજેપી નેતાઓ, આરએએસ અને બજરંગ દળના કાર્યકર્તાઓ પર હુમલાના ઘણા મામલા સામે આવ્યા છે. 23 જૂન 2018ના રોજ, બીજેપી નેતા મોહમ્મદ અનવરને ગૌરી કનુવે વિસ્તારમાં રાત્રે લગભગ 9.30 વાગ્યે બાઇક પર સવાર અજાણ્યા હુમલાખોરોએ આવી જ રીતે ચાકુ મારીને હત્યા કરી હતી. તેઓ ચિકમગલુરના શહેરી એકમના બીજેપી મહાસચિવ હતા.

    તેવી જ રીતે 26 વર્ષીય બજરંગ દળના કાર્યકર હર્ષાની પણ ચાલુ વર્ષમાં 20 ફેબ્રુઆરીએ ચાકુ મારીને હત્યા કરવામાં આવી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે હર્ષાએ તાજેતરમાં જ તેના ફેસબુક પ્રોફાઇલ પર હિજાબ વિરુદ્ધ અને ભાગવા શાલના સમર્થનમાં એક પોસ્ટ લખી હતી. આ ઘટનાને 10 કટ્ટરપંથીઓએ સંયુક્ત રીતે અંજામ આપ્યો હતો. થોડા દિવસો પહેલા હર્ષના મિત્ર પર પણ કટ્ટરવાદીઓએ હુમલો કર્યો હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં