Saturday, April 20, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટરેહમત અલીએ કરી ઘર વાપસી અને બન્યો રિતિક: શુદ્ધિકરણ વિધિ બાદ મહાદેવનો...

    રેહમત અલીએ કરી ઘર વાપસી અને બન્યો રિતિક: શુદ્ધિકરણ વિધિ બાદ મહાદેવનો કર્યો અભિષેક અને બજરંગબલીના લીધા આશિર્વાદ; કહ્યું બાળપણથી જ હિંદુ ધર્મ પસંદ હતો

    રેહમતે આ સમગ્ર વિધિ તેમજ પૂજા અર્ચના દરમ્યાન પોતાનું માથું મૂંડાવીને તેના પર તિલક લગાવી રાખ્યું હતું. ઘર વાપસીની વિધિ બાદ મંદિરમાં મહાદેવને અભિષેક કર્યા પછી રહેમતે જણાવ્યું કે તેમનાં મોટાભાગના મિત્રો હિંદુ છે.

    - Advertisement -

    ઉત્તર પ્રદેશના કાનપુરના એક મંદિરમાં 25 વર્ષના રેહમત અલીએ ઘર વાપસી કરી છે. હવે રેહમત અલી રિતિકના નવા નામે ઓળખાશે. વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે સોમવાર (10 એપ્રિલ 2023) ના દિવસે તેમણે હિંદુ ધર્મ અપનાવ્યો હતો. શુદ્ધિકરણની વિધિ બાદ તેમણે મહાદેવનો અભિષેક પણ કર્યો હતો. ત્યારબાદ રિતિકે જણાવ્યું હતું કે બાળપણથી જ તેમને હિંદુ ધર્મ પસંદ હતો અને તેમનાં હિંદુ ધર્મ અપનાવવાના નિર્ણયથી તેમના કુટુંબીજનોને પણ કોઈજ વાંધો નથી.

    મીડિયા રીપોર્ટસ અનુસાર રેહમત અલી મૂળ ઉત્તર પ્રદેશના હરદોઇના પસેની ગામનાં રહેવાસી છે. તેઓ કામની શોધમાં લગભગ ત્રણ મહિના અગાઉ કાનપુર આવ્યા હતાં. અહીંના બાબુપુરવા વિસ્તારમાં તેમનાં નાનીબા રહે છે. હાલમાં તેઓ પોતાના નાનીને ઘરે જ રહે છે. રેહમતના કહેવા અનુસાર બાળપણથી જ તેમનો ઝુકાવ હિંદુ ધર્મ પ્રતિ રહ્યો છે. તેમને રામલીલા જોવાનું કે પછી ગણપતી ઉત્સવમાં ભાગ લેવાનું ખુબ ગમે છે. આ ઉપરાંત તેમને કાવડ લઇ જવાનું પણ અત્યંત પસંદ છે. રિતિક જેટલો સમય કાનપુર રહ્યાં છે ત્યારથી તેઓ અહીંના બાકરગંજના દુર્ગા માતાના મંદિરે કાયમ દર્શન કરવા જતા હતા.

    રેહમત ઉર્ફે રિતિકે જણાવ્યું હતું કે એક દિવસ તેમને આ જ દુર્ગા મંદિરમાં બજરંગ દળના કાર્યકર્તા પંકજ યાદવ મળ્યાં. અહીં તેમણે પંકજને હિંદુ બનવાની પોતાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ત્યારબાદ રેહમતની ઘર વાપસીની સંપૂર્ણ વિધિ કાનપુરના સાઉથ સીટી વિસ્તારમાં આવેલા એક મંદિરમાં કરાવવામાં આવી હતી. આ વિધિ દરમ્યાન રેહમત એટલેકે રિતિકે તમામ વૈદિક વિધિવિધાન વેદમંત્રોનાં ઉચ્ચારણ વચ્ચે પૂર્ણ કરી હતી. રેહમતે આ સમગ્ર વિધિ તેમજ પૂજા અર્ચના દરમ્યાન પોતાનું માથું મૂંડાવીને તેના પર તિલક લગાવી રાખ્યું હતું. ઘર વાપસીની વિધિ બાદ મંદિરમાં મહાદેવને અભિષેક કર્યા પછી રહેમતે જણાવ્યું કે તેમનાં મોટાભાગના મિત્રો હિંદુ છે. એવું કહેવામાં પણ આવી રહ્યું છે કે રહેમતના પરિવારને આ સમગ્ર મામલે કોઇપણ પ્રકારની આપત્તિ નથી.

    - Advertisement -

    હવે રહેમત જ્યારે રિતિક બની ગયો છે ત્યારે તેના નામ બદલવાની કાગળિયાંની કાર્યવાહી પણ શરુ કરી દેવામાં આવી છે. આ માટે તેઓ એક વકીલની મદદ લઇ રહ્યાં છે. સમગ્ર કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરવા માટે રહેમતના પરિવારજનોને પણ બોલાવવામાં આવ્યા છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં